સવારે હથેળીઓ સામે જોઈ બોલી નાખો આ ૨ શબ્દનો મંત્ર બધા જ દુઃખ દૂર થઈ જશે ||બધી જ મનોકામના પૂર્ણ થશે

Posted by

દિવસની શરૂઆત સારી રીતે થાય તેવી ઈચ્છા દરેક વ્યક્તિની હોય છે. એવું માનવામાં આવે છે કે શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે જો દિવસની શરૂઆત કરવામાં આવે તો દિવસ સારી રીતે પસાર થાય છે. પરંતુ સમસ્યા એ હોય છે કે મોટાભાગના લોકો આ રહસ્યથી અજાણ હોય છે. સૂર્યોદય સમયે પથારીનો ત્યાગ કરી દેવો, સ્નાનાદિ કર્મ કરી પૂજા-પાઠ કરવા જોઈએ. આ સિવાય સવારે આંખ ખુલે ત્યારથી રાત્રે સૂતાં પહેલાં કેટલાક મંત્ર બોલવાથી પણ દિવસ સુખરૂપ પસાર થાય છે. કયા છે આ મંત્ર અને ક્યારે બોલવા જોઈએ તે જાણી લો તમે પણ.

સવારે આંખ ખુલે એટલે સૌથી પહેલાં બંને હથેળી એકસાથે રાખી નીચે આપેલો મંત્ર બોલી હથેળીના દર્શન કરવા.

કરાગ્રે વસતે લક્ષ્મીઃ કરમુલ્યે સરસ્વતી|

કરમધ્યે તુ ગોવિન્દઃપ્રભાતે કરદર્શનમ ||

પથારીમાંથી નીચે ઉતરતી વખતે જ્યારે જમીન પર પગ મુકો ત્યારે આ મંત્ર બોલવા અને પછી દિવસના કાર્યોની શરૂઆત કરવી.

સમુદ્રવસને દેવી ! પર્વતસ્તનમંદડલે|

વિષ્ણુપત્ની ! નમસ્તુભ્યં પદાસ્પર્શ ક્ષમસ્વ યે||

સ્નાન કરતી વખતે માથા પરથી પાણી રેડવું અને આ મંત્ર એકવાર બોલવો.

ગંગા સિંઘુ સરસ્વતિ ચ યમુના ગોદાવરિ નર્મદા

કાવેરી સરયુ મહેન્દ્રતનયા ચર્મણ્યતિ વેદિકા|

ક્ષિપા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગણ્ડકી

પુર્ણાઃ પુર્ણજલેઃ સમુદ્રસહિતાઃકુર્વન્તુ સદા મંગલમ્||

ભોજન ગ્રહણ કરતાં પહેલાં આ મંત્રનો જાપ કરી અન્ન ગ્રહણ કરવું.

યજ્ઞશિષ્ટાશિનઃસન્તો મુજ્ધન્તે સર્વકિલ્બિષૈ|

ભુજ્જતે તે ત્વધં પાપા યે પચન્ત્યાત્મકારંઆત||

દિવસ પૂર્ણ થયા પછી જ્યારે રાત્રે પથારીમાં સૂવા માટે જાઓ ત્યારે બે હાથ જોડી આ મંત્રનો જાપ કરવો.

કરચરણકૃતં વાકકાયજં કર્મજં વા

શ્રવણનયનજં વા માનસં વાડ્પરાધમ્|

વિહિતમવિહિતં વા સર્વમેતત ક્ષમસ્વ

જયજય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *