જીમ ગયા વગર પણ વજન ઘટાડી શકો છો, પ્રોટીનથી ભરપુર આ ૩ વસ્તુઓ તમને વજન ઘટાડવામાં મદદ કરશે

જીમ ગયા વગર પણ વજન ઘટાડી શકો છો, પ્રોટીનથી ભરપુર આ ૩ વસ્તુઓ તમને વજન ઘટાડવામાં મદદ કરશે

મિત્રો, હાલના સમયમાં જાડા શરીરને ઘટાડવા અને ફીટ રાખવા માટે લોકો ઘણીવાર વિવિધ વસ્તુઓ અપનાવતા હોય છે. જાડા શરીરને ઘટાડવા અને તમારું વજન સંતુલિત રાખવા માટે કસરત કરવાની સાથે સાથે તંદુરસ્ત આહાર લેવો પણ ખૂબ મહત્વનું હોય છે. કેટલાક લોકો પોતાને ફીટ રાખવા માટે કસરતો કરવાનું પણ વિચારે છે પરંતુ તે કરવામાં અસમર્થ હોય છે.

વર્કઆઉટ એ વજન ઘટાડવાનો એકમાત્ર રસ્તો

માનવામાં આવતો હોય છે અને આપણે બધા જાણીએ છીએ કે વર્કઆઉટ્સ કરવાથી આપણે પોતાનું વજન ઓછું કરી શકિએ છીએ અને સાથે આપણે પોતાને પણ ફીટ પણ રાખી શકીએ છીએ. જોકે વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું છે કે પ્રોટીન તમને કસરતનાં બધાજ ફાયદા આપી શકે છે અને તે પણ જીમમાં ગયા વગર.

આપણા આજના વ્યસ્ત જીવનમાં પોતાને ફીટ રાખવું ખૂબ મુશ્કેલ હોય છે. ખાસ કરીને જેઓ કામ કરે છે તે ખૂબ જ મુશ્કેલી અનુભવતા હોય છે. આવી સ્થિતિમાં તંદુરસ્ત આહાર લેવો એ ખૂબજ મહત્વનું છે કે જેથી તમે હંમેશાં તંદુરસ્ત રહી શકો છો.

જર્નલ નેચરલ કમ્યુનિકેશનમાં પ્રકાશિત એક સંશોધનથી

જાણવા મળ્યું છે કે જીમ ગયા વગર ફિટ કેવી રીતે રહી શકાય છે. માખી અને ઉંદર પર કરવામાં આવેલા સંશોધનમાં તેમને સેસ્ટ્રિન નામનું પ્રોટીન આપવામાં આવ્યું હતું જેથી તે ફિટ રહે, કસરત કર્યા વિના પણ તેની ચરબી ઓછી થઈ ગઈ હતી યુ.એસ. યુનિવર્સિટી ઓફ મિશિગનના પ્રોફેસર મયંજિન કિમના જણાવ્યા અનુસાર સંશોધનકારોએ અગાઉ નિરીક્ષણ કર્યું હતું કે સસ્ટ્રિન પ્રોટીન કસરત કરવાની રીત તરીકે કાર્ય કરતું હોય છે.

અને તે જ સમયે મિશિગનના પ્રોફેસર જૂન હી લીના

જણાવ્યા અનુસાર સસ્ટ્રિન એક એવું પ્રોટીન છે જે વ્યાયામ કરવા બરાબર જ હોય છે. એટલે કે સસ્ટ્રિન પ્રોટીન શરીર માટે પૂરતું છે જેના કારણે શરીરમાં શારીરિક ચળવળ પહેલા કરતા સારી હોય છે.

પ્રોટીન સાથે રહો ફિટ

સંશોધકોએ એવા લોકોને સલાહ આપી કે જેઓ પોતાને ફીટ રાખવા માગતા હોય છે, તેઓ સસ્ટ્રિન પ્રોટીનનો ઉપયોગ કરી શકે છે જેથી તેઓ કસરત કર્યા વગર પણ પહેલા કરતા વધુ ફીટ થઈ શકે છે. તમારું વજન ઘટાડવા સાથે તે હૃદય રોગ અને ટાઇપ-૨ ડાયાબિટીસના જોખમને ઘટાડવાનું પણ કામ કરે છે અને આપણા સ્વાસ્થ્યને સુધારવામાં સફળ હોય છે.

આ છે વજન ઘટાડવા વાળા ખોરાક

વજન ઓછું કરવા અને ફીટ રહેવા માટે સારો આહાર અને કસરત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને તે સંશોધન દર્શાવે છે કે કેવી રીતે આહારમાં પ્રોટીન આપણા માટે ફાયદાકારક છે.  અમે તમને કેટલાક પ્રોટીનયુક્ત આહાર વિશે જણાવી રહ્યા છીએ અને જેના દ્વારા તમે તમારી જાતને ફીટ રાખવામાં સફળ થઈ શકો છો.

કોબી

કોબીમાં પુષ્કળ ફાઇબર, પ્રોટીન અને અન્ય આવશ્યક પોષક તત્વો હોય છે જે આપણને ફીટ રાખવામાં મદદ કરે છે. કોબીનું સેવન કરવાથી વજન પણ ઓછું થાય છે, પાચન શક્તિ મજબૂત બને છે. કોબીમાં મોટી માત્રામાં એન્ટીઓકિસડન્ટ અને ફાયટોન્યુટ્રિએન્ટ્સ હોય છે જે આપણને કેન્સરના જોખમથી પણ બચાવે છે.

ઇંડા

ઇંડામાં પણ નોંધપાત્ર પ્રમાણમાં પ્રોટીન હોય છે. તમે તમારા આહારમાં ઇંડા પણ સમાવી શકો છો જે તમને ફીટ રાખવામાં મદદ કરી શકે છે. અધ્યયનમાં જણાવ્યા મુજબ ઇંડા પીવાથી તે આપણી ભૂખ મટે છે અને આપણને વધારે વસ્તુઓ ખાવાથી રોકે છે.

ગુવાર

જો તમે તમારી જાતને ફીટ રાખવા અને વજન ઓછું કરવા જ માંગતા હોય, તો તમારે આજથી તમારા આહારમાં ગુવાર શામેલ કરવો જ જોઈએ. વજન ઘટાડવા માટે ગુવાર એક ખૂબ જ સારો વિકલ્પ હોય છે. ગુવારમાં મોટા પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગુવાર ઘણી રીતે બનાવી પણ શકાય છે.મિત્રો આ જાણકારી ગમી હોય તો એક લાઈક જરૂર કરજો

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *