ઘરમાં છોડ લગાવવાનું સ્વાસ્થ્યને માટે ફાયદારૂપ હોવાની સાથે નુકસાન પણ કરી શકે છે. વાસ્તુના આધારે કોઈ ઘરમાં તુલસી, કમળ જેવા છોડ છે તો ત્યાંની હવા સારી રહે છે. સાથે અહીં વાસ્તુ દોષ રહેતો નથી. આજે આપણે એવા કેટલાક છોડની વાત કરીશું જેનું ઘરમાં હોવું અશુભ માનવામાં આવે છે અને સાથે જ તેનાથી તમારું દુર્ભાગ્ય શરૂ થાય છે.
બાવળનો છોડ
બાવળનો છોડ ઘર કે તેની આસપાસ લગાવવો નહીં. વાસ્તુના આધારે તેને અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જે ઘરમાં આ છોડ હોય છે તેના ઘરના સભ્યોમાં એકમેકની સાથે તણાવ રહે છે. વાદ વિવાદ પણ સતત ચાલતા રહે છે.
કપાસનો છોડ
વાસ્તુના અનુસાર ઘરમાં ભૂલથી પણ કપાસ કે રેશમી કપાસનો છોડ લગાવવો નહીં. આ છોડથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેનાથી જીવનમાં દુર્ભાગ્ય અને ગરીબી આવે છે.
મહેંદીનો છોડ
વાસ્તુના આધારે ઘરમાં મહેંદીનો છોડ ન હોવો જોઈએ. કહેવાય છે કે તેમાં ખરાબ આત્માઓનો વાસ હોય છે. સાથે જ જ્યાં આ છોડ હોય છે ત્યાં આસપાસની ઉર્જાનો સંચાર પણ નકારાત્મક રીતે જોવા મળે છે. એવામાં આ છોડને ક્યારેય ઘરની આસપાસ લગાવવા નહીં.
આમલીનો છોડ
વાસ્તુના અનુસાર ઘરમાં આમલીનો છોડ લગાવવો નહીં. તેમાં નકારાત્મક ઉર્જા જોવા મળે છે. આ સિવાય જે જમીન પર આમલીનો છોડ હોય ત્યાં ઘર બનાવવાનું ટાળવું જોઈએ.
સૂકા છોડ
વાસ્તુના અનુસાર ઘરમાં ક્યારેય પણ સૂકા છોડ રાખવા નહીં. જો ઘરમાં કોઈ કુંડામાં સૂકા છોડ છે તો તેને તરત જ હટાવી દેવા. કેમકે એવા છોડ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેના કારણે જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ આવતી રહે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.