હનુમાનદાદા ની કૃપાથી આજે આ રાશિના જાતકો માટે રેહશે શુભ દિવસ, જાણો તમારું રાશિફળ..

હનુમાનદાદા ની કૃપાથી આજે આ રાશિના જાતકો માટે રેહશે શુભ દિવસ, જાણો તમારું રાશિફળ..

મેષ રાશિ : પારિવારિક તથા સામાજિક ક્રિયાઓમાં તમારી હાજરી જરૂરી છે. તેનાથી સંપર્કોની સીમા અને ઓળખ વધશે. જમીનને લગતી ગતિવિધિઓમાં જો રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના ઉપર જલ્દી અમલ કરવો. ક્યારેક તમારા વિચારોમાં વહેમ અને શંકા જેવી નકારાત્મક વાતો બીજા માટે પરેશાની ઊભી કરી શકે છે. તમારી આ ખામીઓમાં ફેરફાર લાવવો. યુવાઓ પણ બેકારની ગતિવિધિઓમાં સમય બરબાદ ન કરવો. કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી આવશે. અત્યારે કોઇપણ યોજનાને સ્થગિત રાખવી. લેવડદેવડ કરતા સમયે પાકા બીલનો ઉપયોગ કરવો. નોકરી કરતા લોકો કોઈ ઓફિશિયલ યાત્રા પર જઈ શકે છે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. બધા સભ્યો વચ્ચે સામંજસ્ય રહેવાથી મન ખુશ રહેશે.

વૃષભ રાશિ : તમારું તમારા વ્યક્તિત્વ અને રહેણીકરણી પ્રત્યે સજાગ રહેવું બીજાની વચ્ચે વખાણનું કારણ બનશે. આજે ભાવનાઓની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં કામ કરી રહી છે. બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના પણ મળશે. કોઈપણ ગતિવિધિમા વધારે સાવધાની રાખવી. તમારી સાથે દગો થવાની સ્થિતિ બની રહી છે. દરેક કાર્યોમાં પારિવારિક સભ્યોની સલાહ લેવી જરૂરી છે. રૂપિયા-પૈસાની લેવડ-દેવડના કાર્યો આજે ટાળો તો સારું રહેશે. આજે કોઈ જૂની પાર્ટી દ્વારા યોગ્ય ઓર્ડર મળી શકે છે. પરંતુ કામ અને ક્વોલિટીને વધારે સારી બનાવવા ની જરૂર છે. થોડી સાવધાની રાખવાથી કામ અડચણો વગર પૂરા થઈ શકે છે. ઓફીસ નું વાતાવરણ અત્યારે સકારાત્મક થઈ શકે છે. ઘરના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખવામાં તમારો સહયોગ વિશેષ રહેશે. લગ્ન સંબંધોથી દૂર રહેવું.

મિથુન રાશિ : આજનો દિવસ થોડો મિશ્રિત પ્રભાવવાળો રહેશે. અચાનક જ કોઇ એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે, જેના કારણે તમારી કોઇ સમસ્યાનું સમાધાન મળશે. થોડો સમય અભ્યાસ તથા નવી જાણકારીઓને મેળવવામાં પણ પસાર કરવો. બપોર પછી ગ્રહ સ્થિતિ થોડું પ્રતિકૂળ વાતાવરણ બનાવી શકે છે. અચાનક જ કોઈ મુશ્કેલી તમારી સામે આવી શકે છે. કામના દબાણમાં તમે પોતાની જાતને ફસાયેલા અનુભવ કરી શકો છો. દેખાડાના ચક્કરમાં તમારું નુકસાન ન કરશો. કાર્યક્ષેત્રમાં થોડા ખાસ લોકો સાથે લાભદાયક મીટિંગ થશે. તેનો લાભ ઉઠાવવો તમારી કાબિલિયત ઉપર આધાર રાખે છે. યુવાનોને કારકિર્દી સાથે જોડાયેલી સમસ્યાઓ નો ઉકેલ આવશે. સરકારી સેવા કરતા લોકો ઉપર મહત્વની જવાબદારી આવી શકે છે. ઘરમાં યોગ્ય સમય ન આપવાના કારણે જીવનસાથીની નિરાશા સહન કરવી પડી શકે છે. પરિવારના લોકો સાથે મનોરંજન નો પ્રોગ્રામ બનાવી શકો છો.

કર્ક રાશિ : ભાગ્ય અને પરિસ્થિતિ તમારા માટે યોગ્ય સમયનું નિર્માણ કરી રહી છે. કોઈપણ પરિસ્થિતિમા તમે તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો. કોઈ નજીકના વ્યક્તિ સાથે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણા થશે અને યોગ્ય સમાધાન પણ મળશે. સરકારી કાર્યોને બેદરકારીના કારણે અધૂરા છોડશો નહીં. પેનલ્ટી વગેરે લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ પણ સામે આવી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા કરવી અનુકૂળ નથી અને આ સમયે ઉચિત પરિણામ પણ નહીં મળે. વેપારમાં તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયોગ ફાયદાકારક સાબિત થશે. આયાત અને નિકાસ સાથે જોડાયેલી ગતિવિધિ ઓમાં નુકસાન થવાની સંભાવના છે, એટલા માટે સાવધાની રાખવી. નોકરી કરતા લોકોએ પોતાના ઓફિશીયલ કાગળિયા સારી રીતે સંભાળીને રાખવા. પતિ-પત્નીના સંબંધોમા મધુરતા જળવાયેલી રહેશે. મિત્રો સાથે સકારાત્મક વાર્તા લાપ થશે.

સિંહ રાશિ : આ સમયનું ગ્રહ પરિભ્રમણ અનુકૂળ છે. તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને બલ મળી શકે છે. કંઇક નવું મેળવવાની ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. કોઈ ખાસ મીટિંગમાં તમારા વિચારોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં. કોઇ મિત્ર કે ભાઈ સાથે કોઈ નાની વાતનો ખૂબ જ મોટો વિવાદ ઊભો થઈ શકે છે. સંબંધોને ખરાબ થવાથી બચાવવા તમારી જવાબદારી છે. બાળકોની સમસ્યાઓને પણ શાંતિથી સાંભળવી. યુવાઓને પોતાના કરિયરને લગતી કોઈ નવી તક મળી શકે છે. જેનાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થશે. મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા લોકોએ પોતાનો પ્રોજેક્ટ પૂરો કરવામાં ધ્યાન આપવું જરૂરી છે. પતિ-પત્નીના સંબંધ ઉત્તમ રહેશે. તેમજ ઘર અને વ્યવસાય બંનેમાં યોગ્ય સામંજસ્ય બની રહેશે.

કન્યા રાશિ : દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચય દ્વારા તેનું સમાધાન પણ સરળતાથી શોધી શકશો. ધાર્મિક અને સકારાત્મક ગતિવિધિઓમાં યોગ્ય સમય પસાર થશે. બપોર પછી અચાનક જ કોઈ મુશ્કેલી સામે આવી શકે છે. જેનો ઉકેલવામાં ઘણો સમય પસાર થઈ જશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી પરીક્ષામાં વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. કાર્યક્ષેત્રમાં કામનો ભાર રહેશે, જો કે તમે તમારી સૂઝબૂઝથી સમસ્યાઓને ઉકેલી શકશો. આયાત અને નિકાસ સાથે જોડાયેલા વ્યવસાયમાં લાભ દાયક સ્થિતિઓ બની રહી છે. નોકરી કરતા લોકોને શુભ સૂચના મળી શકે છે. લગ્ન સંબંધોમાં ગેરસમજ આવવા દેશો નહીં. તમારા સંબંધો પ્રત્યે ઈમાનદાર રહેવું. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

