વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અરીસાની જગ્યા યોગ્ય દિશામાં જ હોવી જોઇએ નહીતર તમારા ઘરમાં કંકાસ અને કલેશ વધી જશે. તો આવો જાણીએ ક્યાં અરીસો હોવો જોઇએ અને જો તમારા ઘરમાં પણ યોગ્ય જગ્યાએ અરીસો નથી તો જગ્યા બદલી દેજો.
દર્પણમાં બેડ ન દેખાવો જોઇએ
વાસ્તુ અનુસાર પતિ-પત્ની પોતાના બેડ સામે અરીસો લગાવે તો તેમની વચ્ચે લડાઇ-ઝઘડા થવા લાગે છે. જો તમે ઇચ્છતા હો કે તમારા જીવનમાં લડાઇ-ઝઘડા ન થાય કે તમારી વચ્ચે કોઇ મનભેદ ન થાય તો તમારો બેડ અરીસામાં ન દેખાવો જોઇએ.
ડ્રોઇંગ રુમમાં અરીસો
ડ્રોઇંગ રુમની દક્ષિણ દિવાલ પર કાચ લગાવો. જો તેનો આકાર ગોળ હોય તો તે વધુ શુભ ગણાશે
તુટેલો અરીસો
ઘરમા કોઇ પણ જગ્યાએ તુટેલો અરીસો ન રાખવો જોઇએ. ભલે તેની સાઇઝ નાની હોય કે મોટી, કે પછી કોઇ પણ બારી કે દરવાજા કે કોઇ વસ્તુનો કાચ કેમ ન હોય. જ્યારે ઘરમાં કોઇ પણ કાચ પર તિરાડ પડે તો તેને તાત્કાલિક બદલાવી દેવો જોઇએ નહીં તો ઘરમાં કલેશનુ વાતાવરણ ઉભુ થાય છે.
કાચનું તુટવુ
ઘરમાં કોઇ તુટેલો કાચ ન હોવો જોઇએ. એ વાત સાચી છે, પરંતુ એ વાત પણ સાચી છે કે જો કાચનો કોઇ ગ્લાસ તુટી જાય કે પછી કોઇ બીજી વસ્તુ જે કાચની હોય અને તુટી જાય તો વાસ્તુ અનુસાર તેને શુભ માનવામાં આવે છે. જો ઘરમાં કોઇ કાચ તુટે તો તમારી પર આવતી મુશ્કેલીઓ ટળી જાય છે.
તીક્ષ્ણ કાચ ઘરમાં ન રાખો
ઘરની સુખ શાંતિ માટે ધારદાર કે તિક્ષ્ણ કાચ ન લગાવવા જોઇએ. જો આવા કાચ હોય તો તેની સીધી અસર ઘરના લોકોના આરોગ્ય પર પડે છે. કેટલીક વાસ્તુ ટિપ્સ અનુસાર સુતા પહેલા ઘરનો કાચ ઢાંકીને સુવુ જોઇએ. આમ કરવાથી તમારા ઘર પર કોઇ ખરાબ દ્રષ્ટિ પડતી નથી.