ઘરમાં ઘડિયાળને આ દિશામાં લગાવવાથી ધનની સમસ્યા દૂર થશે કઈ દિશામાં ઘડિયાળ લગાવવું જોઈએ

ઘર અને ઑફિસમાં જો સાચી દિશામાં સાચા સ્થાને ઘડિયાળ લગાવવામાં આવે તો તેના થકી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં અનેક એવી વાતો છે જેના થકી શુભ પરિણામની પ્રાપ્તિ કરી શકાય છે. સાથોસાથ જો તમે તકલીફ ભોગવતા હોય તો તેમાં ઘટાડો થાય છે. જો તમે પણ તમારો સમય અનુકૂળ બનાવવા ઈચ્છતા હોય તો આ રહી વાસ્તુ ટિપ્સ, તેનો અમલ કરો અને પછી મેળવો પારાવાર સુખ ઘર અને ઑફિસમાં વાસ્તુના નિયમ વિરૂદ્ધ ઘડિયાળ લગાવવામાં આવે તો તેને કારણે નકારાત્મકતા ફેલાશે અને તમારે નુકસાન પણ ભોગવવું પડે તેવું બને.
અગર ભાગ્ય અને સમય સાથ નથી આપી રહ્યો તો તમારા ઘર અને વાસ્તુને સંપૂર્ણપણે વાસ્તુના અનુકૂળ કરો તે થકી સકારાત્મક શક્તિઓની વૃદ્ધિ કરો.
વાસ્તુશાસ્ત્રના અનુસાર, ઘર અથવા ઑફિસની દક્ષિણ દીવાલ પર ઘડિયાળ નહીં હોવી જોઈએ. કારણકે દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. યમને હિંદુ શાસ્ત્રોમાં મૃત્યુના દેવતા માનવામાં આવે છે.
ઘરના મુખ્ય દરવાજાની ઉપર પણ ઘડિયાળ ક્યારે ન લગાવવી જોઈએ.
જો ઘરમાં બંધ પડેલી ઘડિયાળો હોય તો તેને ઝડપથી રિપેર કરાવીને ચાલતી કરો અથવા કાઢી નાખો. કારણ કે બંધ ઘડિયાળ ઘરમાં મુશ્કેલીઓ લાવે છે.
ઘરના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમમાં જ ઘડિયાળ લગાવો.
કોઈ પણ સગા-સંબંધીને ભૂલથી પણ ગિફ્ટમાં ઘડિયાળ ન આપો.
જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રના અનુસાર, તમે તમારા ઘરની દક્ષિણ દિશાની શોભા વધારવા માટે ઘરના મોભીની તસવીર લગાવી શકો છો, કારણકે આ દિશા ઘરના મુખ્ય વ્યક્તિનું સ્વાસ્થય હંમેશા સારૂં રાખે છે.