ગોળ અને જીરા નું પાણી પીવાના જબરદસ્ત ફાયદા

જીરું અને ગોળ બન્ને શરીરને સ્વસ્થ રાખે છે. તેમાથી મળનારા ખનિજ પદાર્થ અને પોષક તત્વ લાલ રક્તકણો વધારવામાં મદદ કરે છે. જીરાના પાણીમાં ગોળમાં નાખીને પીવાખથી લોહીની ઉણપની સાથે શરીરમાં ઘણી બિમારીઓથી પણ બચી શકાય છે. રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ જીરા અને ગોળનું પાણી પીવાથી ઘણાં ફાયદા થાય છે. તો આવો જોઇએ શુ ફાયદા થાય છે.
સામગ્રી
2 કપ – પાણી
1 ચમચી – ગોળ
1 ચમચી – જીરું
બનાવવાની રીત
ગોળ અને જીરાનું પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો. તેમા 1 ચમચી ગોળ અને 1 ચમચી જીરું ઉમેરી તેને ઉકાળો. તે બાદ આ પણીને ઠંડુ થવા દો. સાવરે ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરવાથી ઘણાં ફાયદા થાય છે.
ફાયદા
જીરા અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે. રોજ સવારે 1 ગ્લાસ જીરું અને ગોળનું પાણી તમે ડાયેટમાં સામેલ કરી શકો છો.એક ગ્લાસ પાણીમાં 1 મોટી ચમચી જીરું અને ગોળ મિક્સ કરીને ઉકાળી લો. રોજ તેનું સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. તમે ગોળની ચા પણ બનાવી શકો છો.
ઘણી વાર લોહીમાં અનેક ઝેરી પદાર્થ આવી જાય છે. જેને શરીરમાંથી બહાર નીકાળવા ખૂબ જરૂરી હોય છે. આ ઝેરી પદાર્થોને બહાર નીકાળવામાં ગોળ અને જીરું ખૂબ સહાયક છે.જ્યારે ઘણી મહિલાઓને માસિક ધર્મ દરમિયાન દુખાવો તેમજ અનિયમિતતા રહે છે. રોજ ગોળ અને જીરાના પાણીનું સેવન કરવાથી આ સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.શિયાળામાં સાંધાનો દુખાવો થવો સામાન્ય વાત છે. જેથી દરરોજ એક ગ્લાસ જીરાના પાણીમાં ગોળ, પીઠ, કમર અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.
જીરું અને ગોળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેથી શરીરને ઉર્જા મળે છે. શરીરમાં ઉર્જાનું પ્રમાણ યોગ્ય રાખવા માટે સવારે ભૂખ્યા પેટે ગોળ અને જીરાના પાણીનું સેવન કરવું જોઇએ.શરીરમાં લોહીની ઉણપ તેમજ એનીમિયાની સમસ્યા થવા પર ગોળ અને જીરાનું પાણી પીવું જોઇએ. જેમા રહેલા પોષક તત્વ લોહીમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે.