શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત આદિવાસી માધ્યમિક આશ્રમશાળાઓમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સંસ્થાનું નામ | આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા |
પોસ્ટનું નામ | વિદ્યાસહાયક |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 24 જૂન 2023 |
ઇન્ટરવ્યૂની તારીખ | 27 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://tribal.gujarat.gov.in/ |
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા ઘ્વારા 24 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે જે તે સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા દ્વારા વિદ્યા સહાયક એટલે કે ટીચરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા:
આદિવાસી માધ્યમિક આશ્રમ શાળામાં કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની જાહેરાતમાં કોઇ માહિતી આપવામાં આવી નથી પરંતુ આ ભરતી ગુજરાતમાં અલગ અલગ સ્થળે કરવાની હોવાથી ખાલી જગ્યા વધુ પણ હોઈ શકે છે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ 27 જૂન 2023 બપોરે 1 કલાકે છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ – પ્રમુખશ્રી, પંચમહાલ જિલ્લા પછાતવર્ગ કલ્યાણ મંડળ, મું – સાંકલી, પો – વડેવાલ, તા – ગોધરા, જી – પંચમહાલ, પીનકોડ – 389120 છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- ફોટો
- સહી
- તથા અન્ય
લાયકાત:
મિત્રો, આશ્રમ શાળા ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે એમ.એ બી.એડ તથા ટેટ-2 પાસ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.
પગારધોરણ
આદિવાસી માધ્યમિક આશ્રમશાળામાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવી શકે છે તથા ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવી શકે છે. વધુ માહિતી માટે 9426179213 તથા 8780704924 પર સંસ્થાનો સંપર્ક કરી લેવા વિનંતી.