આપણે બધા જાણીએ છીએ કે કાળો દોરો ઘણા લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી નજરદોષ, વાસ્તુ દોષ અને પૈસા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. કાળો દોરો આમ તો શનિદેવની નિશાની છે, જે દરેક દુષ્ટ વસ્તુથી આપણને દૂર રાખે છે.
ઘણા પ્રાચીન સમયથી કાળા દોરાનો ઉપાય કરવામાં આવે છે. તેને જો હાથે બાંધી લેવામાં આવે તો તેના ઘણા ફાયદા છે. જોકે તેના અલગ અલગ ફાયદા માટે તેને ખાસ જગ્યાએ બાંધવો હિતાવહ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કાળા દોરાને ઘરમાં એક ખાસ જગ્યાએ બાંધવાથી થતા લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જો તમે કંઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો તો તમારે કાળા કપડાં ના પહેરવા જોઈએ, કારણ કે કાળો રંગ નેગેટિવ શક્તિનો ઉદેશ કરે છે પંરતુ જો તમે નજર દોષથી પરેશાન છો તો તમારા માટે કાળા દોરા કરતા કંઈ સારું નથી.
કાળા દોરાની મદદથી અનિષ્ઠ કાર્ય દૂર કરવા માટે સૌથી પહેલા એક કાળો દોરો લો અને તેને 5 શનિવારે સાંજે હનુમાન મંદિર માં લઈ જાવ અને ત્યાં જઈને નવ અથવા અગિયાર ગાંઠ બાંધી દો.
આ ગાંઠ બાંધવાનું કામ પહેલા શનિવારે કરો. હવે આ ગાંઠ પણ હનુમાનજીના પગમાંથી સિંદૂર લઈને લગાવો. ત્યારબાદ તેને 5 શનિવાર સુધી લઈ જાવ, આવું કરીને તમારે છત અને દુકાન પર બાંધી દો. આવું કરવાથી પૈસાની તંગી દૂર થઈ જશે.