ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે.

Posted by

રાજ્ય સરકારો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમ કે, વિદ્યાર્થીઓ માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ યોજના ઓનલાઈન મૂકવામાં આવે છે. ખેડૂતો માટે Pradhan Mantri Kisan Samman Nidhi Yojana બહાર પાડેલ છે. એવી જ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે.

માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના, હેર કટીંગ કીટ સહાય યોજના , રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે. આજે આપણે ઘરઘંટી સહાય યોજના વિશે માહિતી મેળવીશું.

ઘરઘંટી સહાય યોજના હેઠળ સહાય આપવાનો હેતુ (Perpose)

રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે. જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે.

Highlight Point

આર્ટિકલનું નામ ઘરઘંટી સહાય યોજના
મુખ્ય યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના 2023
ઘરઘંટી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે? Manav Kalyan Yojana Gujarat
આ યોજનાના હેઠળ શું લાભ મળે? નવ યુવાનો પોતાની આવડતને અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે.
ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે? રૂપિયા 15000/- ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે આપવામાં આવે છે.
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતા BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાય ઘરઘંટી સહાય યોજના
અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Official Website http://www.cottage.gujarat.gov.in/

ઘરઘંટી સહાય યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?

         માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે. તે માટે “ઘર ઘંટી સાધન સહાય” આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 15000/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.

Flour Mill Sahay Yojana PDF Form કેવી રીતે મેળવવું?

કમિશ્રન કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ  દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.

 ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. અનાજ દળવાના ધંધા માટે Ghar Ghanti Sahay Yojana ચાલુ કરેલ છે. જેના અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

  • લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
  • Flour Mill Sahay Yojana  નો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
  • લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો
  • અનાજ દળવાનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો

ઘરઘંટી સહાય મેળવવા માટે ખાસ કઈ બાબત જરૂરિયાત છે?

આ સહાય યોજનાનો લાભ મેળવવા માટે “ઘરઘંટી ચલાવેલ હોય તો તેનું પ્રમાણપત્ર જરૂરી છે. તથા ઘરઘંટી ચલાવવાની તાલીમ મેળવેલ હોય તો અનુભવ પ્રમાણપત્ર જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *