હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ કહ્યું કે, 15 ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. દક્ષિણ ગુજરાત, ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સારો વરસાદ થશે. 21થી 23 અને 25થી 28 ઓગસ્ટ વરસાદનું પ્રમાણ સારું રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની સાંભવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.
કાગાડોળે વરસાદની રાહ !
ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ ?
ગુજરાતમાં નદી-નાળામાં ક્યારે આવશે પાણી ?
ગામ અને શહેરમાં લોકો કાગાડોળે જોઇ રહ્યા છે વાટ!
વરસાદ ખેંચાતા ખેડૂતની સ્થિતિ બની કફોડી!
વરસાદ ન પડતા માલ મુરઝાઇ રહી છે !
શ્રવાણ મહિનો આવ્યો છતાં પણ નદી-નાળા છે ખાલી
હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તાર વરસાદ વિહોણા
વરસાદ નહીં પડે તો મોલત મુરજાઇ જશે !
સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર એક જ વાર થયો છે વરસાદ