શાસ્ત્રો અનુસાર પીપળાના ઝાડની પૂજા કરવાથી જીવનમાં ઘણા બધા ફાયદા થાય છે. પીપળાનું વૃક્ષ એવું હોય છે જેમાં ત્રણેય દેવો એટલે કે ભગવાન વિષ્ણુ મહાદેવ અને બ્રહ્માજી નો વાસ હોય છે. આજ કારણ છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પિતૃદોષ હોય કે ગ્રહ દોષ કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો પીપળાના કેટલાક ઉપાયો કરવાથી તેનાથી મુક્તિ મળી શકે છે. શાસ્ત્રો અનુસાર નિયમિત રીતે પીપળાને જળ ચડાવવાથી પણ ઘણા બધા ફાયદા થાય છે. જોકે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરની આજુબાજુ પીપળાનું ઝાડ ઉગી જાય તો તેનાથી નુકસાન પણ થાય છે.
કહેવાય છે કે ઘરની અંદર કે બહાર પીપળાનું ઝાડ ઉગે તો તેનાથી આર્થિક સંકટ વધે છે. અચાનક ઉગેલું પીપળાનું ઝાડ આર્થિક સંકટ તરફ ઈશારો કરે છે. આ ઉપરાંત ઘરના સભ્યોની તબિયત પણ ખરાબ રહે છે. તેથી જ ઘરની આજુબાજુ પીપળાનું ઝાડ ઉગે તો તેને કાઢી દેવું જોઈએ. પરંતુ પીપળાને કાઢતા પહેલા કેટલાક રીતરિવાજોનું પાલન કરવું જરૂરી છે.
જો તમારા ઘરની આજુબાજુ પીપળાનું ઝાડ ઊગી નીકળે તો તેને સીધું જ જમીનમાંથી ખેંચી ન લેવું. તેને કાઢતા પહેલા 30 દિવસ સુધી તેની પૂજા કરવી. પૂજા કર્યા પછી જે દિવસે તેને કાઢવાનું હોય તે દિવસે પીપળામાં દૂધ ચડાવો અને પછી ઘીનો દીવો પ્રગટાવો. ત્યાર પછી પીપળાના છોડને ઘરની નજીકથી ઉખેડો અને અન્ય કોઈ સ્થાન પર લગાવી દેવો.
પીપળાના છોડને ઘરની નજીકથી ઉખાડી અને અન્ય જગ્યાએ વાવી દેવાથી કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. આમ કરવાથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે. આ સિવાય જીવનમાં જો કોઈ આર્થિક સમસ્યાઓ હોય તો નિયમિત રીતે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ તેનાથી જીવન પર આવેલા તમામ પ્રકારના સંકટ દૂર થાય છે.
અનેક વાર તમે જોયું હશે કે ઘરની આસપાસ કે દિવાલો પર પીપળાના પાન કે તેનો નાનો છોડ ઉગી જાય છે. એક રીતે જોઈએ તો આ પાન કે છોડ આપણા જીવનમાં અનેક ગણું મહત્વ ધરાવે છે. પણ તેની સાથે તે આપણને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આ સાથે તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી પણ મળી રહેતી હોય છે. જો તમારા ઘરમા કોઈ ઝાડ કે છોડ છે તો વાસ્તુ અનુસાર અને જ્યોતિષના અનુસાર તેને સારા માનવામાં આવે છે પણ કેટલાક છોડ એવા હોય છે જે જાતે જ ગમે ત્યાં ઉગી જાય છે. આ સિવાય તે નકારાત્મક શક્તિઓેને પણ તેમની સાથે લાવે છે. આવું જ પપેયાના ઝાડ સાથે છે.

તમને ભાગ્યે જ ખ્યાલ હશે પણ ઘરમાં પપૈયાનો છોડ હશે તો ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે છે. આ સિવાય ઘરમાં નેગેટિવ શક્તિ ઓ આવે છે અને સાથે જ ઘરમાં આર્થિક મુશ્કેલીઓ કાયમ ચાલતી રહે છે. પપૈયાનું ઝાડ તમને નિર્ધનતા તરફ વાળે છે. આ સિવાય આ ઘરના પરિવારના સભ્યો ક્યારેય આગળ વધી શકતા નથી. તેઓેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.ઉલ્લેખનીય છે કે જે ઘરમાં પપૈયાના છોડ છે કે તેનો પડછાયો પણ પડે છે તે ઘરમાં વંશ વૃદ્ધિમાં પણ સમસ્યા આવે છે. આ સિવાય વિવાહ સંબંધી સમસ્યાઓ રહે છે અને લગ્ન જીવનમાં પણ ક્લેશ કાયમ રહે છે. આ પ્રકારની જગ્યા નિર્જન રહે છે. અહીં રહેનારા લોકોની પ્રગતિ ભાગ્યે જ શક્ય બને છે.
શું કરશો જ્યારે ઘરમાં ઉગે પીપળો

જો તમારા ઘરમાં જાતે જ પીપળો ઉગી નીકળે છે તો તેને ભૂલથી પણ કાપો નહીં. આમ કરવાથી પિતૃઓને કષ્ટ થઈ શકે છે. આ સિવાય વંશ વૃદ્ધિની હાનિ પણ થઈ શકે છે. જો કોઈ ખાસ કારણે વિધિવત નિયમના આધારે પૂજન કરવા તથા યજ્ઞ કરવા માટે પીપળાની લાકડી કાપો તો વાંધો નથી. આ વાતનું ધ્યાન રાખો કે પીપળાના ઝાડને તાપવું જરૂરી હોય તો રવિવારના દિવસે કાપો. ઘરની પૂર્વ દિશઆમાં પીપળાનું ઝાડ હશે તો ઘરમાં ભય અને નિર્ધનતા આવે છે.

કેટલીક પૌરાણિક માન્યતાઓ અનુસાર પીપળાના ઝાડમાં દરેક દેવતાઓનો વાસ રહે છે. માન્યતા છે કે પીપળાના મૂળમાં ભગવાન શ્રિ વિશ્ણ, તનેમાં ભગવાન શિવ અને અગ્રભાગમાં ભગવાન બ્રહ્માનો વાસ રહે છે. એટલું જ નહીં સનાતન ધર્મમાં પણ પીળાના વૃક્ષને દેવોનો દેવ કહેવાયા છે. આ કારણે આ ઝાડની પૂજા કરવાનું પણ ધર્મોમાં ખાસ મહત્વ છે.