ગરીબ પરિવાર માંથી આવતી આ 4 દીકરીઓ ની મેહનત થી ચાલે છે બોલિવૂડ, જન્મ સમય સગા બાપના…

Posted by

એક મહિલા જ સંસારની મૂળ સૂત્રધારક હોય છે, તેમ છતાંપણ લોકો તેનું સન્માન નથી કરતા. પરંતુ એ કહેવું ખોટું નહિ ગણાય કે થોડે અંશે મહિલાઓ વિષે લોકોની માન્યતાઓ જરૂર બદલાઈ છે. પરંતુ હજુ પણ થોડા છેવાડાના ગામો એવા છે જ્યાં છોકરીને જન્મતા જ માતમ મનાવવામાં આવે છે.

આજના જમાનામાં મહિલા પુરુષ કરતા દરેક ક્ષેત્રમાં આગળ નીકળી ગઈ છે. પરંતુ એક સમયમાં ઘરમાં છોકરીઓનો જન્મ થવો અભિશાપ સમજવામાં આવતો હતો. એવી જ વિચારસરણી હતી શક્તિ મોહન, નીતિ મોહન, મુક્તિ મોહન અને કીર્તિ મોહનના પિતાની. હવે તમે વિચારી રહ્યા હશો કે આ કોણ છે. તો નીતિ મોહન, મુક્તિ મોહન, શક્તિ મોહન આજે બોલીવુડમાં એક જાણીતું નામ છે.

આજે મોહન સિસ્ટર્સ બોલીવુડ ઉપર રાજ કરી રહી છે. પરંતુ એક સમય એવો પણ હતો જયારે તેમના પિતા બ્રીજ મોહન શર્મા ૪ છોકરીઓના જન્મવાથી ઘણા નારાજ થયા હતા. તેણે ૪ છોકરીઓના પિતા થવું મંજુર ન હતું. પરંતુ તેમની દીકરીઓને કારણે જ આજે લોકો તેને ઓળખે છે. હવે તેના પિતાને વિશ્વાસ થઇ ગયો છે કે દીકરીઓ કોઈનાથી ઓછી નથી હોતી. છેવટે કોણ છે આ મોહન સિસ્ટર્સ અને બોલીવુડમાં શું છે તેનું યોગદાન આવો તમને જણાવીએ.

નીતિ મોહન :

ચાર બહેનોમાં નીતિ મોહન સૌથી મોટી છે. નીતિ આજે બોલીવુડની એક જાણીતી ગાયિકા છે. તે હજુ સુધી ઘણી ફિલ્મોમાં ગીત ગઈ ચુકી છે. તેને લોકપ્રિયતા ફિલ્મ ‘સ્ટુડેંટ ઓફ દ ઈયર’ ના ગીત ‘ઈશ્ક વાલા લવ’ થી મળી હતી. ત્યાર પછી તેમણે હીટ ગીતોનો સપાટો બોલાવી દીધો. આજે દરેક તેની સાથે કામ કરવા માંગે છે.

મુક્તિ મોહન :

મુક્તિ મોહન શક્તિની જેમ જ કોરીયોગ્રાફર છે. તે પણ ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફર કરી ચુકી છે. મુક્તિ ભારતની એક પ્રસિદ્ધ કોરિયોગ્રાફર છે.

શક્તિ મોહન :

શક્તિ મોહન આજે બોલીવુડની એક ફેમસ કોરિયોગ્રાફર છે. તે ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’ રીયાલીટી શોની વિનર પણ રહી ચુકી છે. આજકાલ ઘણા રીયાલીટી શો માં ખાસ કરીને જજ તરીકે જોવા મળે છે.

કીર્તિ મોહન :

કીર્તિ પોતાની બહેનોની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી. ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી દુર થઇ ને તે એક પ્રતિષ્ઠિત કંપનીમાં ખાસ કરીને સોફ્ટવેર એન્જીનીયરનું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *