શા માટે ગુજરાતી લોકો થાઈલેન્ડ જવાનું આટલું પસંદ કરે છે ?

શા માટે ગુજરાતી લોકો થાઈલેન્ડ જવાનું આટલું પસંદ કરે છે ?

થાઇલેન્ડ એક સુંદર પર્યટન સ્થળ છે, જે પોતાના કલ્ચર, લેંડસ્કેપ અને ઐતિહાસિક સાઇટ્સ માટે ઘણું જ લોકપ્રિય સ્થળ છે. ફ્લોટિંગ માર્કેટમાં શોપિંગ, બીચ, બુદ્ધ મંદિર, વાઇલ્ડલાઇફ સેન્ચુરી વગેરે થાઇલેન્ડના પર્યટનમાં ઘણું જ મહત્વ રાખે છે. એટલે સારુ રહેશે કે તમે પણ દરિયા કિનારે બંગ્લોમાં રોકાઓ, જ્યાં તમે સરળતાથી સફેદ રેતી અને સુંદર પાણી સુધી પહોંચી શકો છો. તમે કોઇ શાંત, પ્રાઇવેટ કે પછી પાર્ટી લાયક જગ્યા ઇચ્છતા હોવ, તમને થાઇલેન્ડના બીચ પરના બંગ્લોઝમાં આ તમામ સુવિધા મળશે.

સનસેટ બીચ રિસોર્ટ અને સ્પા, ટેલિંગ ફોર

Koh Samuiના દક્ષિણ-પશ્ચિમ કાંઠા પર એક લાંબો અને શાંત 21 રુમનો સનસેટ બીચ રિસોર્ટ અને સ્પા આવેલો છે. આ પર્યટકો માટે એક Intimate અને Luxury જગ્યા આપે છે, જે ટાપુની ભીડભાડ અને કોલાહલથી દૂર છે.દરેક રુમ હવાઉજાસથી ભરપુર, બ્રાઇટ અને કુદરતી લાકડાથી બનેલો છે. અહીં આપને ટ્રેડિશનલ થાઇ ક્રાફ્ટની મજા પણ માણવા મળશે. બધાની બહાર જગ્યા છે અને સમુદ્રનો નજારો છે. આ ઉપરાંત, ઉધારી પર સાઇકલ લઇ શકો છો, સ્પામાં ટ્રીટમેન્ટ કરાવી શકો છો અને રેસ્ટોરન્ટમાં ઘણું જ ટેસ્ટી ખાવાનું મળે છે.

રોકીઝ બુટિક રિસોર્ટ

Rocky’s Resort થાઇલેન્ડના ટ્રેડિશનલ સ્ટાઇલની સાથે મોર્ડન ટચ પણ આપે છે. જેમ કે સાટીન પીલો (Satin Pillows), ઓર્નેટ આર્ટ વર્ક (Ornate artwork), રેડ લેટર્ન્સ (Red lanterns). આ રિસોર્ટમાં 50 રુમ છે જે 375 ચોરસ ફૂટના છે. પરંતુ દરિયો પસંદ કરનારા લોકો બીચફ્રન્ટ શ્યૂટ્સ જ પસંદ કરે છે.આ રિસોર્ટની સામે ખાનગી બીચ છે પરંતુ તે થોડોક નાનો છે અને તેની માટી પણ એટલી ખાસ નથી, પરંતુ અહીંથી દરરોજ ફ્રી શટલ ચાલે છે જે પાસેના Lamai Beach અને Chaweng Beach પર જાય છે.

નિક્કી બીચ રિસોર્ટ કોહ સમુઇ

ટ્રેન્ડી અને મોર્ડન Nikki Beach Resort, Koh Samuiની ઘણી જ પ્રસિદ્ધ હોટલ છે અને એક પાર્ટી સ્પૉટ પણ છે. આ Lipa Noiની ડાબી બાજુ છે. આ રિસોર્ટ વર્ષ 2014માં ફરી બનાવાયો હતો અને તેમાં 2 પૂલ પણ છે. આ ઉપરાંત આ રિસોર્ટને પાર્ટી માટે પણ ઘણો પસંદ કરવામાં આવે છે. ખાસકરીને રવિવારના દિવસે, જ્યારે અહીં ડીજે અને બફેટની મજા હોય છે.

રસાનંદ કોચ ફાંગન વિલા રિસોર્ટ એન્ડ સ્પા

64 રૂમનો Anantara Rasananda, Koh Phanganનો બેસ્ટ અને સૌથી મોંઘી લક્ઝરી હોટલમાંની એક છે. આ રિસોર્ટમાં 70 ટકા જગ્યાઓ સુંદર Thong Nai Pan Noi Beachની છે જે સફેદ રેતીની થાઇલેન્ડની સૌથી સુંદર પટ્ટિઓમાંની એક છે.આ ઉપરાંત આ રિસોર્ટના દરેક વિલા અને શ્યૂટમાં એક ખાનગી બગીચામાં પોતાનો અલગથી સ્વિમિંગ પુલ છે જે પ્રોપર્ટીને એકાંતમાં રહેનારા કપલ માટે સારીરીતે અનુકૂળ બનાવે છે.

હાડ ટેન બીચ રિસોર્ટ

The Haad Tien Beach Resort એકલો અને સૌથી સારા રિસોર્ટમાંનો એક છે જે Koh Taoમાં સ્થિત છે. આઇલેન્ડ પર આ સુંદર સમુદ્ર છે, પરંતુ તે એક રિમોટ (અંતરિયાળ) વિસ્તારમાં આવેલો છે. આસપાસ વધારે ગામ કે શોપિંગની જગ્યા નથી એટલા માટે રિસોર્ટ તેનો ફાયદો ઉઠાવે છે અને ખાવા-પીવા માટે વધુ પૈસા ખર્ચ કરવા પડે છે.આ જગ્યાએ ઘણી વધારે રોમાંટિક લાગણી ઉભી થાય છે. આ Koh Tao આવનારા હનીમૂન કપલની પહેલી પસંદ હોય છે.

પેવેલિયન Samui બુટિક રિસોર્ટ

Lamai Beachની ડાબી તરફ આ રિસોર્ટ, Koh Samuiની સૌથી જાણીતી જગ્યાઓમાંનો એક છે. Pavilion Samui Boutique Resort એક Beach hotel છે જે ગાર્ડનથી ઘેરાયેલો છે.આ રિસોર્ટમાં 70 રુમ અને વિલા છે જે દરિયાકિનારા તરફ ભોજન, ખાનગી પૂલ અને સ્પાનો આનંદ આપે છે. આ રિસોર્ટ કપલમાં ઘણો પસંદ કરવામાં આવે છે. એટલા માટે દરિયાકિનારાના બંગ્લોમાં તેનું ખાસ મહત્વ છે.

કોહ તાઓ બામ્બૂ હુંટ્સ

Koh tao bamboo huts એક નાનકડી રેત ધરાવતા સમુદ્ર કિનારે આવેલા એક ભવ્ય સ્થાન પર સ્થિત છે. અહીંના બંગ્લોઝમાં બહારના શૉવર્સ છે અને કેટલાકમાં પોતાના પૂલ છે. તેમાં ઘણાં બધા વાંસની સાથે-સાથે મચ્છરદાનીની સાથે કેનોપી બેડ પણ છે.ભોજન માટે અહીં કેટલાક વિકલ્પ છે, જેમાં રોમાંટિક સ્ટારલાઇટ, સુંદર સુર્યાસ્તના દ્રશ્યની સાથે રાતનું જમવાનું સામેલ છે. પર્યટકોને વધારે ચાલવા માટે તૈયાર રહેવું જોઇએ કારણ કે રિસોર્ટ ઘણો ફેલાયેલો છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *