આજકાલ ઇન્ટરનેટના યુગમાં પૈસા કમાવા માટે બહાર જવાની પણ જરૂર નથી. તમે ઘરે બેઠા પણ સારી આવક ઉભી કરી શકો છો. કોરોના બાદ વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધી ગયુ છે. પરંતુ જો તમે સ્વતંત્ર કામ કરવા માંગતા હોવ તો આજે અમે તમને કેટલાક ઓપ્શન્સ જણાવીશું
ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર – ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર બનવા માટે, તમારે પહેલા નક્કી કરવું પડશે કે તમને કયા વિષયમાં સૌથી વધુ રસ છે
તમારી રુચિ અનુસાર, તમે ઇન્સ્ટાગ્રામ પર તેને સંબંધિત વીડિયોઝ બનાવી શકો છો અને તે મુજબ તમારી પ્રોફાઇલ તૈયાર કરી શકો છો
તમારી રુચિના ક્ષેત્રમાં તમારી જાતને નિષ્ણાત તરીકે સ્થાપિત કરવા માટે તમારે શક્ય તેટલી વધુ વીડિઓઝ બનાવવાની જરૂર છે. જો તમારા ફોલોવર્સ વધી જશે તો તમને ઘણી બ્રાન્ડ્સ સાથે જોડાણ કરવાની તક મળશે, જેમાંથી તમે પૈસા કમાઈ શકશો
એફિલિએટ માર્કેટિંગ – ઓનલાઈન વેચાણના વલણોએ વિવિધ પ્રકારના ઓનલાઈન વ્યવસાયોને મોટો પ્રોત્સાહન આપ્યું છે. વિવિધ ઓનલાઈન માર્કેટિંગ દ્વારા તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો
એફિલિએટ માર્કેટિંગ પણ આમાંથી એક છે. આમાં, એફિલિએટ એટલે કે વ્યક્તિ, બ્લોગર અથવા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વગેરે અન્ય વ્યક્તિ અથવા કંપનીના ઉત્પાદનોનું માર્કેટિંગ કરીને વેચાણ વધારવા માટે કમિશન મેળવે છે
નવા ગ્રાહકોને આકર્ષવા માટે, તમારે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉત્પાદનોનું માર્કેટિંગ કરવું પડશે અને આ કરીને તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો
બ્રાંડ પ્રમોશન – તમે બ્લોગિંગ દ્વારા બ્રાન્ડ પ્રમોશન કરી શકો છો. જ્યારે બ્લોગ પર ટ્રાફિક આવે છે, ત્યારે કંપની તમને દરેક બ્લોગ પર પૈસા આપે છે. તમે આ કામ ઘરે બેઠા કરી શકો છો અને અલગ-અલગ કંપનીઓ માટે બ્લોગ લખીને દર મહિને 20 થી 30 હજાર રૂપિયા કમાઈ શકો છો
આ સિવાય જો તમે કોઈપણ વિષય શીખવવામાં નિષ્ણાત છો, તો તમે ઓનલાઈન ક્લાસીસથી ઘરે બેઠા પૈસા પણ કમાઈ શકો છો