વણેલા ગાંઠિયા ખાવાના શોકીન છો ? તો આ વસ્તુ જાણી ને તમારો જીવ તાળવે ચોંટી જશે

Posted by

મનપાની ફૂડ શાખાએ ફરસાણ બનાવતા એકમો પણ ચેકિંગ હાથ ધર્યું છે જેમાં 5 એકમમાંથી ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલી 5 પેઢી જેમાં 1-વીર બાલાજી ફરસાણ, પેડક રોડ, 2-ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાકમાર્કેટ, 3-ચામુંડા ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ, 4-ભારત સ્વીટ માર્ટ, દિગ્વિજય રોડ અને સ્વામિનારાયણ ફરસાણ, લક્ષ્મીવાડી મેઈન રોડ પેઢી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ખાવાના સોડા કરતા વોશિંગ પાઉડર સસ્તો

આ પાંચ પેઢીમાંથી ત્રણમાં વોશિંગ સોડા 25 કિલો ઉપરાંત અલગ અલગ સ્થળેથી પાપડી 8 કિલો, સક્કરપારા 2 કિલો, પેંડા 4 કિલો, મોહનથાળ 10 કિલો, મોતીચુર લાડુ 3 કિલો, તીખી પાપડી 20 કિલો, તીખા ગાંઠીયા 22 કિલો, સૂકી કચોરી 4 કિલો, સમોસા 21 કિલો,તીખુ ચવાણું 8 કિલો જેવા અખાદ્ય ફરસાણ મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ખાવાના સોડા કરતા વોશિંગ પાઉડર સસ્તો હોવાથી અને વેપારીઓ દ્વારા વધુ નફો કમાવવાની લાલચે ગાંઠિયામાં ખાવાના સોડાના બદલે વોશિંગ પાઉડરનો ઉપયોગ કરી સામાન્ય નાગરિકના આરોગ્ય સામે ચેડાં કરવામાં આવી રહ્યા હતા. આ ગાંઠિયા ખાવાથી લોકોના આંતરડા અને હોજરીમાં નુકસાન થાય છે.

વધુ નફા માટે મકાઈના લોટની કરે છે ભેળસેળ

ફરાળી પેટીસમાં રાજગરાનો લોટ વપરાયછે. જોકે તેનો ભાવ 130 રૂપિયા કિલોની આસપાસ છે. જ્યારે મકાઈના લોટનો ભાવ 30થી 40 રૂપિયા હોય છે. જેથી નફાખોર વેપારીઓ મકાઈનો જ લોટ વાપરી રહ્યા છે.ફૂડ શાખાએ કોઠારિયા મેઈન રોડ પરની શ્યામ ડેરીમાંથી મીના ન્યુટ્રાલાઈટ ટેબલ માર્ગેરીનના નમૂના લીધા હતા જેમાં ધારાધોરણ મુજબ ગુણવત્તા ન નીકળતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.

આ દુકાનો પર વાસી ફરસાણ અને મીઠાઈનો નાશ કરાયો

1. વિરબાલાજી ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ, પેડક રોડ

– વોશિંગ સોડા 10 કિલો, પાપડી 8 કિલો, સક્કરપારા 2 કિલો, પેંડા 4 કિલો., મોહનથાળ 10 કિલો. અને મોતીચુરના લાડુ ૩ કિલો.

2. ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ

– વોશિંગ સોડા 10 કિલો, તીખી પાપડી 20 કિલો, તીખા ગાંઠીયા 22 કિલો, સુકી કચોરી 4 કિલો. અને સમોસા 21 કિલો.

3. ચામુંડા ફરસાણ,ગોવિંદબાગ શાક માર્કેટ રોડ

– વોશિંગ સોડા 5 કિલો અને તીખુ ચવાણું 08 કિલો.

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવ્યા

1.મોહનથાળ (લુઝ) સ્થળ

સ્થળ: ભારત સ્વીટ માર્ટ, દિગ્વિજય રોડ, કિશોરસિંહજી રોડ

2.લાસા લાડુ (મિઠાઇ,લુઝ)

સ્થળ: સ્વામિનારાયણ ફરસાણ, લક્ષ્મીવાડી મે. રોડ, હવેલી ચોક

3.સેવ (ફરસાણ -લુઝ)

સ્થળ:-વિર બાલાજી ફરસાણ એન્ડ સ્વીટ, શોપ નં 3, શિવધારા કોમ્પલેક્ષ, ગોવિંદબાગ શાક માર્કેટ, બાલક હનુમાનજી ચોક પાસે

4.તીખી પાપડી (લુઝ)

સ્થળ:- ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાક માર્કેટ

શંકાસ્પદ દૂધના લીધેલ નમૂનાની વિગત

  • ધર્મપ્રિય ડેરી,લક્ષ્મીવાડી મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • ભારતવિજય ડેરી ફાર્મ,લક્ષ્મીવાડી મે . રોડ મિક્સ દૂધ (લુઝ)
  • વૃંદાવન ડેરી ફાર્મ,પુજારા પ્લોટ મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • વિકાસ ડેરી ફાર્મ,લક્ષ્મીવાડી મે . રોડ મિક્સ દૂધ (લુઝ)
  • ભારત ડેરી ફાર્મ,કોઠારીયા કોલોની મિક્સ દૂધ (લુઝ)
  • તિરૂપતિ ડેરી ફાર્મ,કોઠારીયા કોલોની મિક્સ દૂધ (લુઝ)
  • યોગેશ્વર ડેરી ફાર્મ,કોઠારીયા કોલોની મિક્સ દૂધ (લુઝ)
  • યોગેશ્વર ડેરી ફાર્મ,સોરઠીયા વાડી ચોક મિક્સ દૂધ (લુઝ)
  • ધર્મપ્રિય ડેરી,લક્ષ્મીવાડી મે . રોડ ગાયનું દૂધ (લુઝ)
  • અશોકવિજય ડેરી ફાર્મ,કોઠારીયા રોડ મિક્સ દૂધ (લુઝ)
  • અશોક ડેરી,સહકાર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • સોનલ ડેરી ફાર્મ, આનંદનગર મિક્સ દૂધ (લુઝ)
  • ગોકુલ ડેરી, સોરઠીયાવાડી મિક્સ દૂધ (લુઝ)
  • શ્રીનાથજી ડેરી, બોલબાલા માર્ગ મિક્સ દૂધ (લુઝ)
  • ખોડીયાર દુગ્ધાલય, કોઠારીયા રોડ મિક્સ દૂધ (લુઝ)
  • શિવ દુગ્ધાલય, મેહુલનગર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • બજરંગ ડેરી ફાર્મ, મેહુલનગર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • નવરંગ ડેરી ફાર્મ, મેહુલનગર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • આવળ ડેરી ફાર્મ, બોલબાલા માર્ગ મિક્સ દૂધ (લુઝ)
  • શ્રી નકલંક ડેરી ફાર્મ, કોઠારીયા રોડ મિક્સ દૂધ (લુઝ)
  • શ્રી નકલંક ડેરી ફાર્મ, કોઠારીયા રોડ ગાયનું દૂધ (લુઝ)
  • દિનેશ ડેરી ફાર્મ, આનંદનગર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • ખોડીયાર ડેરી, માસ્તર સોસાયટી મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • સિતારામ ડેરી, બોલબાલા માર્ગ મિક્સ દૂધ (લુઝ)
  • તિરૂપતિ ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • સત્યમ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ ભેંસનુ દૂધ (લુઝ)
  • મહેશ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)
  • રાધાકૃષ્ણ ડેરી, આનદનગર મે. રોડ મિક્સ દૂધ (લુઝ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *