આમ તો ગોળ કુદરતી પોષકતત્વોથી ભરપૂર હોય છે. મીઠો ગોળ અનેક લોકોનો ફેવરિટ હોય છે. કેમ કે સ્વાદિની સાથે સાથે તેના આરોગ્ય વિષયક ફાયદા પણ છે. જેવા કે મેટાબોલિઝમને સુધારે, શરીરમાં એનર્જી અથવા શક્તિનો સંચાર કરે. આયુર્વેદમાં તો ગોળનો ઉપયોગ ચિંતા, માથાનો દુખાવો, પાચનની સમસ્યા અને થાક લાગવાની સમસ્યામાં ભરપૂર કરવામાં આવે છે. જોકે ગોળના બધા ફાયદા જ નથી. તેનું નુકસાન પણ છે. તમે કઈ ક્વોલિટીનો ગોળ ખાવ છો, તમારું શરીર અને હેલ્થ હિસ્ટ્ર્રી જેવા અનેક મુદ્દે આધાર રાખે છે.
પ્રત્યેક ૧૦૦ ગ્રામ ગોળમાં ૩૮૫ કેલેરીઝ હોય છે. જેથી જે લોકો ડાયેટ કરતા હોય તેમના માટે ગોળ નથી. જોકે રોજ થોડો થોડો ખાવ તો તેનાથી એકમદ વજન નથી વધી જતું. પરંતુ જો તમે વધુ પડતો ગોળ ખાતા હોવ તો વજન વધી શકે છે. તેમાં સુગર અને કાર્બ્સ ખૂબ વધુ પ્રમાણમં હોય છે. ભલે તેમાં પોષક તત્વો વધુ પ્રમાણમાં છે પરંતુ જો ડાયેટિંગ પર હશો અને ગોળ ખાતા હશો તો ડાયેટિંગનો કશો ફરક નહીં પડે.
બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક
કોઈ પણ મીઠાઈ અથવા ઠંડીમાં ખવાતા પાક પચવામાં ભારે હોય છે, પણ જો એ ગોળ નાખીને બનાવવામાં આવે તો સહેલાઈથી પચી શકે છે; કારણ કે ગળ પાચન માટે ઉત્તમ છે. તે બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે ગોળ
ડાયાબિટીસના દરદીઓને ગોળનું ગળપણ નુકસાન નથી કરતું એ પણ એક ગેરસમજણ જ છે. છેલ્લે તો એ ગળ્યો જ છે તેથી બ્લડ શુગર વધારે જ છે. હા, જો તમે ડાયાબિટીસ દરદી તરીકે ચામાં થોડી મીઠાશ લેવાની ઇચ્છા ધરાવતા હો તો સાકરની જગ્યાએ ગોળ ખાવાથી સ્વાસ્થ્યને ઓછી હાનિ પહોંચશે.
જાણો ગોળના પ્રકાર
ગોળ તો બહુ સારો એવું માનતાં પહેલાં બજારમાં મળતા ગોળ અને એના પ્રકાર જાણી લેવા જરૂરી છે. બજારમાં બે પ્રકારના ગળ ઉપલબ્ધ છે; શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો ગોળ અને બીજો એકદમ ઘેરા ચૉકલેટી રંગ જેવો ગોળ. બન્નેના સ્વાદમાં પણ તફાવત હોય છે. ઘેરા રંગનો પ્રાકૃતિક, ઑર્ગેનિક અથવા દેશી ગોળ તરીકે ઓળખાતો આ ગોળ થોડો મોળો અને ખારાશવાળો હોય છે જ્યારે પીળા ગોળમાં ગળપણ વધુ હોય છે, તેથી આ નૉન ઑર્ગેનિક છે