ગુજરાતમાં ફરી જામશે ચોમાસું ! આ તારીખ બાદ પડી શકે છે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં ફરી જામશે ચોમાસું ! આ તારીખ બાદ પડી શકે છે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં 17 ઓગસ્ટ બાદ ચોમાસું ફરી સક્રિય થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓગસ્ટના અંત સુધીમાં સારો વરસાદ પડી શકે છે એટલું જ નહીં 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યાતાઓ પણ સેવાઈ રહી છે વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવે રાજ્યમાં ફરી ચોમાસું જામશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જો કે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં ફરી સારો વરસાદ નોંધાઈ શકે છે તેવું હવામાન વિભાગની આગાહી બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઓગસ્ટના અંત સુધી વરસાદી માહોલની શક્યતા

જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે વાતરવરણાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવા છાંટા પણ પડ્યો હાવોનું સામે આવ્યું છે. હવામાનની આગાહી મુજબ દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે જ્યારે ઓગસ્ટના બીજા સપ્તામાં સારો એવો વરસાદ પડી શકે છે


ગુજરાતમાં ફરી સક્રિય થઈ શકે છે ચોમાસું

મહત્વનું છે કે જૂલાઈ બાદ વરસાદને લાંબો વિરામ લીધો છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ગુજરાતમાં હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવામાં આવી રહી છે કેમ કે આ વર્ષે જોઈએ એવો સારો વરસાદ ન થતા ખેડૂતોના માથે સંકટ તોડાઈ રહ્યું છે જો વરસાદ નહીં પડે તો મોટી આપદા સર્જાઈ શકે છે ખેડૂતોના તૈયાર પાક સિંચાઈના અભાવે ખરાબ થઈ શકે છે એટલું જ નહીં આ વખતે ઓછો  વરસાદ પડતા રાજ્યમાં અનેક ચેક ડેમમાં પાણીની આવક થઈ શકી નથી જેથી ડેમમાં પાણીના સ્તર નીચે ગયા છે. ડેમમાં પીવાના પાણીને રિઝર્વ કરવામાં આવે તેવી નોબત આવી છે ત્યારે હવે જગતનો તાત વરસાદની રાહ જોઈને બેઠો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *