ઘરના મુખ્ય દરવાજા પાસે આ 5 માંથી 1 વસ્તુ રાખી દો || તમારું ધાર્યું કામ થશે

ઘરના મુખ્ય દરવાજા પાસે આ 5 માંથી 1 વસ્તુ રાખી દો || તમારું ધાર્યું કામ થશે

વાસ્તુ અનુસાર, ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. જ્યાં રહેવાથી જીવનમાં સુખ-શાંતિ મળે અને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળે. ઘરનાં મુખ્ય દરવાજો વાસ્તુદોષ મુક્ત હોવો જરૂરી છે. જો તેમાં કોઈ દોષ હોય તો તેને તરત વાસ્તુ ઉપાય દ્વારા દૂર કરવો. કેમ કે, તેનાથી ઘર-પરિવાર સંબંધિત બધી સમસ્યા પેદા થાય છે ખાસ કરીને ધનની સમસ્યા વધારે થાય છે. જો તમને પણ ધન સંબંધિ સમસ્યા હોય તો કેમ તમારા ઘરે લક્ષ્મી નથી આવતી તેના પર ધ્યાન આપવું. તેમજ જરૂરી વાસ્તુ ઉપાય કરવા.

કોઈ પણ ઘરમાં ધન-ધાન્યની સમસ્યા હોય તો તેનું કારણ છે ઘરમાં રહેતો વધારે તનાવ. પરિવારના સભ્યો પોતાના કામમાં હોય છે. દરેકની એવી ઈચ્છા હોય છે કે તે ક્યારે પણ બિમાર ન થાય. ઘરમાં એટલું ધન હોવું જોઈએ કે ખરાબ સમસયમાં કામમાં આવે. ઘરમાં સુખ-શાંતિ આવે તે માટે ઘરના મુખ્ય દરવાજા પાસે રંગોળી કરવી જોઈએ, તેમજ ઘરમાં ફૂલોનું તોરણ લગાવવું. આવું કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થશે.

ઘરની સામે સુંદર અને સારી રીતે બનાવામાં આવેલો બગીચો હોય તો માં લક્ષ્મીનો વાસ રહે છે. ઘરની સામે બહુ બધા ઝાડ હોય તો તેની અસર પરિવારના સભ્યો પર થાય છે તેનાથી માનસિક અશાંતિ રહે છે.

કેટલાંક મકાન બહુ સુંદર દેખાતા હોય છે જેને જોઈને જ બધાને પસંદ આવી જાય છે પરંતુ કંપાઉન્ડ વોલ, સિક્યૂરિટીનો રૂમ, ઘરનો કોઈ ખૂણો તૂટેલો હોય તો આવા ઘરમાં રહેનાર લોકોને શત્રુઓ હેરાન કરતા હોય છે.

ઘરના મુખ્ય દરવાજા પર કે તેની આસપાસની જગ્યામાં સાફ-સફાય કરવી જોઈએ જેથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકે અને કોઈ પણ પ્રકારની અડચણ ઉભી ન થાય. દરવાજો ખોલતી વખતે અવાજ આવતો હોય તો પરિવારના સભ્યોની વચ્ચે અણબનાવ રહે છે. તેથી આ સમસ્યાને જલ્દી દૂર કરવી.

તમારી આસ્થા અનુસાર, ઘરના મુખ્ય દરવાજા પર બહારની તરફ શુભ સંકેતો દેખાતા હોય જેવા કે સ્વાસ્તિક, ઓમ, ત્રિશૂલ વગેરે, તેમાં સૌભાગ્ય, સમૃદ્ધિ અને પ્રસિદ્ધિમાં વધારો આવે છે.

ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારે ચપ્પલ ન રાખવા જોઈએ, તેનાથી સકારાત્મક ઉર્જા ઘરની અંદર નથી આવતી. તેવી જ રીતે મુખ્ય દરવાજાની પાછળ કોઈ પણ પ્રકારની વસ્તુ ન લટકાવી જોઈએ તેને અશુભ માનવામાં આવે છે.

તેમજ ઘરમાં ક્યારે પણ ઈશાન ખૂણામાં અને મુખ્ય દરવાજાની સામે કચરો ન રાખવો જોઈએ. આ બંને જગ્યા સિવાય ઘરમાંથી નિકળતો કોઈ પણ પ્રકારનો કચરો ઘરમાં કોઈ પણ જગ્યાએ ડસ્બબિનમાં રાખી શકાય છે.

ઘરમાં બંધ પડેલી ઘડિયાળ, ટીવી, ટેપ રેકોર્ડ, રેડિયો ન રાખવો જોઈએ. આ બંધ પડેલી વસ્તુઓને લીધે તમારા કાર્યમાં અડચણ આવી શકે છે. ઘરની અંદર પડેલી નકામી વસ્તુનો નિકાલ કરવો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *