જો તમારા ઘરમાં ધનની અછત સર્જાઈ રહી છે તો હોળીના દિવસે આ 1 ઉપાય કરજો, ધનની વરસાદ થશે

જો તમારા ઘરમાં ધનની અછત સર્જાઈ રહી છે તો હોળીના દિવસે આ 1 ઉપાય કરજો, ધનની વરસાદ થશે

હિન્દૂ ધર્મમાં હોળીનો તહેવાર ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તહેવાર ભગવાનના પરમ ભક્ત પ્રહલાદની સ્વંમ ભગવાન દ્વારા કરવામાં આવેલી રક્ષાની યાદમાં ઉજવવામાં આવે છે. રંગોનો આ તહેવાર મનમાં ઉલ્લાસ ભરવા વાળો છે. પરંતુ આ બધા ઉપરાંત હોળી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એક ખાસ અવસર આપે છે. જો હોલિકા દહનના થોડા સરળ ઉપાય કરવામાં આવે તો ના માત્ર જીવનની ઘણી પરેશાની દૂર થઇ જાય છે, સાથે જ પૈસા પણ ઘણા મળે છે. આ વર્ષે હોલિકા દહન 17 માર્ચ 2022 ગુરુવારે છે.ગરીબોને દાન કરોઆ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે તમને સારું સ્વાસ્થ્ય, સંપત્તિ અને શાંતિ લાવે છે. તેથી આ દિવસે ગરીબોને દાન આપો.

નોકરી અને વ્યવસાય માટે

સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને હોલિકા દહન કરો. આ પછી એક નાળિયેર લો. તેને તમારા અને તમારા પરિવાર પર સાત વખત ફેરવો. આ નારિયેળને હોલિકા દહનની અગ્નિમાં પધરાવો. આ પછી હોલિકાની સાત વાર પરિક્રમા કરો. આ પછી ભગવાનને ફળ અથવા મીઠાઈ ચઢાવો. તેનાથી નોકરી-ધંધામાં સમસ્યાઓ દૂર થશે.

આ ઉપાય કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે

જો પરિશ્રમ અને મહેનત કર્યા પછી પણ તમને કામનું ફળ ન મળતું હોય તો હોલિકા દહનની પૂજા દરમિયાન નારિયેળની સાથે પાન અને સોપારી ચઢાવો. આ તમને વધુ સારા પરિણામો આપશે.

નાણાકીય સમસ્યાઓ ઉકેલવા માટે

-હોલિકા દહનના સમયે અળસી, ઘઉં, વટાણા અને ચણાને અગ્નિમાં નાખવાથી પૈસાની તંગી દૂર થાય છે. બીજી તરફ હોળીના દિવસે મોતી શંખને સ્નાન કરીને તેની પૂજા કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

-હોળીના તહેવારની શરૂઆત હોલિકા દહનથી થાય છે. જો તમે તમારા પરિવારમાં શાંતિની સાથે સાથે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો, તો હોલિકા દહનના દિવસે પ્રસાદ તરીકે બદામ અને મીઠાઈઓ ચઢાવો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *