16 એપ્રિલ, શનિવારે ચૈત્રી પૂનમ છે. ત્રેતાયુગમાં આ તિથિએ સવારે લગભગ પાંચ વાગે હનુમાનજીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કેસરી અને માતાનું નામ અંજની હતું. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, જ્યારે હનુમાનજીનો જન્મ થયો હતો એ સમયે ઉચ્ચ મંગળની ઉચ્ચના સૂર્ય પર દૃષ્ટિ આ વખતે શનિવાર, મકર રાશિમાં શનિ અને હનુમાન જન્મોત્સવનો ખાસ યોગ બની રહ્યો છે. આવો યોગ 2022 પહેલાં 1991માં બન્યો હતો. તે વર્ષે 30 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવ અને શનિવાર હતો. તે દિવસે શનિ પણ મકર રાશિમાં હતો.
હનુમાન જયંતીના દિવસે ગ્રહ સ્થિતિ
જે સમયે હનુમાનજીનો જન્મ થયો, તે સમયે ઉચ્ચના મંગળની ઉચ્ચના સૂર્ય ઉપર દૃષ્ટિ બનેલી હતી. આ વર્ષ હનુમાન જયંતીએ ઉચ્ચનો સૂર્ય તો હશે, પરંતુ ઉચ્ચનો મંગળ રહેશે નહીં. શનિ મકર રાશિમાં અને ગુરુ મીનમાં રહેશે. સૂર્ય, બુધ, રાહુની યુતિ મેષ રાશિમાં રહેશે. કેતુ તુલામાં રહેશે.મંગળના ઉચ્ચ રાશિ મકરમાં રહીને હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજી અંગે મંગળવારનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, કેમ કે તેનો અને તેમના આરાધ્ય શ્રીરામનો જન્મ પણ મંગળવારે થયો હતો શ્રીરામના જન્મ સમયે પણ મંગળ ઉચ્ચની રાશિ મકરમાં સ્થિત હતો. એટલે જ મંગળવારે હનુમાનજીની પૂજા થાય છે.
પૂજાવિધિ
સવારે જલદી જાગીને ઘરની સફાઇ કરો. ગંગાજળ અથવા ગૌમૂત્ર છાંટીને ઘરને પવિત્ર કરો. ત્યાર બાદ સ્નાન કરો.ઘરના પૂજાસ્થાને હનુમાનજી સહિત શ્રીરામ અને સીતાજીની મૂર્તિ સ્થાપિત કરો.ભગવાનને સાક્ષી માનીને આખો દિવસ વ્રતનો સંકલ્પ લો. ત્યાર બાદ પૂજા કરો.શ્રીરામ અને માતા સીતાની પૂજા કરો, ત્યાર બાદ હનુમાનજીની પૂજા કરો.પૂજામાં જળ અને પંચામૃતથી દેવી-દેવતાઓને સ્નાન કરાવો. ત્યાર બાદ અબીર, ગુલાલ, ચંદન, ચોખા, મૌલી, ફૂલ, ધૂપ-દીપ, વસ્ત્ર, ફળ, પાન અને અન્ય વસ્તુઓ ચઢાવો.ત્યાર બાદ સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો અને આરતી બાદ પ્રસાદ અર્પણ કરો.
શ્રીરામ-સીતા પૂજા મંત્ર
आपदामपहर्तारं दातारं सर्वसम्पदां
लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ।।
હનુમાન પૂજા મંત્ર
अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम् ।
सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि ।।
હનુમાનજયંતીના દિવસે આ શુભ કામ કરો
હનુમાનજીના જન્મોત્સવમાં સવારે જલદી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવો. ઘરના મંદિરમાં હનુમાનજીની વિશેષ પૂજા કરો. દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેમની પાસે જરૂરી સમય હોય તો સુંદરકાંડનો પાઠ કરો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. હનુમાનજી એવા લોકો પર વિશેષ કૃપા કરે છે જેઓ અન્યની મદદ માટે હંમેશાં તૈયાર રહે છે.
હનુમાનજયંતીએ આ શુભ કામ કરો
હનુમાનજીના જન્મોત્સવ પર ઘરે બેઠા જ પૂજા કરો. આ સમયે કોરોનાવાયરસના કારણે બધાં જ મંદિર બંધ છે. આવી સ્થિતિમાં ઘરમાં જ હનુમાનજીની પૂજા કરો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.
હનુમાનજયંતી વ્રત અને પૂજાનું મહત્ત્વ
હનુમાનજયંતીએ વ્રત અને પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ અને દુઃખ દૂર થવા લાગે છે. કળિયુગમાં હનુમાનજીની પૂજા પ્રત્યેક્ષ દેવતા સ્વરૂપે કરવામાં આવે તેમની પૂજાનું ફળ જલદી જ મળે છે. તેમની પૂજા અને વ્રત કરવાથી શારીરિક અને માનસિક પરેશાનીઓ જ નહીં, આર્થિક પરેશાની પણ દૂર થઇ શકે છે. હનુમાનજીની પૂજાથી કાનૂની મામલાઓમાં વિજય પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી દેવું પણ ઊતરી જાય છે.