નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે ફરી એક ઉત્તમ તક સામે આવી છે. ગૃહ મંત્રાલયે બેચલર કક્ષાએ 797 જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર (JIO) અને ગ્રેડ 2 (ટેકનિકલ)ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે એક ખાલી જગ્યા જાહેર કરી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે. આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 3 જૂન 2023 થી શરૂ થઈ ચૂકી હતી. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂન, 2023 છે. તેથી જે પણ ઉમેદવાર આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે, તે ગૃહ મંત્રાલયની આ સત્તાવાર વેબસાઇટ – mha.gov.in પર જઈ શકે છે અને સમયસર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આપને જણાવી દઈએ કે હવે રજિસ્ટ્રેશન કરવા માટે માત્ર 3 દિવસ બાકી છે.
અરજી કરવા માટે જરૂરી લાયકાત
ગૃહ મંત્રાલયની આ ખાલી જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારો પાસે ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ડિગ્રી હોવી જોઈએ. ફિઝીક્સ અને ગણિતમાં બીએસસીની લાયકાત ધરાવતા અને કમ્પ્યુટર એપ્લિકેશનમાં બેચલર ડિગ્રી ધરાવતા અરજદારો પણ આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે પાત્ર બની શકે છે.
મળશે આકર્ષક પગાર
આ પોસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારોને 30,000 રૂપિયાથી લઈને 81,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
કઇ રીતે કરી શકો છો ઓનલાઇન અરજી
સૌથી પહેલાં ગૃહ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ mha.gov.in પર જાવ
તમારી લાયકાત અનુસાર મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સ રીક્રૂટમેન્ટ નોટિફિકેશન જુઓ.
ત્યાર બાદ ઓનલાઇન ફોર્મને એક્સેસ કરવા માટે રજિસ્ટર અથવા એપ્લાય નાઉ બટન પર ક્લિક કરો.
હવે તમારું એપ્લિકેશન ફોર્મ ભરો અને ફીની ચૂકવણી કરો
અરજી કર્યા બાદ ફોર્મની એક પ્રિન્ટ તમારી પાસે જરૂર રાખો. જેથી ભવિષ્યમાં તેનો રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકાય.