હનુમાનજીના કેટલા ભાઈઓ હતા? તેમના લગ્ન કેટલીવાર થયા હતા? લગ્ન થયા હોવા છતાં બ્રમ્હચારી કેમ હતા? જાણો

Posted by

હનુમાનજી પાંચ ભાઈઓમાં મોટા હતા: હનુમાનજીને પણ પાંચ ભાઈઓ હતા. પુરાણોમાં વનરાજ કેસરીના છ પુત્રોનો ઉલ્લેખ છે અને તેમાંથી હનુમાન સૌથી મોટા હતા. તેના બાકીના પાંચ ભાઇઓ પણ પરણ્યા હતા. હનુમાનજીના પાંચ ભાઇઓમાં મતિમાન, શ્રુતિમાન, કેતુમન, ગતિમાન અને ધૃતીમાનનો સમાવેશ થાય છે. તેથી, તેના ભાઈઓની વંશ હજુ પણ ચાલુ છે.

બજરંગબલી ભગવાન શિવનો 11 મો અવતાર છે : હનુમાનજીની માતા અપ્સરા હતી પરંતુ ઋષિએ તેમની માતા અંજનાને શ્રાપ આપ્યો હતો કે જ્યારે પણ તે કોઈને પ્રેમ કરશે, ત્યારે તેનું મોં વાંદરા જેવું થઈ જશે. પછી તેમણે આ શ્રાપથી મુક્તિ માટે ભગવાન બ્રહ્માને પ્રાર્થના કરી.

હનુમાનનો અર્થ થાય છે વિકૃત જડબા: સંસ્કૃત હનુ એટલે જડબા અને માન એટલે વિકૃત. એકવાર ભગવાન હનુમાને ફળ રૂપે સૂર્ય ખાધો હતો, ગુસ્સે થયા પછી ભગવાન ઇન્દ્રએ બાળક મારુતિ પર વજ્રથી પ્રહાર કર્યો હતો,

જેનાથી તેમના જડબાને નુકસાન પહોંચ્યું હતું અને ત્યારબાદ તે બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ તેનું નામ હનુમાન રાખવામાં આવ્યું.

ત્યારે બ્રહ્માજીએ તેઓને પૃથ્વી પર માનવી તરીકે જન્મ લેવાની રીત જણાવી અને પછી અંજનાએ વાંદરાઓના રાજા કેસરી સાથે પ્રેમ કર્યો અને બંનેના લગ્ન થઈ ગયા. અંજના ભગવાન શિવના પ્રખર ભક્ત હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન થયા, ભગવાન શિવએ તેમને પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું. હનુમાન જીનો જન્મ શિવનો 11 અવતાર માનવામાં આવે છે

કલ્પભેદથી કોઈ ભક્તો ચૈત્ર સુદ 1 મધા નક્ષત્ર માને છે. કોઈ કારતક વદ 14, કોઈ કારતક સુદ 15, કોઈ મંગળવાર તો કોઈ શનિવાર માને છે. પણ ભાવુક ભક્તો માટે પોતાના આરાધ્યદેવ માટે બધી તિથિ શુભ અને શ્રેષ્ઠ છે.

ભગવાન શિવ, શ્રી હનુમાનજીના આરાધ્ય દેવ અને શ્રીરામની લીલાના દર્શન હેતુ અને મુખ્યત્વે તેમની શ્રીરામને તેમના શુભ કાર્યોમાં સહાયતા પ્રદાન કરવા પોતાના અંશ અગિયારમાં રૂદ્રથી શુભતિથિ અને શુભ મૂહૂર્તમાં માતા શ્રી અંજનીના ગર્ભથી શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજીના રૂપમાં ધરતી પર તેમનું પ્રાગટ્ય થયું. મૂળ અગીયારમાં રૂદ્ર ભગાવન શિવના અંશજ, ભગવાન શ્રી વિષ્ણુની (શ્રી રામના રૂપમાં) સહાયતા માટે પ્રગટ્યા.

શ્રી અંજનીમાતાના પતિ શ્રી કેસરી હોવાથી શ્રી હનુમાનજી મહારાજ કેસરી નંદન પણ કહેવાયા.

શ્રી હનુમાનજીની બાલ્યાવસ્થા અને તેની કથાઓ

માતા શ્રી અંમાતા શ્રી અંજની અને કપિરાજ શ્રી કેસરી હનુમાનજીને અતિશય પ્રેમ કરતા. શ્રી હનુમાનજીને સુવડાવીને ફળ-ફૂલ લેવા ગયાં હતા. આ સમયે બાળ હનુમાનને ભૂખ લાગી અને માતાની અનુપસ્થિતિમાં ભૂખથી આક્રંદ કરવા લાગ્યા. આ દરમ્યાન અચાનક તેમની નજર ક્ષિતિજ પર પડી. સૂર્યોદય થઈ રહ્યો હતો. બાળ હનુમાનને થયું કે આ કોઈ લાલ ફળ છે. (તેજ અને પરાક્રમ માટે કોઈ અવસ્થા નથી. અહીં તો શ્રી હનુમાનજી રૂપમાં માતાશ્રી અંજનીના ગર્ભથી પ્રત્યક્ષ શિવશંકર અગીયારમાં રૂદ્ર લીલા કરી રહ્યા હતા અને શ્રી પવનદેવે પણ અગાઉથી જ તેમને ઉડવાની શક્તિ પ્રદાન કરી હતી.)

આ લાલ ફળને લેવા માટે હનુમાનજી વાયુવેગે આકાશમાં ઉડવા લાગ્યા. એમને જોઈ તમામ દેવો, દાનવો વિસમયતાપૂર્વક કહેવા લાગ્યા કે બાલ્યાવસ્થામાં આવું પરાક્રમ કરનાર યૌવનકાળમાં શું નહીં કરે?

શ્રી વાયુદેવે પોતાના પુત્રને સૂર્યની સામે જતા જોઈને ચિંતા થવા લાગી કે ક્યાંક મારા પુત્રને આ સૂર્યના કિરણો બાળી ન નાંખે, એ સળગી ન જાય. એના કારણે શ્રી પવનદેવ પોતે પણ બરફ જેવા શીતળ થઈ વહેવા લાગ્યા. જો કે ભગાવન શ્રી સૂર્યદેવને પણ અલૌકિક બાળક શ્રી હનુમાનને પોતાની તરફ આવતા જોઈ તેમને ઓળખતા વાર ના લાગી કે આ તો પવનપુત્ર છે, જે એમના પિતાના જેટલા જ વેગથી મારી તરફ આવી રહ્યા છે અને સાથે શ્રી પવનદેવ પણ એમના પુત્રની સાથે રક્ષા માટે ઉડી રહ્યા છે.

સૂર્યદેવને પોતાનું સૌભાગ્ય સમજાયું કે સ્વયં ભગવાન શિવશંકર, હનુમાનના રૂપમાં મને કૃતાર્થ કરવા આવી રહ્યા છે. તો શ્રી હનુમાનજીને સૂર્યદેવ તરફથી આવકાર મળ્યો ને બાળક હનુમાનજી સૂર્યદેવના રથ સાથે રમવા લાગ્યા. સંયોગ એવો હતો કે એ દિવસે અમાસ હતી અને સંહિક્ષનો પુત્ર રાહુ સૂર્યદેવને ગ્રસવા આવ્યો. રાહુએ જોયું કે શ્રી સૂર્યદેવના રથ પર કોઈ બાળક છે. તે છતાં રાહુ બાળકની ચિંતા ક્રયા વગર સૂર્યને ગ્રસવા આગળ વધ્યો જ હતો ત્યાં તો શ્રી હનુમાનજીએ રાહુને પકડ્યો, હનુમાનજીની મુઠ્ઠીમાં રાહુ તરફડવા લાગ્યો અને પ્રાણ બચાવી ભાગ્યો અને ઇન્દર્દેવ પાસે પહોંચ્યો અને તેમની ફરિયાદ કરી સૂર્ય મારો જે ગ્રાસ છે તેમને તમે બીજાને ગ્રસવાનો અધિકાર કેમ આપ્યો. એમ કહી રૂદન કરવા લાગ્યો. ઈન્દ્રદેવ ચિંતતીત થયા કે આ કોણ હશે કે જે રાહુ જેવા પરાક્રમીને પણ મહાત કરે.

શ્રી ઈનદ્રદેવ પોતે ઐરાવત હાથીને લઈ ઘટનાસ્થળ પર પહોંચ્યા. ત્યાં રાહુને જોઈ ફરીથી શ્રી હનુમાનજીએ તેને પકડ્યો. રાહુ ફરી તેમનાથી બચીને ભાગવા લાગ્યો અને ઈન્દ્રદેવ પાસે પહોંચ્યો. ત્યારે રાહુની પાછળ શ્રી હનુમાનજી પણ તેની પાછળ ભાગયા ત્યારે ત્યાં શ્રી હનુમાનજીએ ઈન્દ્રદેવનું વાહન ઐરાવતને જોઈ તેને કોઈ ખાદ્યપદાર્થ સમજી ઐરાવત પર તૂટી પડ્યા. ઈન્દ્રદેવ પણ બાળકની તાકાત જોઈને ડરવા લાગ્યા અને ત્યારે જ પોતાની રક્ષા માટે હનુમાનજી પર પોતાના હથિયાર વજ્રનો પ્રહાર કર્યો, જે હનુમનજીની દાઢી પર વાગ્યો, (જેને સંસ્કૃતમાં હનુ(દાઢીને) કહેવામાં આવે છે. અને તેથી જ હનુમાનજીનું નામ “હનુમાન’’ પડ્યું.) અને હનુમાનજી મૂર્છિત થયા. તો પોતાના પ્રાણપ્રિય પુત્રને વજ્રના આઘાતથી તરફડતા જોઈ વાયુદેવે પોતાનો વેગ રોકી લીધો, તેમને વાયુની ગતિ રોકી લીધી અને પોતાના પુત્રને ગુફામાં લઈ જતા રહ્યા.

આમ થતાની સાથે જ ત્રણે લોકમાં વાયુનો સંસાર બંધ થઈ ગયો. સમસ્ત પ્રાણીઓમાં શ્વાસ સંચાર બંધ થયો બધા જ કર્મ રોકાઈ ગયા, પ્રાણ સંકટમાં પડી ગયા. ઈન્દ્ર આદી દેવો, અસુરો, ગન્ધર્વ, નાગ આ બધા જીવનરક્ષા માટે બ્રહ્માજી પાસે દોડ્યા. બ્રહ્માજી બધાને સાથે લઈ ગિરીગુફામાં પહોંચ્યા અને ત્યાં જઈને બાળક હનુમાનને શ્રી પવનદેવના હાથમાંથી લઈ પોતાના ખોળામાં જ્યારે લીધા ત્યારે હનુમાનજીની મૂર્છા દૂર થઈ અને તે બેઠા થઈ ફરી રમવા લાગ્યા. પોતાના પુત્રને જીવંત જોઈ પ્રાણસ્વરૂપ શ્રી પવનદેવ પહેલાની જેમ સરળતાથી વહેવા લાગ્યા અને ત્રણેય લોક ફરી જીવંત થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *