મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત અને દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં ક્લાર્ક, એટેન્ડેન્ટ, ઓફિસ આસિસ્ટન્ટ, ડિરેક્ટર, પ્રોફેસર, એન્જિનીયર વગેરે જેવી વિવિધ પોસ્ટ માટે ૧૫૨ જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે કોઈ જ પ્રકારની પરીક્ષા લેવાનાર નથી. કોઈપણ વ્યક્તિ, અનુભવી, બિન અનુભવી તેમજ ફ્રેશર ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઇન્ટર્વ્યુ બેઝ હશે, જેમાં પસંદગી પામેલા ઉમેદવારોને કરાર આધારીત નિમણૂક આપવામાં આવશે. લાંબા સમયથી નોકરીઓની શોધમાં ફરતાં યુવાનો માટે ઘણાં ખુશીના સમાચાર છે.
કઈ કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ
• સિવિલ એન્જિનીયર:- ૦૧
• આસિસ્ટન્ટ સિવિલ એન્જિનીયર:- ૦૧
• સેક્શન ઓફિસર:- ૦૧
• આસિસ્ટન્ટ:- ૦૧
• ટેક્નિકલ આસિસ્ટન્ટ:- ૦૧
• લેબ આસિસ્ટન્ટ:- ૦૧
• રિસેપ્શનિસ્ટ:- ૦૧
• વોર્ડન (મહિલા):- ૦૧
• વોર્ડન (મહિલા):- ૦૧
• અપર ડિવિઝન ક્લાર્ક:- ૦૭
• એકાઉન્ટન્ટ:- ૦૬
• કોચ:- ૦૪
• મ્યુઝિયમ આસિસ્ટન્ટ:- ૦૨
• લોઅર ડિવિઝન ક્લાર્ક:- ૧૨
• ડ્રાઈવર:- ૦૩
• એટેન્ડેન્ટ:- ૦૯
• વોચમેન:- ૦૬
• ગ્રાઉન્ડ મેન:- ૦૪
• પ્રોગ્રામ ઓફિસર:- ૦૧
• કોમ્પ્યુટર ઓપરેટર:- ૦૧
• ફિલ્ડ કો-ઓર્ડિનેટર:- ૦૪
• ડ્રાઈવર કમ એટેન્ડેન્ટ:- ૦૧
• ડોક્ટર (આયુર્વેદ):- ૦૧
• ડોક્ટર(નેચરોપથી):- ૦૧
• નર્સ:- ૦૨
• કમ્પાઉન્ડર:- ૦૩
• ડિરેક્ટર:- ૦૫
• કો- ઓર્ડિનેટર:- ૦૬
• આસિસ્ટન્ટ કો- ઓર્ડિનેટર:- ૦૧
• આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટર:- ૦૩
• ઓફિસ સુપરિટેન્ડ:- ૦૧
• ઝોનલ ઇન્ચાર્જ:- ૦૫
• આર્ટ & ક્રાફ્ટ ટીચર:- ૦૫
• આસિસ્ટન્ટ ટીચર (પ્રિ- પ્રાયમરી):- ૦૨
• આસિસ્ટન્ટ ટીચર ( હાયર સેકન્ડરી):- ૦૮
• તેડાગર:- ૦૨
• લેક્ચરર (પી.ટી.સી.):- ૦૧
• ઇન્સ્ટ્રક્ટર(કોપા):- ૦૨
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત, તેમનો અનુભવ અને તેમની સ્કીલના આધારે ઇન્ટર્વ્યુ બેઝ પર કરવામાં આવશે. આ ભરતી માટે પસંદ થયેલાં ઉમેદવારોને કરાર આધારીત નોકરી માટે નિમણૂક અપાશે.
ઇન્ટર્વ્યુ માટે કયાં ડોક્યુમેન્ટ્સ સાથે રાખશો
• કોઈપણ એક ઓળખકાર્ડ ( આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે..)
• અભ્યાસને લગતી બધી માર્કશીટો
• અભ્યાસને લગતી ડીગ્રી
• જો અનુભવ ધરાવતા હોવ તો તેનું સર્ટીફિકેટ
• તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા
• હાલ બીજે ક્યાંક નોકરી ચાલુ હોય તો ત્યાંનું એન.ઓ.સી.
• પોસ્ટ પ્રમાણે અન્ય જરૂરી પુરાવાઓ
અરજી કેવી રીતે કરશો
ગુજરાત વિદ્યાપીઠમાં બહાર પડેલી ૧૫૨ જેટલી જગ્યાઓ માટે દરેક ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ https://www.gujaratvidyapith.org પર જઈને આ અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ અરજી ફોર્મ માત્ર તારીખ ૨૬ જુન, ૨૦૨૩ સુધી જ ભરી શકાશે, તેથી ગુજરાત વિદ્યાપીઠમાં નોકરી મેળવી કામ કરવા ઇચ્છતા ઉમેદવારોએ તારીખ ૨૬ જુન, ૨૦૨૩ પહેલાં અરજી ફોર્મ ભરીને સબમિટ કરી દેવું.