ઘરની અંદર રહેલી દરેક વસ્તુઓમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા રહેલી હોય છે. જો તેને ઉગ્યા જગ્યાએ ન રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જા પેદા કરતું હોય છે અને તેને સાચી દિશામાં રાખવામાં આવે તો ઘરમાં ખુશી જોવા મારતી હોય છે. જે આપણા પરિવાર માટે બહુ સારું કહેવાય.
દરેકના ઘરમાં ગાળિયર જરૂર હોય છે અને તે આપણને વીતેલા અને આવનાર સમય વિષે જાગૃત કરે છે. દરેક લોકોને સારા અને ખરાબ સમય આવતા હોય છે. સમય કોઈના માટે રોકાતો નથી માટે આપણે સમય સાથે ચાલવું પડશે. સારો સમય જોવતો હોય તો ધડિયાર ને સાચી દિશા રાખવી પડે. જાણો તે સાચી દિશા વિષે.
મોટા ભાગે કોઈને ખબર નથી હોતી કે ઘડિયાર લાગવાની સાચી દિશા કઈ છે, જ્યાં જગ્યા મલે ત્યાં ઘડિયાર લગાવી દેતા હોઈએ છીએ. જો ધડિયાર નથી લગાવતા ઘરમાં કંકાસ જોવા મળે છે. ઘરની અંદર ધડિયારને દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ. તેનાથી ઘરના વડીલ પર ખરાબ અસર પડે છે. ઘરના બારણાં પર પણ દીવાલ ઘડિયાર ન લગાવવી જોઈએ. ત્યાં લગાવીએ છીએ તો ઘરની અંદર તણાવ નું વાતાવરણ બને છે.
ક્યારેય પણ ઘરની અંદર બંધ ધડિયાર ન રાખવી. જો ઘરની અંદર બંધ ઘડિયાર છે તો તે સારો સમય રોકી લે છે. તેનાથી આપણા વિચારો વાણી અને વર્તન પર અસર કરે છે. પહેલાના લોકો ઘરમાં લોલક વારી ઘડિયાર લગાવતા હતા. તેને ખુબ શુભ માનવામાં આવે છે. તેનાથી જીવનના દરેક કાર્યો આસાનીથી પુરા થાય છે.
ઘરમાં દીવાલ ઘડિયાર હોય તો તે શુભ માનવામાં આવે છે. બજારમાં અલગ અલગ પ્રકારની ઘડિયાર જોવા મારતી હોય છે. તમે વિચારતા હશો કે કેવી ઘડિયાર લગાવવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો તેનો આકાર ગોળ અથવા ચોરસ હોવો જોઈએ. તેનાથી ઘરમાં પ્રેમ અને શાંતિ આવે છે. ઘરની અંદર તૂટેલી ઘડિયાર ના રાખવી જોઈએ જો હોય તેને બદલી નાખવી જોઈએ. ઘડિયારને બંધ હાલત માં ન રાખવી જોઈએ.
તમે તમારા ઘરમાં ઘડિયાર લગાવતા હશો પણ તેની સાચી દિશા નહીં જાણતા હોવ તેની સાચી દિશા ઉત્તર અને પૂર્વ દિશામાં લગાવી શકાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિશાને યોગ્ય માનવામાં આવે છે. ઘડિયાર આપનો સમય નક્કી કરવામાં ખુબ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. ઘડિયાર ઉપર ધૂળ કે ગંદકી ન હોવી જોઈએ તેને હંમેશા સાફ રાખવી જોઈએ.