તુલા રાશિ : દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટના સાથે થશે અને આખો દિવસ શાંતિથી પસાર થશે. જો ઘરમાં રિનોવેશન કે સુધારને લગતી કોઈ યોજના બની રહી છે તો વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. આવક અને ખર્ચ બંનેમાં સમાનતા બની રહેશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે તમારો સમય ખરાબ ન કરો. તેનો ખોટો પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પણ પડી શકે છે. આ સમયે તમારી ઊર્જાનો સકારાત્મક કાર્યોમાં ઉપયોગ કરો. વધારે ભીડભાડ હોય તેવા સ્થાને જવાનું ટાળો. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ સારી જળવાયેલી રહેશે. કોઈ પ્રભાવશાળી માણસની મદદથી તમે તમારા બધા કામ સારી રીતે પૂરા કરી શકશો. પરંતુ કાનૂની કાર્યવાહીને લઇને પરેશાની થઇ શકે છે. જોકે યોગ્ય સમયે યોગ્ય સલાહ પણ મળી શકે છે. પારિવારિક તથા વ્યક્તિગત બાબતે જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે. પ્રેમ સંબંધો વચ્ચે શંકાની સ્થિતિ ન આવવા દેવી.

વૃષીક રાશિ : આજે દિવસ ખૂબ સારો પસાર થશે. થોડા સમયથી મનમાં ચાલી રહેલો કોઇ દુવિધા નો ઉકેલ થઇ શકે છે. નજીકના લોકો સાથે મુલાકાત થવાથી તમને સુખ મળી શકે છે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને જલ્દી જ કોઈ મહત્વપૂર્ણ સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ થોડી મધ્યમ રહી શકે છે. સસરા પક્ષ સાથે કોઈ વાતને લઇને ગેરસમજ ઊભી થઈ શકે છે. નાની-મોટી વાતોમાં મનભેદ કરવો યોગ્ય નથી. સમય પ્રમાણે બધી વસ્તુઓ વ્યવસ્થિત થતી જશે. વેપારમાં આ સમયે ખૂબ જ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. વધારે પ્રતિ સ્પર્ધાનો સામનો કરવો પડશે. પૈસાની લેવડદેવડ અમે આજે સ્થગિત રાખવી. પરંતુ ભાગીદારીમાં કરેલા વ્યવસાયમાં સફળતા મળશે. ઓફિસનું વાતાવરણ શાંતિ વાળું રહેશે. પારિવારિક જીવન વ્યવસ્થિત રહેશે. ઘરમાં પ્રેમ અને સકારાત્મક ઉર્જા વાળું વાતાવરણ બની રહેશે.

ધન રાશિ : આજે તમારું પૂરું ધ્યાન તમારા વ્યક્તિગત કાર્યોમાં રહેશે. ભાવુકતાની જગ્યાએ મગજથી કામ લેવું અને પ્રેક્ટિકલ થઇને તમારા કાર્યોને પૂરા કરવા. નિશ્ચિત તમને સફળતા મળી શકે છે. ઘરમાં ધાર્મિક આયોજન થવાથી સકારાત્મક ઊર્જા મળી શકે છે. કોઈપણ સરકારી કાર્યોનો બેદરકારીના કારણે અધૂરા છોડશો નહીં, નહીંતર કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી મન થોડું પરેશાન રહી શકે છે, પરંતુ શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નો કરવા. આજે કોઈ વ્યવસાયિક યોજના સફળ થવાની આશા છે. પરંતુ કાર્યક્ષેત્રમાં તમારી હાજરી હોવી પણ જરૂરી છે. સ્ટાફ પર વધારે વિશ્વાસ રાખવો ઉચિત નથી. નોકરી કરતા લોકો તણાવમાં આવીને અધિકારીઓ સાથેના સંબંધો ખરાબ કરી શકે છે. તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પુરો સહયોગ રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજણ ઉભી ન થવા દેવી.

મકર રાશિ : કોઈપણ પૂર્વ યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે. કોઈ શુભ સમાચાર મળવાથી દિવસ સુખમય પસાર થશે. ધનને લગતા મામલાઓમાં પણ મન પ્રમાણે કાર્ય પૂર્ણ થશે. ઘરમાં વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જળવાયેલો રહેશે. આર્થિક બાબતે વધારે સાવધાની જાળવી રાખવી. ખર્ચ કરતી સમયે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે થોડા લોકો તમારા કાર્યોમાં અડચણો ઊભી કરી શકે છે. આ સમયે કોઇની વાતોમાં ન આવો તો વધારે સારું રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ સમય થોડો મધ્યમ છે. પરંતુ બધી યોજનાઓ ફળીભૂત કરવા માટે યોગ્ય સમય ચાલી રહ્યો છે. તમારા કોઈ નજીકના વ્યક્તિ ના સહયોગથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે. નોકરી કરતા લોકો ઉપર કામનું વધારે દબાણ રહેશે. લગ્નજીવન સુખમય રહેશે. યુવાનોને પ્રેમ સંબંધો પ્રત્યે ભાવનાત્મક લગાવ વધશે.

કુંભ રાશિ : આજે દિવસ થોડો વ્યસ્ત રહી શકે છે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ સારો સમય પસાર થશે. તમને માનસિક શાંતિ મળી શકે છે. ઘરના વડીલોના માર્ગદર્શનનું અનુસરણ કરવું. બિનજરૂરી રીતે બીજા લોકોની પરેશાનીમાં પડશો નહીં, તેનાથી તમારું જ નુકસાન થઈ શકે છે. યુવાઓ મોજ-મસ્તીમા સમય પસાર કરવાની જગ્યાએ પોતાના કરિયર ઉપર વધારે ધ્યાન આપવું. અસામાજિક લોકો સાથે અંતર જાળવી રાખવું યોગ્ય છે. કામના ક્ષેત્રે તમારો દબદબો બની રહેશે. ઉત્પાદન સાથે જોડાયેલા વ્યવસાયમાં નુકસાનની સ્થિતિ બની રહી છે. કર્મચારીઓની ગતિવિધિઓને અવગણવી નહીં. શેરબજાર સાથે જોડાયેલા લોકોને ફાયદો મળશે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો સારા બનશે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે વિપરિત લિંગના લોકોને કારણે તમારા સંબંધોમાં મતભેદ ઊભો થઈ શકે છે.

મીન રાશિ : જો મિલકત સાથે જોડાયેલ કોઈ કામ અટકેલું હોય તો આજે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વિચાર વિમર્શ કરવા. સમય અનુકૂળ છે. તમારા વ્યક્તિગત કામ આજે ખૂબ જ સુચારુ રૂપથી પૂરા થતા જશે. આ સમયે કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્ક ન કરવો, કારણ કે વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. ઘરના કોઇ સભ્યના આરોગ્યને લઇને ચિંતા રહેશે. નાની-મોટી વાતોમાં નારાજ થઈ જવું તમારા બનતા કામમાં અડચણ ઊભી કરશે. આજે વ્યક્તિગત કામમાં વ્યસ્ત હોવાને લીધે કાર્યક્ષેત્ર ઉપર ધ્યાન નહીં આપી શકો. પરંતુ સ્ટાફ અને ફોન દ્વારા ગતિવિધિઓ ચાલતી રહેશે. સરકારી સેવા કરતાં લોકોએ કોઈપણ પ્રકારના ગેરકાનૂની કામથી દૂર રહેવું. માનહાનિ થવાની સંભાવના છે. પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક સમસ્યાને લઈને મતભેદ થઈ શકે છે. તમારા સંબંધોમાં મધુરતા બનાવી રાખવા માટે એકબીજાનું સન્માન કરવું જરૂરી છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.