નીચેનું લાંબુ લખાણ ન વાંચવું હોય તો એટલું જ વિચારીએ કે જેને માટે હ્રદય માં માતૃભાવના પેદા થાય તે મા સ્વરૂપ અને ગાય અને ભેંસ ની સામે જોઈ તમારા દિલમાં જેને માટે લાગણી થાય તે મા. હ્રદય કદી ખોટો જવાબ નહિ આપે.
દેવો,દાનવો વચ્ચેના સમુદ્ર મંથનમાંથી ગાય ( કામધેનુ) બહાર આવી હતી.ભેંસ નહિ. શાસ્ત્રો ગાયના શરીરમાં દેવતાઓનો વાસ કહે છે,ભેંસના નહિ.ફકત દૂધ આપવાથી કોઈ પ્રાણી મા સમાન ગણાય નહી.દૂધ ઘણા પ્રાણીઓ આપે છે.
ભેંસ કાળક્રમે આફ્રિકાનું મૂળ પ્રાણી ગણાય છે. પૃથ્વીના ખંડો કરોડો વર્ષોની પ્રક્રિયા પછી છૂટા અથવા જોડાય છે.સૌરાષ્ટ્ર આફ્રિકા ખંડની હિસ્સો ગણાય છે. આફ્રિકામાં ૨૦ લાખ આસપાસ જંગલી ભેંસ છે,પણ એક પણ આફ્રિકન ભેંસ પાળતો જોયો નથી કે ભેંસનું દૂધ કદી પીવાતું નથી. આફ્રિકાનું સિંગાપોર બનવા જઈ રહેલા રવાંડા નામના પ્રગતિશીલ , લાંચ રૂશ્વત ફ્રી , પ્લાસ્ટિક ફ્રી, આફ્રિકન દેશમાં ગાયો સામાજિક,ધાર્મિક પરંપરાઓ હિસ્સો ગણાય છે, ત્યાં લગ્નમાં દીકરીને ગાય ભેટ અપાય છે,ભેંસ નહિ. સૌરાષ્ટ્રમાં આજે પણ દીકરીને ગાય આપવાનો રિવાજ જોવા મળે છે. તાજેતરમાં નરેન્દ્ર મોદીએ રવાંડા ની મુલાકાત લઈ ભારત તરફથી તે દેશને ૨૦૦ ગાયો ભેટ આપી છે.
કહેવાય છે કે સમુદ્ર મંથન પછી દરેક દેવ, દેવીઓએ પોતાનું સ્થાન નક્કી કર્યું તેમાં લક્ષ્મીજીએ પોતાનું સ્થાન ગાયનું ગમાણ અને છાણ માં નક્કી કર્યું. આજે કદાચ હજજારો વર્ષ પછી આ રહસ્ય થોડું ઘણું મનમાં બેસે છે કે આધુનિક વિજ્ઞાન ગાયના છાણમાં સૌથી વધુ ઓર્ગેનિક કાર્બન કેમ ગણે છે? ગાયના છાણનો ઉત્તમ ઉપયોગ ઓર્ગેનિક ખાતરમાં શરૂ થતાં જ દેશની યુરિયા ની આયાત,સબસિડીમાં રૂ. ૨ લાખ કરોડનો ફાયદો દર વર્ષે નિષ્ણાતો ગણે છે અને લાખો કરોડ રૂ. નો ફાયદો પેટ્રોલિયમ આયાત ઘટવાથી દર વર્ષે ગેસ, ઊર્જામાં ફાયદો આવી રહ્યો છે. આ લક્ષ્મીજીની કૃપા ગણાય. ગાય આ રીતે કૃષિ અર્થતંત્ર નો આધાર ગણાય છે.
દેશમાં છાણ આધારિત બાયો- CNG plant ની શક્યતા ૩,૫૦,૦૦૦ પ્લાન્ટ ની છે.વિચારો કે દરેક ઘરને ગેસ મળે,દરેક ખેડૂતનો ખાતરનો કમરતોડ બોજો કાયમી ઓછો થઈ જાય તો પુરાણોમાં લક્ષ્મીજીએ નક્કી કરેલી પસંદગી બરાબર દેખાય છે.દેશને કેટલો મોટો કાયમી નાણાકીય ફાયદો?
આયુર્વેદ ગાયના દૂધની હિમાયત કરે છે,ભેંસનું દૂધ આળસ, ભારેપણું, જાડી બુદ્ધિ આપે છે તેવું આયુ વિજ્ઞાન કહે છે.માતાનું દૂધ સૂક્ષ્મ બુદ્ધિ,ઊર્જા,ઓજસ, ચપળતા આપે છે અને ગાયના દૂધમાં આજ ગુણો છે,તેથી કદાચ ગાયને માતાનો દરજ્જો અપાયો છે.
ગાયની આંખોની કરુણા ,વાત્સલ્ય જુઓ,જુદો અનુભવ થશે.ભેંસ સામે જોશો તો પણ જુદા અનુભવની ખાતરી થશે. કોઇ અર્ધપાગલ પ્રાણી જેવું લાગશે. એક બે આપણી ગીર ગાયના અને મારી ગૌશાળાની તથા અન્ય ગાયોના ફોટા મૂકવાનો પ્રયાસ કરીશ. ધ્યાનથી જોજો.
ગાયનું વાછરડું નંદી બને છે અને ભેંસનું પાડુ, આજીવન પાડુ જ રહે છે.યમરાજનું વાહન પાડો છે તો નંદીને પ્રજાનો પાલક ગણવામાં આવે છે.હજજારો વર્ષની આપણી કૃષિ સંસ્કૃતિને વિકસાવવામાં બળદે જે મહેનત અને લોહી રેડ્યા છે તે પાડા એ નથી કર્યું. તહેવારોમાં ગાયની પૂજા થાય છે ,ભેંસની નહિ.
અખાત્રીજ ને દિવસે બળદની પૂજા થાય છે,ભેંસની નહિ.
યુએસએ માં depression દૂર કરવા માટે ગાયને વળગીને રડવાના કલાકના હિસાબે ડોલર લેવાય છે,ભેંસની પાસે બેસવા કોઈ રાજી છે? બાબા રામદેવની મે એકવાર વડોદરામાં મુલાકાત લીધી હતી.બાબાની ચર્ચામાં તેઓ કહે છે કે જ્યાં ગાય હોય ત્યાં વાસ્તુ દોષ રહેતો નથી, સર્પ, વિંછી નો ભય નથી રહેતો. આ જાત અનુભવની વાત છે. તો ગાયનો ઓરા ૧૦૦ મીટર સુધી ફેલાય છે તેવું ઓરા માપવાના વૈજ્ઞાનિક સાધનો થી પુરવાર થયું છે તેથી જ્યારે તમે સારી ગૌશાળા ની મુલાકાત લો છો ત્યારે શાંતિ અને આનંદ અનુભવો છો. એક વાર પ્રયાસ કરો સાથોસાથ ભેંસના તબેલાની મુલાકાત ગોઠવી લેવી એટલે તફાવત આપોઆપ સમજાઈ જશે.
દેશી ગાયના છાણની,મૂત્ર ની વાસ ખરાબ, અરુચિકર નથી હોતી અને અન્ય તબેલામાં કે પરદેશી ગાયોના શેડમાં તમને ખરાબ વાસ આવશે.
પાળેલી ગાયને બોલાવો નહિ તો રડે છે,ભેંસને આવી કોઈ લાગણી જ નથી. અમારો એક ગીર ખૂંટ એટલો કદાવર હતો કે હાથીનું નાનું સ્વરુપ લાગે, તેને ગળે વળગીને ઊભા રહો એટલે એ ખૂબ સાવચેત થઈને જ્યાં સુધી તમે છુટા ન પડો ત્યાં સુધી એનાથી તમને નુકસાન કે વાગે નહિ તેની કાળજી રાખે. સામે જૂઓ નહીં તો રડે.
બ્રાઝિલ ના નિષ્ણાતો દેશમાંથી ગીર ગાયો લઈ ગયા,ભેંસ નહિ.આજે બ્રાઝિલની કૃષિ સમૃદ્ધિ,સંસ્કૃતિ આપણ ૩૦ લાખ ગીર ગાય આધારિત છે.
ગાયની ગૌશાળા કહેવાય, ભેંસનો તબેલો કહે છે.ગાયનો તબેલો એવો શબ્દ પ્રયોગ મે હજુ સાંભળ્યો નથી.
આપણાં દેવી દેવતાઓ,ગુરુ દત્તાત્રેય, શ્રી કૃષ્ણ ગાયો સાથે દેખાય છે,ભેંસો સાથે નહિ.
ધનવાન શબ્દ ધણ પરથી આવ્યો છે,પ્રાચીન સમયમાં જેની પાસે વધુ ધણ એટલે કે ગાયો હોય તે ધનવાન ગણાતો.
ગાય કદી કાદવ કીચડ માં જોવા નહિ મળે,ભેંસ ને કાદવમાંથી બહાર કાઢવા માલિકને બહુ મહેનત પડે.
યુએસએ,યુરોપ, ન્યૂ ઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા વિ.માં ભેંસનું દૂધ મળતું નથી. ફકત ગાયનું દૂધ જ પીવાય છે.
તાંત્રિક રીતે નિમ્ન કક્ષાની ગણાતી કેટલીક શક્તિ સ્વરૂપો પણ પોતાના વાહન તરીકે છેવટે બકરો રાખે છે અને ભેંસ કદાચ વાહન તરીકે તેમને પણ પસંદ નથી.
ગાયોનો ઉલ્લેખ વેદોમાં પણ છે. પૂજા,યજ્ઞ,ધાર્મિક સંસ્કારો, પંચગવ્ય માં ગાયના દૂધ,દહી, ઘી વપરાય છે. યજ્ઞમાં ફકત ગાયના છાણના chhana વપરાય છે.
હમણાં મને કેન્યાના હિન્દુ સમાજ, સ્વામિનારાયણ મંદિર અને કૃષ્ણ પૂજા સાથે જોડાયેલા સંગઠનો એ ૫૦ ગીર ગાય માટે વિનંતિ કરી ઈસ્ટ યુરોપના રોમાનિયામાં એક આખું ગામ European ગોરાઓનું કૃષ્ણ ભક્ત કોલોની બનાવી રહે છે. મારે જવું છે જોવા માટે. મુંબઈના ઇસ્કોન મંદિરનાં MD એ દર મહિને ૨૦૦૦ કિલો ગીર ગાયના ઘી ની માગણી માટે વિનંતી કરી છે.
આ વિગતોનો ટુંક સાર એટલોજ કે ગાય આપણાં રોજીંદા જીવન સાથે પુરાણા સમય
થી જોડાયેલી છે. ચકલાં,કૂતરા, અશ્વ, કાગડા, કબૂતર વિ. માનવ સાથે પહેલેથી રહેલા છે જ.
આપણાં ઘરમાં પહેલી રોટલી ગાય અને કૂતરાની બને છે,ભેંસની નહિ.
આભાર. આ લખાણથી કોઈને,પ્રશ્ન પૂછનારને આનંદ થાય તો