ગ્રામીણ ક્ષેત્રીય બેંકોમાં નીકળી ૮૬૧૨ જેટલી જગ્યાઓ પર નોકરીઓ, આજે જ એપ્લાય કરો

Posted by

ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન રિઝનલ રુરલ બેંક્સ (IBPS RRB) દ્વારા ૮૬૧૨ જેટલી વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ IBPS RRB દ્વારા બહાર પાડવામાં આવેલી ઘણી જ મોટી ભરતી કહી શકાય. લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલા અને ખાસ કરીને બેંકિંગ ક્ષેત્રમાં જ પોતાની કારકિર્દી ઘડવા માટે ઉત્સુક યુવાનો માટે આ એક સુવર્ણ તક સામે આવી છે. આજે જ આ જગ્યાઓ માટે અરજી કરો પોતાની ઉમેદવારી નોંધાવો. ગ્રામીણ બેંકોમાં નોકરી માટેની આ ભરતી માટે તારીખ ૧ જુન, ૨૦૨૩ થી ઓનલાઇન અરજીઓ મંગાવવાની શરૂ થઈ ગઈ છે. જાણો વિગતવાર કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે.

કયાં વિભાગમાં કેટલી જગ્યાઓ અને તેને અનુરૂપ શૈક્ષણિક લાયકાત

1) Office Assistant (Multipurpose):- કુલ જગ્યા:- 5338

શૈક્ષણિક લાયકાત:- Any Graduate
અનુભવ:- ૦ વર્ષ (કોઈ અનુભવ જરૂરી નથી)

2) Officer Scale I (Assistant Manager) :- કુલ જગ્યા:- 2485

શૈક્ષણિક લાયકાત:- Any Graduate
અનુભવ:- ૦ વર્ષ (કોઈ અનુભવ જરૂરી નથી)

3) Officer Scale II General Banking Officer:- કુલ જગ્યા:- 332

શૈક્ષણિક લાયકાત:- Any Graduate
અનુભવ:- કોઈપણ નાણાકિય સંસ્થામાં કામ કરવાનો ૨ વર્ષનો અનુભવ

4) Officer Scale II (IT):- કુલ જગ્યા:- 68

શૈક્ષણિક લાયકાત:- BE in EC/Computer Science/IT
અનુભવ:- જગ્યાને અનુરૂપ ક્ષેત્રમાં કામ કરવાનો ૧ વર્ષનો અનુભવ

5) Officer Scale II (CA) :- કુલ જગ્યા:- 18

શૈક્ષણિક લાયકાત:- Certified Associate from Institute of CA in India
અનુભવ:- જગ્યાને અનુરૂપ ક્ષેત્રમાં કામ કરવાનો ૧ વર્ષનો અનુભવ

6) Officer Scale II (Law) :- કુલ જગ્યા:- 24

શૈક્ષણિક લાયકાત:- Degree in Law
અનુભવ:- જગ્યાને અનુરૂપ ક્ષેત્રમાં કામ કરવાનો ૨ વર્ષનો અનુભવ

7) Officer Scale II (Treasury Manager):- કુલ જગ્યા:- 08

શૈક્ષણિક લાયકાત:- CA or MBA in finance
અનુભવ:- જગ્યાને અનુરૂપ ક્ષેત્રમાં કામ કરવાનો ૧ વર્ષનો અનુભવ

8) Officer Scale II (Marketing Officer):- કુલ જગ્યા:- 03

શૈક્ષણિક લાયકાત:-MBA in Marketing
અનુભવ:- જગ્યાને અનુરૂપ ક્ષેત્રમાં કામ કરવાનો ૧ વર્ષનો અનુભવ

9) Officer Scale II (Agriculture)- કુલ જગ્યા:- 60

શૈક્ષણિક લાયકાત:- Graduate in Agriculture/Horticulture/Dairy/Animal Husbandry/Forestry/Veterinary Science
અનુભવ:- જગ્યાને અનુરૂપ ક્ષેત્રમાં કામ કરવાનો ૨ વર્ષનો અનુભવ

10) Officer Scale III (Senior Manager):- કુલ જગ્યા:- કુલ જગ્યા:- 73

શૈક્ષણિક લાયકાત:- Any Graduate
અનુભવ:- કોઈપણ નાણાકિય સંસ્થામાં કામ કરવાનો ૫ વર્ષનો અનુભવ

Age Limit

For Office Assistant (Multipurpose) :- 18 years to 28 years
For Officer Scale-I:- 18 years to 30 years
For Officer Scale-II:-21 years to 32 years
For Officer Scale-III:- 21 years to 40 years

પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે

• Officer Scale-I માટે ત્રણ તબક્કામાં પરીક્ષા લેવાયા બાદ ઉમેદવારની પસંદગી થશે. જેમાં પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષાનો, બીજો તબક્કો મુખ્ય પરીક્ષાનો અને ત્રીજો તબક્કો રૂબરુ મુલાકાતનો રહેશે.
• Officer Scale-I, II, III માટે એક જ પરીક્ષા લેવાશે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાં ઉમેદવારોને રૂબરુ મુલાકાત માટે બોલાવવામાં આવશે.
• Office Assistant માટે બે તબક્કામાં પરીક્ષા લેવાશે. જેમાં પ્રથમ તબક્કામાં પ્રાથમિક પરીક્ષા અને બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.
જેમને રૂબરુ મુલાકાત માટે બોલાવવાના છે તેમની પસંદગી રૂબરુ મુલાકાતના પરીણામ પછી થશે અને જેમને માત્ર બે જ તબક્કામાં પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા આપવાની છે, તેમની પસંદગી મેરીટના આધારે થશે.

કેટલીક ધ્યાનમાં રાખવા જેવી અગત્યની તારીખો

• ઓનલાઇન અરજી કરવાની શરૂઆત:- ૧ જુન, ૨૦૨૩

• ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ:- ૨૧ જુન, ૨૦૨૩

• પ્રાથમિક પરીક્ષાની ટ્રેનીંગ માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ:- ૧૦ જુલાઈ, ૨૦૨૩

• પ્રાથમિક પરીક્ષાની ટ્રેનીંગની તારીખ:- ૧૭ જુલાઈ થી ૨૨ જુલાઈ, ૨૦૨૩ દરમિયાન

• પ્રાથમિક પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ:- જુલાઈ/ઑગસ્ટ સંભવિત માસ

• પ્રાથમિક પરીક્ષાની ટ્રેનીંગની તારીખ:- ઑગસ્ટ, ૨૦૨૩

• મુખ્ય પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ:- સપ્ટેમ્બર, ૨૦૨૩

• મુખ્ય પરીક્ષાની ટ્રેનીંગની તારીખ:-સપ્ટેમ્બર, ૨૦૨૩

• મુખ્ય પરીક્ષાનું સંભવિત પરીણામની તારીખ:- ઑક્ટોબર, ૨૦૨૩

• ઇન્ટરવ્યુ માટે કોલ લેટરની તારીખ:- ઑક્ટોબર/નવેમ્બર, ૨૦૨૩

• ઇન્ટરવ્યુ માટેની તારીખ:- ઑક્ટોબર/નવેમ્બર, ૨૦૨૩

• પ્રોવિઝનલ ઍલોટમેન્ટની તારીખ:- જાન્યુઆરી. ૨૦૨૩

અરજી કેવી રીતે કરશો

IBPS RRB દ્વારા આ ઘણી મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે લેવાનાર પ્રાથમિક પરીક્ષાની ટ્રેનિંગ પણ IBPS RRB દ્વારા ઉમેદવારોને આપવામાં આવશે. એટલે બેંકિંગ ક્ષેત્રે ઉજ્જ્વળ કારકિર્ડી બનાવવા મથતાં યુવાનોએ IBPS RRB ની ઓફિશિયલ વેબસાઇટ www.ibps.in પર તારીખ ૨૧ જુન, ૨૦૨૩ પહેલાં ઓનલાઇન અરજી કરીને મોકલવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *