ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. લગભગ એક મહિનાથી ગુજરાત માંથી વરસાદ ગાયબ છે. જેને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહ્યાં છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની તાતી જરૂરિયાત છે. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમના માટે એક રાહતના સમાચાર આવ્યા છે.  ત્યારે આજે અને કાલે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

 

જાણો ક્યાં ક્યાં આવશે વરસાદ

જાણીતા એક્સપર્ટ અંબાલાલ પટેલે આગાહી કરી કે, રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની તાતિ જરૂરિયાત છે. ત્યારે તારીખ 14 અને 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં સારા વરસાદી ઝાપટા થવાની શકયતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા 14 અને 15 ઓગસ્ટ દરમિયાન સમયાંતરે ચાલુ જ રહેશે. જયારે બંગાળના ઉપસાગરનું વહન તારીખ 18 ઓગસ્ટથી સક્રિય થતા રાજ્યના અનેક ભાગોમાં તારીખ 19 ઓગસ્ટથી તેની અસર જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. તો તારીખ 21 થી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો અરવલ્લી, સાબરકાંઠા, મેહસાણા, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શકયતા છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.

સપ્ટેમ્બરમાં પણ વરસાદ સારો રહેશે

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં સરેરાશ સારા વરસાદના કારણે વરસાદની ઘટ પુરી થઈ શકે છે. તારીખ 25 થી 28 ઓગસ્ટ દરમિયાન પણ સારા વરસાદની શક્યતા છે. તો આગામી સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં પણ ગુજરાતમાં વરસાદ રહેશે. કોઈ-કોઈ ભાગોમાં 1 ઇંચ, તો કોઈ કોઈ ભાગોમાં 2 ઇંચથી વધારેનું પ્રમાણ રહી શકે છે. હમણાં બે ત્રણ દિવસ વરસાદી ઝાપટા પવન સાથે રહેશે. આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *