ઘરમાં પડેલો ગોળનો આ રીતે કરો ઉપયોગ વાળ બનશે એકદમ સિલ્કી અને ખરતા થશે બંધ.

વાળ માટે કેમિકલ્સનો બને એટલો ઓછો ઉપયોગ કરોઆ એક હેર પેક વાળને બનાવશે એકદમ સોફ્ટ અને સિલ્કી ઘરેલૂ ઉપાયો કરીને વાળને હેલ્ધી રાખી શકાય છે અત્યારની ખરાબ જીવનશૈલી અને અયોગ્ય ખાનપાનને કારણે ભાગ્યે જ એવું કોઈ હશે જેને વાળ સંબંધી કોઈ સમસ્યા ન હોય. વાળની સમસ્યાઓ દિવસને દિવસે વધી રહી છે. મહિલાઓની સાથે પુરૂષો અને બાળકોમાં પણ વાળની સમસ્યાઓ જોવા મળી રહી છે. એવામાં જે લોકો કેમિકલ ટ્રીટમેન્ટ કરાવે છે તેમના વાળ વધુ જલ્દી ખરાબ થવા લાગે છે. શરૂઆતમાં આ ટ્રીટમેન્ટ્સની સારી ઈફેક્ટ દેખાય છે પરતુ સમય જતા તેનાથી વાળને ખૂબ જ નુકસાન થાય છે. જેથી આજે અમે તમને એવા ખાસ હેર પેક વિશે જણાવીશું, જેને જો મહિલા અને પુરૂષો બંને લગાવશે તો વાળમાં કેમિકલ્સવાળા કંડીશનલ લગાવવાવી જરૂર નહીં પડે અને વાળ નેચરલી સોફ્ટ અને સિલ્કી થશે.
સારાં વાળ માટે હેર પેક લગાવવો ખૂબ જ જરૂરી છે. જેથી સપ્તાહમાં એકવાર કોઈપણ નેચરલ હોમમેડ હેર પેક અવશ્ય લગાવો. તેનાથી વાળને પોષણ મળશે અને વાળ હેલ્ધી અને લાંબા થશે, સાથે જ ખરવાના બંધ થશે. સોફ્ટ અને સિલ્કી વાળ માટેનો હેર પેક
એક બાઉલમાં 1 કેળું લઈને મેશ કરી લો. પછી તેમાં 1 ચમચી જેતૂનનું તેલ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં 30 મિનિટ સુધી લગાવી શેમ્પૂ કરી લો. આનાથી વાળ સિલ્કી, સ્મૂધ અને શાઈની બનશે.રાતે આટલું ધ્યાન રાખો
વાળને રાતે ક્યારેય ભીના રાખવા નહીં અને ટોવેલથી ઘસીને લૂછવા નહીં. તેનાથી વાળને નુકસાન થાય છે અને વાળ વધુ પ્રમાણમાં ખરવા લાગે છે અને રફ થઈ જાય છે.વાળને હેલ્ધી રાખવા માટે સૌથી પહેલાં વાળને અનુરૂપ યોગ્ય શેમ્પૂ પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. જેથી તમારા વાળને નુકસાન ન થાય અને વાળ હેલ્ધી રહે.