ઘર અને પરિવારના લોકોને ખરાબ નજર ન લાગે એટલા માટે આ 1 ઉપાય કરો || જીવનભર ખરાબ નજર નહીં લાગે

Posted by

ઘર પરિવારમાં બધું જ બરાબર ચાલી રહ્યું હોય અને અચાનક જ મુશ્કેલીઓ આવવા લાગે ત્યારે અનેકવાર એવું સાંભળવા મળે છે કે કોઈની નજર લાગી હશે. નજર લાગવવાળી વાત માનવી કે ન માનવી તે દરેકની વ્યક્તિગત બાબત છે. પરંતુ જે લોકો તેમાં માનતા હોય છે તેમના માટે આ નજરદોષને દૂર કરવાના કેટલાક સચોટ ઉપાય અહીં દર્શાવામાં આવ્યા છે. આ ઘરગથ્થુ ટોટકાઓ અજમાવવામાં તમને નક્કી પરિણામ મળશે જ.

સૌથી પહેલા જાણીએ કે નજરદોષ છે શું ? નજરદોષ એટલે કે એક પ્રકારની નકારાત્મક ઉર્જા. જ્યારે કોઈ અજાણી વ્યક્તિ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે કે ઘરમાં પ્રવેશે ત્યારે નકારાત્મક વિચારધારાને સાથે લઈ જાય છે. તે નકારાત્મકતાના કારણે જે અસર સામેની વ્યક્તિને થાય છે તેને નજરદોષ કહેવાય છે. હવે જાણો આમ થાય ત્યારે કયા ઉપાય કરવા.

– શનિવારે હનુમાનજીના મંદિરે જઈ પૂજા કરવી. જેને નજર લાગી હોય તેના કપાળ પર હનુમાનજીના ખભ્ભા પરથી સિંદૂર લઈને તિલક કરો.

– નાગરવેલના પાનનો આ ટુચકો પણ અસરકારક સાબિત થાય છે. તેના માટે નાગરવેલના પાનમાં ગુલાબની પાંદડીઓ ઉમેરી ઈષ્ટદેવને ધરાવો. આ પ્રસાદને નજર લાગી હોય તે વ્યક્તિને ખવડાવો.

– જો નજર આ ટોટકાઓથી દૂર ન થાય તો આ ઉપાય તમે કરી શકો છો. તેના માટે મીઠું, સરસવના દાણા, લસણની કળી, ડુંગળીની સુકી છાલ અને લાલ મરચું નજર લાગી હોય તે વ્યક્તિના માથેથી ઉતારીને આગમાં બાળી નાખો. આ ઉપાય રવિવારે અથવા મંગળવારે કરવો.

– બાળકને નજર લાગી હોય અને તે ખાવા-પીવાનું બંધ કરી દે તો તેના માથેથી કાચું દૂધ ઉતારીને કુતરાને પિવડાવી દેવું. આ ઉપાય શનિવારે કરવો.

– ઘર પરિવારની સુખ-શાંતિ પર નજર લાગી હોય તો એક લાલ ચુંદડીમાં નાળીયેર રાખીને, ઘરના મુખ્ય દરવાજા પાસે લટકાવી દો. તેનાથી પણ ખરાબ નજરની અસર દૂર થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *