ઉચ્ચ પગારધોરણની રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થિઓ માટે GPSC એ મહત્ત્વનો વિકલ્પ છે. GPSC એ હાલમાં જ વિવિધ વિભાગો માટે નવી ભરતી બહાર પાડી છે જે ઘણા લાંબા સમથી તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બની શકે એમ છે. જાણો શું છે આ ભરતી અને તેમાં ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા.
GPSC એ જ.ક્ર. ૦૧/૨૦૨૩-૨૪ થી જા.ક્ર. ૧૦/૨૦૨૩-૨૪ માટે તારીખ ૧૫/૦૫/૨૦૨૩ થી તારીખ ૩૧/૦૫/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી મંગાવી છે.
જગ્યા અને તેને અનુરૂપ લાયકીધોરણ
1) અધિક્ષક, અભિલેખાગાર નિયામકની કચેરી, વર્ગ-૨ :- કુલ જગ્યા- ૦૪ અને શૈક્ષણિક લાયકાત Post Graduate, આ જગ્યા માટે ૫ વર્ષનો અનુભવ જરૂરી છે.
2) નાયબ બાગાયત નિયામક, વર્ગ-૧ :- કુલ જગ્યા- ૦૬ અને શૈક્ષણિક લાયકાત PHD/Post Graduate, આ જગ્યા માટે ૩ થી ૫ વર્ષનો અનુભવ જરૂરી છે.
3) બાળલગ્ન પ્રતિબંધ અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વર્ગ-૨ :- કુલ જગ્યા- ૦૭ અને શૈક્ષણિક લાયકાત Post Graduate, આ જગ્યા માટે ૩ વર્ષનો અનુભવ જરૂરી છે.
4) ટેકનીકલ ઓફિસર, ગુજરાત બોઇલર સેવા, વર્ગ-૨ :- કુલ જગ્યા- ૦૧ અને શૈક્ષણિક લાયકાત Diploma Mechanical, BE or B.TEC Mechanical આ જગ્યા માટે ૫ વર્ષનો અનુભવ જરૂરી છે.
5) ઈ.એન.ટી સર્જન (તજજ્ઞ), વર્ગ-૧ :- કુલ જગ્યા- ૧૫ અને શૈક્ષણિક લાયકાત DNB/PG/PG-Diploma, આ જગ્યા માટે ૨ વર્ષનો અનુભવ જરૂરી છે.
6) નાયબ નિયામક (હોમિયોપેથી), વર્ગ-૧ :- કુલ જગ્યા- ૦૧ અને શૈક્ષણિક લાયકાત Post Graduate, આ જગ્યા માટે ૭ વર્ષનો અનુભવ જરૂરી છે.
7) ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૧, ન.જ.પા અને ક. વિભાગ ; કુલ જગ્યા- ૦૨ અને શૈક્ષણિક લાયકાત Post Graduate, આ જગ્યા માટે ૫ વર્ષનો અનુભવ જરૂરી છે.
8) ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર, વર્ગ-૨ :- કુલ જગ્યા- ૦૫ અને શૈક્ષણિક લાયકાત Post Graduate, આ જગ્યા માટે ૨ વર્ષનો અનુભવ જરૂરી છે.
9) કાયદા અધિક્ષક (જુનિયર ડ્યુટી), વર્ગ-૨ :- કુલ જગ્યા- ૦૩ અને શૈક્ષણિક લાયકાત LLB (SP, 3 years, INT), આ જગ્યા માટે ૩ વર્ષનો અનુભવ જરૂરી છે.
10) નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વર્ગ-૧ :- કુલ જગ્યા- ૦૩ અને શૈક્ષણિક લાયકાત BE or B.TEC Mechanical, Electrical, Chemical Engineering, આ જગ્યા માટે ૮ વર્ષનો અનુભવ જરૂરી છે.
કઇ રીતે થશે પસંદગી?
આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારોએ સૌથી પહેલા લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે ત્યાર બાદ પર્સનલ ઇન્ટરવ્યૂમાં પાસ થયેલા ઉમેદવારો નોકરી મેળવવા પાત્ર રહેશે
અરજી કઈ રીતે કરવાની રહેશે?
સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.