શાસ્ત્રમાં મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને ધનની રક્ષા કરવાની જવાબદારી પણ ઘરની મહિલાઓની હોય છે. મહિલાઓએ ઘરની બધી જ ચાવી જાતે સંભાળીએ પોતાની દેખરેખમાં રાખવી જોઈએ. આ સિવાય ચાવીને રાખવાનું વિશેષ સ્થાન હોય છે. ચાવીનો જુડો ખોટી દિશામાં રાખવામાં આવે તો તમને ધનની બાબતમાં પાછળ રહી શકો છો. ચાવીનો જુડો એટલે કે જે બધી જ ચાવીઓને જોડીને રાખે છે. કુબેર દેવતાનું પ્રતિનિધિત્વ કરે છે અને કુબેરને ખોટા સ્થાન પર રાખી દેવા મતલબ પોતાની જાતે સંચિત કરેલા ધનનો નાશ સમાન હોય છે. તો ચાલો જાણી લઈએ ચાવીનાં જુડા સાથે જોડાયેલી ખાસ વાતો.
બધા તાળા છે રાહુ
ઘરનાં બધા જ તાળા ભલે તે તિજોરીનાં તાળા હોય, વોર્ડરોબ ના તાળા હોય કે પછી મુખ્ય દરવાજા ના હોય. બધાને રાહુ માનવામાં આવે છે. આ તાળા ની રક્ષા ભૈરવ કરે છે. જેટલી પણ ચાવી હોય છે તે બધી જ બુધ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધને કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવનાં કારક માનવામાં આવે છે. ત્રીજો ભાવ પરાક્રમનો હોય છે અને છઠ્ઠો ભાવ શત્રુ નો હોય છે.
આ ઉપાય છે વિશેષ
પ્રાચીનકાળમાં મહિલાઓ પોતાની કમર અને પોતાની છાતી પર ચાવીઓ રાખતી હતી. તેને શુભ ઉપાય તરીકે જોવામાં આવે છે. તેનાં માટે ઘરની મહિલાઓએ ચાવી ને પોતાની પાસે જ રાખવી જોઈએ.
તકિયાની નીચે ચાવી રાખવાથી આ નુકસાન થાય છે
જો તમારી આદત પણ તકિયાની નીચે ચાવી રાખીને સુવાની છે તો તમે પૈસા તો ઘણા બધા કમાશો પરંતુ તેને ક્યારેય પણ સ્થિર નહીં રાખી શકો. આવું કરવાથી બુધ ૧૨ માં ભાવમાં આવી જશે, જે પૈસા ના સંચયમાં વિઘ્નો ઉત્પન્ન કરી શકે છે. જોકે નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે ચાવી નો જુડો ઘણીવાર તકિયાની નીચે રાખવામાં આવે છે.
આ સ્થાન પર રાખશો ચાવીનો જુડો તો
જો તમે તમારા ઘરનાં સેન્ટ્રલ હોલમાં ચાવીનો જુડો રાખો છો તો પૈસા ની બાબતમાં તમારી પ્રગતિ અટકી જશે અને તમે પોતાનાં જીવનમાં પ્રગતિ નહીં કરી શકો.
વોશરૂમ પાસે ના રાખો
ચાવી નો જુડો કે પછી કપબોર્ડ ક્યારેય પણ વોશરૂમ પાસે ના લટકાવવું જોઈએ. આવું કરવાથી ધન ના દેવતા કુબેર નારાજ થઈ શકે છે.
આવું કરવાથી છલોછલ ભરાઈ શકે છે તમારી તિજોરી
ચાવીને રાખવાની સૌથી સાચી સાચી દિશા ઉત્તર છે. આ દિશા ને દેવતાઓનું સ્થાન માનવાનાં લીધે તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તમારી તિજોરી પૈસા થી છલોછલ ભરાઈ જશે.