ગોલ્ડન બોય શરમાયો:નીરજ ચોપરા સાથે લાઈવ ઈન્ટરવ્યૂમાં RJ સહિત છોકરીઓએ કર્યું ફ્લર્ટિંગ, ‘ઉડે જબ જબ ઝુલ્ફે તેરી’ પર ડાન્સ કરીને કહ્યું- વધારે તો નથી થઈ ગયું ને

Posted by

ટોક્યો ઓલિમ્પિકની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા અત્યારે અવાર-નવાર સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે. તાજેતરમાં નીરજ ચોપરાએ એક FMની RJને વર્ચ્યૂઅલી ઈન્ટર્વ્યૂ આપ્યો હતો. જેમાં ચોપરાને જોતા જ FMમાં કાર્યરત મહિલા સ્ટાફ મેમ્બર્સ ડાન્સ કરવા લાગી હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યો છે.

ઉડે જબ..જબ..ઝુલ્ફે તેરી…સોન્ગ પર ડાન્સ કર્યો

નીરજ ચોપરાએ એક FM ચેનલને ઓનલાઇન ઈન્ટર્વ્યૂ આપ્યું હતું. જે દરમિયાન FM ચેનલમાં હાજર તમામ મહિલા સ્ટાફ મેમ્બર્સે નીરજને સંબોધીને ઉડે જબ..જબ..ઝુલ્ફે તેરી સોન્ગ પર ડાન્સ કર્યો હતો. તેમના ડાન્સને જોઇને નીરજ ચોપરા પણ શરમાઈ ગયો હતો. ગોલ્ડન બોય શરમાઈ જતા RJ મલિશ્કાએ તેને પૂછ્યું કે અમે તમારી વધારે પડતી છેડતી તો નથી કરી ને! તો નીરજે શરમાઈને માત્ર થેન્ક્યૂ-થેન્ક્યૂ કહ્યું હતું.

રણદીપ હુડા છે નીરજનો ફેવરિટ એક્ટર

તાજેતરમાં નીરજ ચોપરાએ બ્રૂટને આપેલા ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે રણદીપ હુડા મારો ફેવરિટ એક્ટર છે. મેં રણદીપના મોટાભાગના મૂવીઝ જોયા છે. જેમાંથી લાલ રંગ મૂવીના ડાયલોગ્સ મને બઉં ગમે છે.

અત્યારે મારુ ફોકસ માત્ર સ્પોર્ટ્સ પર છે

મીડિયા અહેવાલો પ્રમાણે નીરજ ચોપરાને જ્યારે લગ્ન સંબંધી સવાલો પૂછવામાં આવ્યા હતા, ત્યારે તેણે કહ્યું હતું કે અત્યારે મારુ ફોકસ માત્ર સ્પોર્ટ્સ જગતમાં દેશનું નામ રોશન કરવા પર છે. નીરજે ગોલ્ડ જીત્યા પછી તેની મહિલા ફેન્સ પણ વધી ગઈ છે, આ અંગે તેણે કહ્યું હતું કે મને દેશવાસીઓ દ્વારા જે સમર્થન મળી રહ્યું છે તે અવિશ્વસનીય છે. હું ઘણો ખુશ છું.

હું સિંગલ છું, કોઇપણ ગર્લફ્રેન્ડ નથી

નીરજને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે લગ્ન ક્યારે કરશો? ત્યારે તેમણે જણાવ્યું હતું કે અત્યારે તો મારું ફોકસ માત્ર મારી કારકિર્દી પર રહેલું છે. આ બધી વસ્તુઓ તો ચાલતી રહેશે. પરંતુ અત્યારે હું સ્પોટ્સ પર ધ્યાન આપવા માગુ છું, મારી કોઇ ગર્લફ્રેન્ડ નથી.

નિરજ ચોપરાએ લવ-મેરેજ અંગે કર્યો ઘટસ્ફોટ

લવ અથવા અરેન્જ મેરેજના સવાલનો જવાબ આપતા નીરજ ચોપરાએ કહ્યું કે જો મારા માતા-પિતા કોઇ છોકરી સાથે મારા લગ્ન નક્કી કરશે તેમા પણ મને વાંધો નથી અને મારે લવ મેરેજ કરવા હશે તો પણ મને કંઈ વાંધો નથી. વધુમાં નીરજે જણાવ્યું હતું કે જો મને કોઇ છોકરી સાથે પ્રેમ થશે તો હું મારા પરિવારને આ અંગે જાણ કરી દઇશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *