આમલીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવવા લાગે છે. સદીઓથી ભારતીય રસોડામાં ભોજનમાં ખટાશ લાવવા માટે મોટા ભાગે આમલીના પાંદડાનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આમલી સ્વાદિષ્ટ છે એટલું જ નહીં, ઔષધિય ગુણથી ભરપૂર છે. એટલું જ નહીં આમલીના પાંદડામાં પણ એન્ટીસેપ્ટિક ગુણ હોય છે.
આજે અમે તમને આમલીના પાંદડાના ઔષધીય ગુણ જણાવીશું, જે સંક્રમણ, સોજો અને ઘા પર ઝડપથી અસર કરવામાં ભાગ ભજવે છે. આવા ઘણા ઘરેલુ નુસ્ખા છે, જેમાં આંબલીના પાંદડાના સેવનથી ઈલાજ થાય છે.
ઘા માં રૂઝ લાવે છે
આમલીના પાંદડાનો રસ ઘા પર લગાવવામાં આવે તો ઘા ઝડપથી રૂઝાઈ જાય છે. તેના પાંદડાનો રસ કોઈ પણ પ્રકારના સંક્રમણને અટકાવે છે. આ ઉપરાંત તેના રસથી નવી કોશિકા ઝડપથી બને છે.
બ્રેસ્ટ મિલ્ક વધારે છે
એવું કહેવાય છે કે આંબલીના પાંદડાનો રસ કાઢીને સ્તનપાન કરાવતી મહિલાઓને પીવડાવવામાં આવે તો તેના દૂધની ગુણવત્તા સુધરે છે.
ગુપ્તઅંગમાં સંક્રમણ
આંબલીના પાંદડાના રસના સેવનથી ગુપ્ત અંગમાં સંક્રમણ ફેલાતું અટકે છે એટલે તેનાથી થતા રોગની બિમારીના લક્ષણમાં રાહત આપે છે.
આંબલીના પાંદડામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે કોઈ પણ બેક્ટેરિયાના સંક્રમણથી શરીરને બચાવે છે. જેના કારણે શરીર સ્વસ્થ રહે છે.
ડાયાબિટીઝ કરે છે નિયંત્રિત
આંબલીના પાંદડાનું સેવન કરવાથી શરીરમાં સુગરનું સ્તર નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. તેનાથી ડાયાબિટીસ જેવી બિમારી નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
સ્કર્વીને દૂર રાખો
સ્કર્વી વિટામિન સીની કમીના કારણે થાય છે. સામાન્ય રીતે સ્કર્વી પેઢા, નખ અને થાક જેવા લક્ષણો સાથે થાય છે. આંબલીના પાંદડામાં ઉચ્ચ એસ્કોર્બિક એસિડ સામગ્રી હોય છે, જે એન્ટી સ્કર્વી વિટામિનના રૂપમાં કામ કરે છે.
સોજો અને જોડાથી રાહત
આંબલીના પાંદડાના રસથી શરીરમાં સોજા અને સાંધાના દર્દમાં રાહત મળે છે. તેના સેવનથી કોઈ પણ પ્રકારના શારિરીક સોજાના ઉપયોગમાં રાહત મળે છે. પાંદડાની અસર વધારવા માટે પપૈયા, મીઠા અને પાણીના પાંદડામાં ઉમેરવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે તમે વધુ પડતું મીઠું ના નાખો. આંબળીના પાંદડાના રસથી શરીરમાં એલર્જી પણ નથી થતી.