ગુજરાતમાં આવતીકાલથી બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાશે

Posted by

ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે, આ વખતે આ ‘બિપરજૉય’ નામના વાવાઝોડાએ તંત્રના શ્વાસ અધ્ધર કરી દીધા છે. હવામાન વિભાગ અનુસાર ‘બિપરજૉય’ વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ‘બિપરજૉય’ વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે. આ વાવાઝોડાના કારણે દરિયાઈ કાંઠા વિસ્તારમાં પવનની ગતિમાં જબરદસ્ત વધરો જોવા મળશે.

ખાસ વાત છે કે, હાલમાં પૂર્વમધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરના  ચક્રવાતી વાવાઝોડાને ‘બિપરજૉય’ (જેને “બિપોરજોય” તરીકે ઉચ્ચારવામાં આવે છે) ના નામથી ઉચ્ચારવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો, આ ‘બિપરજૉય’ વાવાઝોડાનો શું છે અર્થ, અને ‘બિપરજૉય’નો શું છે મતલબ. નહીં ને, જાણો અહીં…..

‘બિપરજૉય’નો શું છે અર્થ – 

વિશ્વ હવામાન સંગઠન દ્વારા દુનિયામાં થતા મોટા હવામાનના ફેરફારોની વિગતો પર નજર રાખવામાં આવે છે. આ સંગઠનના સભ્યોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. બિપોરજોય વાવાઝોડાનું નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે. આ સાથે બંગાળની ખાડીમાં જો વાવાઝોડું બને તો તેને તેજ નામ ભારત દ્વારા આપવામાં આવી રહ્યું છે.

અંગ્રેજીમાં Biparjoy લખાતું વાવાઝોડાના નામનું ઉચ્ચારણ ‘બિપરજૉય’ (বিপর্যয়) થાય છે. જેનો અર્થ આપત્તિ થાય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં થતા વાવાઝોડાના નામ ભારત સહિત કુલ 13 દેશો દ્વારા આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે વાવાઝોડું આકાર લે તે પહેલાથી જ તેના નામ પાડી દેવામાં આવ્યા હોય છે. એટલે કે 13 દેશોઓ દ્વારા સૂચિત કરવામાં આવેલા નામ વાવાઝોડું બને એટલે તેને આપવામાં આવતા હોય છે. જેમ કે ભારતે અગાઉથી તેજ નામ આપેલું છે. આ રીતે મોલદિવે મિધિલી અને ઈરાને હામૂન નામ આપેલા છે.

અંબાલાલ પટેલની આગાહીઃ

અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા ચક્રવાત અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબ સાગરમાં મહાકાય ચક્રવાત બનશે. આ ચક્રવાતમાં પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. દરિયાથી 1 હજાર માઈલ દૂર સુધી ચક્રવાતની અસર જોવા મળી શકે છે. આ ચક્રવાત ઓમાન અથવા પાકિસ્તાન તરફ જઈ શકે છે. આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ ચક્રવાતની વધુ અસર જોવા મળશે. ભાવનગરથી પોરબંદર અને કચ્છના દરિયા કિનારે આ ચક્રવાતની અસર થશે. આ ચક્રવાતના કારણે ચોમાસુ થોડું મોડું બેસી શકે છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર બીપરજોય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *