હિન્દુ ધર્મમાં લગભગ 33 કરોડ દેવી-દેવતાઓની વાત કરવામાં આવી રહી છે. જેમાંથી ઘણા દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તમામ દેવી-દેવતાઓને કોઈને કોઈ પશુ કે પક્ષી સાથે બતાવવામા આવે છે. એટલે કે દેવી-દેવતાની પોતાની પોતાની સવારી અથવા તેનું કોઈ પ્રિય પશુ અથવા પક્ષી હોય છે.
એવી માન્યતા છે કે તમામ દેવી અને દેવતા પોતાના પ્રિય વાહનના રૂપમાં કોઈ ન કોઈ પશુ અથવા પક્ષીની સવારી કરતા હતા. જેથી હિન્દુ ધર્મમાં પશુ પક્ષની પૂજા કરવામાં આવે છે. પણ એક પક્ષી એવું પણ છે કે જેને લઈને હિંદુઓમાં અજીબોગરીબ ધારણાઓ, માન્યતાઓ અથવા અંધવિશ્વાસ પ્રચલિત છે
જી હા અમે વાત કરી રહ્યાં છીએ ઘુવડની. ઘુવડને હિન્દુમાં શુભ અને અશુભ બંને પ્રકારથી જોવામાં આવે છે. જે લોકો તેને અશુભ માને છે. તે આ પક્ષીને પસંદ કરતા નથી અને તેને જોવાનું પણ પસંદ કરતા નથી. પરંતુ જે લોકો તેને શુભ માને છે તે ઘુવડનું ચિત્ર, સિમ્બોલ અને મૂર્તિઓ પોતાની સાથે જ રાખે છે. ભારતીય સમાજમાં ઘુવડ કહીને જો કોઈને સંબોધિત કરવામાં આવે છે તો તેને મુર્ખ માનવામાં આવે છે.
ઘુવડને ભલે મુર્ખ માનવામાં આવે. પરંતુ દરેક લોકોની ઈચ્છા હોય છે કે ઘુવડની સવારી કરનાર માતા લક્ષ્મીની કૃપા તેના પર સદાય બનેલી રહે. દરેક લોકોને સંપતિ અને પૈસા પસંદ છે. જેના માટે લોકો માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છએ. ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા હોય છે. તેના જીવનમાં ધન સંપત્તીની કમી ક્યારેય રહેતી નથી. ત્યારે આવો જાણીએ માતા લક્ષ્મી દ્વારા વાહન તરીકે ઘુવડને જ કેમ પસંદ કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દયે કે હિન્દુ ધર્મમાં તમામ દરેક દેવી દેવતાઓનું અલગ અલગ પશુ-પક્ષી વાહન હોય છે. જેમાંથી ઘણા દેવતાઓના વાહનોની સ્વયં સ્વતંત્ર દેવતાના રૂપમાં પૂજા કરવામાં આવે છે. જેમ ભગવાન શિવના વાહન નંદી અને ભગવાન વિષ્ણુના વાહન ગરૂડ પણ સ્વયં પૂજનીય છે. એવામાં માતા લક્ષ્મી પોતાના વાહનના રૂપમાં ઘુવડ પક્ષીની પસંદ કરી તે પાછળની કહાની ખુબ રોચક છે.
જ્યારે માતા લક્ષ્મીએ પોતાના વાહન તરીકે ઘુવડની પસંદગી કરી ત્યારે તેઓ ધરતી પર આવ્યા હતા. માતા લક્ષ્મીને જોઈને બધા પશુ-પક્ષીઓ તેનું વાહન બનવા માંગતા હતા. એવામાં તમામ પશુ-પક્ષીઓને માતા કહ્યું કે હું કાર્તિક મહિનાની અમાસે ધરત પર વિચરણ કરૂ છું. આ સમયે જ્યારે તમામ પશુ-પક્ષીઓ મારા સુધી પહેલા પહોચશે તેને હું મારૂ વાહન બનાવીશે. કાર્તિક અમાસની રાત અત્યંત કાળી હોય છે. એવામાં જ્યારે માતા લક્ષ્મીજી ધરતી પર ઉતર્યા તો રાતના અંધારામાં જોવાની ક્ષમતા માત્ર ઘુવડ પાસે હતી.
જેથી માતા લક્ષ્મીને સૌથી પહેલા ઘુવડે જોયા હતા. કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર ઘુવડ સૌથી પહેલા માતા લક્ષ્મી સુધી પહોંચી ગયું હતું. જેથી માતાએ પ્રસન્ન થઈને તેને પોતાની સવારીના રૂપમાં પસંદગી કરી હતી. ત્યારથી માતા લક્ષ્મીને ઘુવડવાહિની કહેવામાં આવે છે.
આટલું જ નહીં પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીની સવારી હોવાના કારણે ઘુવડને શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. દિવાળીની રાતે ઘુવડનું જોવા મળવુ તે માતા લક્ષ્મીના આવવાનો સંકેત માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ઘુવડ હુંહુંહુંનો અવાજ નિકળવો તે મંત્રનો ઉચ્ચારણ છે. પરંતુ કેટલાક લોકો અંધવિશ્વાસના કારણે તેની બલી દેવામાં આવે છે. જે એક જીવ હત્યા છે. પણ આ એક પાપ કર્મ છે. ધર્મમાં તે વર્જિત છે.