ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી

વરસાદી માહોલ જામ્યો છે, દક્ષિણ ભારતમાં મેઘરાજાનું દે ધનાધન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે VTV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 24 થી 26 જુલાઈ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. તો આ સાથે જ તેમણે એવું પણ અનુમાન વ્યક્ત કર્યું હતું કે, દક્ષિણ ગુજરાતની વરસાદી સિસ્ટમ ફંટાઈ છે.
ઓગસ્ટમાં સાર્વત્રિક વરસાદની વકી
અંબાલાલ પટેલે કહ્યું હતું કે, વરસાદી સિસ્ટમ સક્રિય થયા બાદ દરિયામાં અને ઓમાન તરફ જઈ રહી છે માટે હવે ઓગસ્ટની શરૂઆતમાં સાર્વત્રિક વરસાદ થઈ છે. સાથએ જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 3 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. તો ખેડૂતો માટે સારા સમાચાર છે કે, વરસાદ ભલે લંબાયો હોય પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેશે.
ગુજરાતમાં વધી શકે છે વરસાદનું જોર
લો પ્રશેર સર્જાવાને લીધે ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને શક્યાતાઓ જોવા મળી રહી છે સાથે જ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી શકે છે.આવતી કાલથી રાજ્યમાં ફરી ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ શકે છે અને આગામી દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 26મી જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ સહિત રાજ્યના મોટા શહેરમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાથી લઈને કેરળના દરિયા કિનારા સુધી સિસ્ટમ સક્રિય બનતા અતિથી ભારે વરસાદની આગાહી સેવાવવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આગાહી અનુસાર આવતીકાલે અમદાવાદ સહિત નવસારી, વલસાડ, ડાંગ, રવિવારે સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.