સારી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો ભરપૂર ઊંઘન લેવામાં આવે તો શરીર સ્ફૂર્તિલુ નથી રહેતુ. અને આખો દિવસ માથાનો દુખાવો, બીપી કે થાક જેવી મુશ્કેલીઓ થતી હોય છે. જો કે ઘણા લોકો વારંવાર ઉંઘની દવાઓ લેતા હોય છે પરંતુ તે આરોગ્યને ખૂબ જ નુકશાન પહોંચાડે છે. જો તમને સારી ઊંઘ નથી આવી રહી તો અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીશું જેને અપનાવીને તમે ભરપૂર ઊંઘ લઈ શકશો.
- રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલથી માલિશ કરો. તેનાથી સારી ઊંઘ આવશે
- જો તમને ઊંઘ નથી આવી રહી તો થોડીવાર માટે તમારી પસંદનુ મ્યુઝિક સાંભળો કે પછી પુસ્તક વાંચો
- રાત્રે ચા કે કોફી ન પીવો. તેનાથી મગજની શિરાઓ ઉત્તેજીત થઈ જાય છે અને ઊંઘ નથી આવતી.
- સૂતા પહેલા પગને હળવા ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે ડુબાડી રાખો.
- સારી ઊંઘ માટે શવાસન, ભ્રામરી પ્રાણાયમ જેવા આસન નિયમિત કરવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળી જાય છે.
- રાત્રે ગરમ દૂધનું સેવન કરો અને તણાવથી મુક્ત રહો.
- અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, મુલેઠી, આમળા, જટામાસી, ખુરાસાની, અજમો આ બધાને 50-50 ગ્રામ લઈને ઝીણું ચૂર્ણ બનાવી લો. રાત્રે સૂતા પહેલા આ ચૂર્ણ દૂધ સાથે લો. એક અઠવાડિયામાં આની અસર દેખાશે અને તમને ઊંઘ આવશે.
- સલાડ સાથે કાચી ડુંગળી ખાવ કે પછી ડુંગળીનો વાટીને તેનો રસ કાઢી લો અને બે મોટી ચમચી રસ રોજ પીવો. તેનાથી ઊંઘ ન આવવાની ફરિયાદ દૂર થઈ જાય છે.
- ગળ્યા પદાર્થો ઉંઘ લાવવામાં સહાયક હોય છે. રોજ રાત્રે સૂતા પહેલા પચાસ ગ્રામ ગોળ કે કોઈ મીઠી વસ્તુ ખાવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થઈ જાય છે. પણ ડાયાબિટીસના દર્દીઓએ આ પ્રયોગ ન કરવો જોઈએ.
- સૂવાના બે કલાક પહેલા રાત્રે જમી લેવુ જોઈએ. જમીને તરત સૂવું ન જોઈએ અને રાત્રે ખોરાક હળવો હોવો જોઈએ. જેનાથી તમે આરામથી સૂઈ શકો.