વ્રજભૂમિના કણ-કણમાં શ્રીકૃષ્ણમાં સમાયેલા છે. વ્રજભૂમિ શ્રીકૃષ્ણની લીલાઓ અને તેમના ચરણોથી પવિત્ર અને શુદ્ધ છે. અહીં તમને દરેક જગ્યાએ ચમત્કારો જ ચમત્કારો જોવા મળશે. વ્રજભૂમિમાં ગોકુલના રમણરેતી મંદિરમાં ચારે બાજુ રેતી છે. જે ભક્ત અહીં દર્શન કરવા આવે છે તે રેતીમાં આળોટ્યા વિના નથી જતા. ફાગણ મહિનામાં અહીં ભક્તોની ભારે ભીડ હોય છે. એવું માનવામાં આવે છે કે બાળ ગોપાલ બાળપણમાં અહીં રમતા હતા અને રેતીમાં સૂતા હતા. તેથી, આ માટી વિશે એક અદભૂત માન્યતા છે.
દ્વાપર યુગમાં બાળ ગોપાલના સમયે રમણ બિહારી મંદિરની જગ્યાએ જંગલ હતું અને ભગવાન શ્રીકૃષ્ણ આ જગ્યાએ તેમના સખાઓ સાથે રમતા હતા. એક દિવસ જ્યારે બાળ ગોપાલ રમી રહ્યા હતા ત્યારે ગોપીઓએ તેનો બોલ ચોરી લીધો. પછી ભગવાને રેતીનો જ એક બોલ બનાવ્યો અને તેની સાથે રમવા લાગ્યા. તેથી, આ માટી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ રેતીથી ઘણા રોગો પણ દૂર થઇ જાય છે.
મંદિરના પૂજારીએ કહ્યું કે રેતીનો બોલ બનાવીને અને એકબીજાને મારીને, વ્યક્તિને પુણ્ય મળે છે અને તમામ દુઃખ અને કષ્ટ દૂર થાય છે. ભક્તો અહીં આવીને રેતીમાં આળોટે છે જેથી આ પવિત્ર માટીથી તેઓ પણ પવિત્ર થઈ શકે. કારણ કે બાળ કૃષ્ણ અહીં ચાલતા અને રમતા હતા, જેના કારણે આ સ્થળ પવિત્ર છે. લોકો મંદિરની રેતીમાં ખુલ્લા પગે ચાલે છે કારણ કે રેતીમાં કાંકરા નથી અને ખુલ્લા પગે ચાલવામાં પણ કોઈ અસુવિધા પણ નથી થતી. થોડીવાર ખુલ્લા પગે ચાલ્યા પછી તમને પણ સારું લાગવા લાગશે.
રમણરેતીની આ રેતી ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. ઘણા લોકો આ રેતીને પોતાની સાથે લઇ જાય છે. કહેવાય છે કે અહીંની રેતી ઘૂંટણ અને સાંધા પર રાખવાથી તમામ દુઃખાવા દૂર થઇ જાય છે. રમણરેતી આવતા ભક્તો માટીનું તિલક પણ લગાવે છે, જેમને શ્રીકૃષ્ણના ચરણોની રજ કપાળ પર લગાવવાની લાગણી થતી હોય છે. સંત આત્માનંદ ગિરિ અહીં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે એમને ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શન કર્યા હતા, એટલા માટે પણ આ સ્થળ ઘણું સિદ્ધ માનવામાં આવે છે. સાથે જ સંત રસખાને પણ અહીં તપસ્યા કરી હતી, તેમની સમાધિ અહીં બનેલી છે.
ઘણા લોકો આ રેતીથી ઘર બનાવવાની કોશિશ પણ કરે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી એમના પોતાના ઘરનું સપનું પણ પૂરું થઇ જાય છે. રમણરેતીમાં બિહારીજીનું મંદિર છે. અહીં પ્રાચીન મંદિર જર્જરિત થઇ ગયું હોવાના કારણે નવા મંદિરમાં રમણ બિહારીજીને વિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરમાં રાધા-કૃષ્ણની અષ્ટધાતુની મૂર્તિ વિરાજમાન છે. કહેવાય છે કે જે પણ સાચા મનથી જે કોઈ પણ માનતા માને છે એમની દરેક ઈચ્છા પુરી થાય છે.