ગુજરાતમાં AAPનો CM ચહેરો કોણ? જાણો મનીષ સિસોદિયાએ શું આપ્યો જવાબ

ગુજરાતમાં AAPનો CM ચહેરો કોણ? જાણો મનીષ સિસોદિયાએ શું આપ્યો જવાબ

સિસોદિયાએ કહ્યું કે ગુજરાતના રાજકારણમાં હવે બે જ પાર્ટીઓ રહેશે, આમ આદમી પાર્ટી અને ભાજપ. કોંગ્રેસ ક્યાંય મેદાનમાં જ નહીં હોય.

ડાયમંડના મોટા વેપારી AAPમાં જોડાયા 

સુરતમાં હીરા વેપારમાં મોટુ નામ ધરાવતા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની હાજરીમાં તેમણે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. પત્રકારોને સંબોધતા મહેશ સવાણીએ કર્યું કે આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ દિલ્લીમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધરી છે જ્યારે હાલમાં ગુજરાતમાં બધાના ધંધા ભાંગી પડ્યા છે. આ ઉપરાંત તેમણે ટિપ્પણી કરી કે સમાજના કામમાં ક્યારેય રાજકારણ ન થવું જોઈએ પરંતુ હાલમાં સમાજના કામમાં રાજકારણ થાય છે તો બીજી તરફ મનિષ સિસોદિયાએ સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે કરેલા કામોના વખાણ કર્યા અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી મજબુત બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.

હવે તો દિલ્હી જ નહીં ગુજરાતનું કામ પણ બોલવા લાગ્યું છે : સિસોદિયા

સિસોદિયાએ કહ્યું સુરતના લોકોએ આમ આદમી પાર્ટી પર ભરોસો વ્યક્ત કર્યો છે અને એક યંગ અને શિક્ષિત ટીમને લઈને આવ્યા છે ત્યારે અને જે પ્રકારે તે લોકો કામ કરી રહ્યા છે. અને હવે તો માત્ર દિલ્હી જ નહીં ગુજરાતનું કામ પણ બોલવા લાગ્યું છે. આજે ગુજરાતના કોર્પોરેટરોનું કામ બોલે છે. સિસોદિયાએ કહ્યું કે ગુજરાતના એક એક વ્યક્તિને આશા છે કે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં એક નવું રાજકારણ લઈને આવશે. સિસોદિયાએ કહ્યું કે ગુજરાતમાં એક જ પાર્ટી છેલ્લા 22થી 25 વર્ષથી સત્તામાં છે અને એક બીજી પાર્ટી છે જે જનતાની વચ્ચેથી નીકળીને સામે આવી છે. ગુજરાતમાં હવે જે ચૂંટણી થશે તે સત્તાધારી ભાજપ અને જનતાની પાર્ટી વચ્ચે જ થશે.

મુખ્યમંત્રી ચહેરા મુદ્દે સિસોદિયાએ આપ્યો આ જવાબ 

મનીષ સિસોદિયાને જ્યારે ગુજરાતમાં સીએમ ચહેરાને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ત્યારે મુખ્યમંત્રી પહેલા અમે જનતાની વચ્ચે જઈશું અને ચર્ચા કરવા માંગીએ છે કે આમ આદમી પાર્ટી કરશે શું? આમ આદમી પાર્ટી એ બધા જ કામ કરશે જેના સપના લોકો જોઈ રહ્યા છે. મુખ્યમંત્રી કોણ હશે તે ચૂંટણી પહેલા જ નક્કી થઈ જશે અને ગુજરાતના લોકો અને કાર્યકર્તાઓ તે નક્કી કરશે.

હવે કોંગ્રેસ ક્યાંય મેદાનમાં જ નહીં હોય”

નોંધનીય છે કે આ દરમિયાન સિસોદિયાએ કહ્યું કે ગુજરાતના રાજકારણમાં હવે બે જ પાર્ટીઓ રહેશે, આમ આદમી પાર્ટી અને ભાજપ. કોંગ્રેસ ક્યાંય મેદાનમાં જ નહીં હોય.

હું સમાજ સેવા કરવા માંગુ છું : સવાણી 

મહેશ સવાણીએ કહ્યું કે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો તે પહેલા દસમાંથી પાંચ લોકોએ એવી સલાહ આપી કે જૉ તમે રાજકારણમાં જશો તો બીજી પાર્ટી તમને હેરાન કરશે અને તમારા બિઝનેસ પર અસર થશે. મારે સેવા કરવી છે અને સેવા કરવા માટે કામ કરીશ. હું ગરીબની ઝૂંપડીમાં બેસવાવાળો માણસ છું.

જેલમાં જવું તો વાંધો નહીં, કફન બાંધીને નીકળ્યો છું : સવાણી

 
મહેશ સવાણીએ કહ્યું કે મારે સેવા કરવી છે અને તે માટે જેલમાં જવું પડે તો પણ વાંધો નથી. મને ગોળી મારી દેશે તો પણ વાંધો નથી કારણ કે મેં મારી જિંદગી જીવી લીધી છે. સમાજના કામમાં ક્યારેય રાજકારણ ન થવું જોઈએ પરંતુ હવે સમાજના કામમાં પણ રાજકારણ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીને મેં સેવા કરતાં જોઈ છે એટલે હું જોડાયો છું.

ભાવુક થયા સવાણી

નોંધનીય છે પત્રકાર પરિષદ દરમિયાન કોરોનાકાળનો એક અનુભવ વ્યક્ત કરી રહેલા મહેશ સવાણી ભાવુક થઈ ગયા હતા. સવાણીએ કહ્યું કે સૌરાષ્ટ્રમાં કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ કર્યા. પરંતુ તમે કઈ પાર્ટી સાથે જોડાયેલા છો તે સવાલ કરી કરીને સેન્ટર બંધ કરી દેવા પડ્યા અમને પરવાનગી ન આપી. એક કાકાને મેં મારી નજરે મરતા જોયા. મહેશ સવાણીએ ભારપૂર્વક કહ્યું કે હું માથે કફન બાંધીને નીકળ્યો છું અને જેલમાં જવું પડે તો પણ તૈયાર છું. દિલ્હી સરકારની એજ્યુકેશન અને મેડિકલ ક્ષેત્રની કામગીરી જોઈ છે એટલે હું પાર્ટીમાં જોડાયો છું.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.