ઘરમાં રસોડાની અંદર આ 5 વસ્તુઓ રાખશો તો ઘર બરબાદ થઈ જશે || વાસ્તુ પ્રમાણે અનર્થ થઈ જશે

ઘરમાં રસોડાની અંદર આ 5 વસ્તુઓ રાખશો તો ઘર બરબાદ થઈ જશે || વાસ્તુ પ્રમાણે અનર્થ થઈ જશે

આપણા ભારત દેશમાં વાસ્તુ શાસ્ત્ર ઘણું જ જાણીતું શાસ્ત્ર છે. અને આપણે ત્યાં લગભગ દરેક ઘરમાં તેના નિયમોનું પાલન કરવામાં આવે છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો વાસ્તુના નિયમોનું પાલન માત્ર મકાન બનાવતી વખતે કે તૈયાર મકાન ખરીદતી વખતે જ રાખે છે. અને ઘરમાં રાખેલી વસ્તુઓ વિષેના નિયમોને મોટા ભાગના લોકો ધ્યાન બહાર કરી દે છે. પરંતુ ઘરમાં તમે કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખો છો, તેની પણ તમારા ઘરના વાતાવરણ ઉપર ઘણી અસર કરે છે.

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની અન્ય વસ્તુઓને લઈને ઘણા બધા નિયમો છે, જેમાંથી આજે અમે તમને રસોડા સાથે જોડાયેલા એક વિશેષ નિયમ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જો રસોડાની વાત કરીએ, તો રસોડું એક એવું સ્થળ છે જ્યાં ઘરના તમામ લોકોનું ભોજન બનાવવામાં આવે છે. એટલે કે ઘરના દરેક લોકોનો રસોડા સાથે કોઈ ને કોઈ સંબંધ તો જરૂર હોય છે. અને એ જ કારણ છે કે, તેની અસર તમારા ઘરની બરકત અને આર્થિક સ્થિતિ ઉપર પણ પડે છે.

તો મિત્રો એ વાતોને ધ્યાનમાં રાખીને આજના આ લેખમાં અમે તમને થોડી એવી વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારે ભૂલથી પણ રસોડામાં નથી રાખવાની. અને જો તમે એવું કરો છો, તો તમારા ઘરમાં ગરીબી અને દુ:ખ જેવી વસ્તુ આવી શકે છે. તો આવો જાણીએ તમારે રસોડામાં કઈ કઈ વસ્તુ ભૂલથી પણ રાખવી જોઈએ નહિ.

ભૂલથી પણ રસોડામાં આ ૩ વસ્તુ રાખવી નહિ :

૧. પૂજા ઘર :

ઘરમાં પૂજાઘર ક્યાં અને કઈ જગ્યાએ રાખવું? બ્રહ્મા, વિષ્ણુ, શિવની કૃપા રહેશે  જાણી લો જરૂરી માહિતી

એવું ઘણી જગ્યાએ જોવા મળે છે કે, ઘણા બધા લોકો જગ્યાના અભાવે કારણે રસોડામાં જ પૂજા ઘર બનાવી દે છે. પરંતુ વાસ્તુના નિયમો અનુસાર રસોડામાં રાખવામાં આવેલા પૂજા ઘરમાં ભગવાનની પૂજા કરવાના ફાયદા નથી મળતા. રસોડું ભગવાનને રાજી કરવા માટે યોગ્ય જગ્યા નથી. એટલા માટે તમારે બની શકે તો ભગવાનનું મંદિર રસોડામાં ન રાખવું જોઈએ.

૨. કચરાની ડોલ :

થર્મલ કચરો નિકાલ: ગુણદોષ

બીજી વસ્તુ જે રસોડામાં ન રાખવી જોઈએ એ છે કચરાની ડોલ. ઘણા બધા લોકો રસોડાની અંદર જ કચરાની ડોલ રાખે છે. પરંતુ તેમ કરવું વાસ્તુ અને આરોગ્ય બન્નેની દ્રષ્ટિએ નુકશાનકારક હોય છે. રસોડામાં તમે ખાવાનું બનાવો છો. અહિયાં ખાવા પીવાની વસ્તુ પણ રાખવામાં આવે છે. તેવામાં કચરાની ડોલ રાખવાથી જીવાણું આ ખાવામાં પ્રવેશ કરી શકે છે. સાથે જ કચરા પેટીમાં ઘણી નકારાત્મક ઉર્જા હોય છે, જે તમારા રસોડાનું વાતાવરણ બગાડી શકે છે.

આ કારણે તમારે કચરાની ડોલ રસોડાથી થોડી દુર જ રાખવી જોઈએ. અને જો તમારે રસોડાનો કચરો ભેગો કરવો છે, તો તમે જયારે રસોડામાં કામ કરી રહ્યા હો ત્યારે એક પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરી શકો છો. તેમાં કચરો નાખીને પછી રસોડાનું કામ પૂરું થતા જ તેને તમે ક્યાંક બીજે રાખવામાં આવેલી કચરાની ડોલમાં નાખી શકો છો.

૩. ચપ્પલ કે સ્લીપર :

જાગો બેરોજગાર જાગો! 12 કલાક પહેરો ચપ્પલ અને કંપની આપશે 4 લાખ રૂપિયા… –  Gujju Gully

આ યાદીમાં આગળ આવે છે ચપ્પલ કે સ્લીપર. ઘણા લોકો એવા હોય છે જે ઘરમાં જ સ્લીપર પહેરીને ફરતા હોય છે, તેવામાં તે સ્લીપરને રસોડામાં પણ લઈ જાય છે. પરંતુ એવું કરવું વાસ્તુના હિસાબે યોગ્ય નથી હોતું. રસોડામાં અન્નપુર્ણા દેવી નિવાસ કરે છે. તેવામાં તમે આ જગ્યાએ ચપ્પલ લઈને પ્રવેશ કરો છો તો તે નારાજ થઈ જાય છે, અને તમારા ઘરની બરકત ઓછી થવા લાગે છે. એટલા માટે રસોડામાં ચપ્પલ વગેરે પહેરીને ક્યારેય પ્રવેશ કરવો નહિ.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *