ગણતરીના કલાકોમાં જ ગુજરાતમાં સક્રિય ચોમાસું, અંબાલાલની ડરામણી આગાહી

Posted by

ગુજરાતમાં ચોમાસાની (Gujarat Weather) રાહ જોવાઈ રહી છે. ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પણ થઇ રહ્યો છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal patel) જણાવ્યું છે કે, ગુજરાતમાં 25થી 30 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પરંતુ જગતના તાત માટે ખુશીના સમાચાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે, ગુજરાતમાં હવે ચોમાસુ સક્રિય થશે અને વિધિવત આગમન થશે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. પશ્ચિમના ભારે પવનો વરસાદથી તરબોડ કરશે. બંગાળના ઉપસાગરનું વહન અને અરબ સાગરનું વહન આ બંને વચ્ચે ખાચો પડતો નથી. જેના કારણે ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે.

ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આજે બપોર બાદ ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસાનો પ્રારંભ થશે. વિવિધ ભાગોમાં વરસાદ થશે.

વરસાદ અંગે જોઈએ તો 24થી 25 જૂનમાં હળવો વરસાદ રહેશે. ધીરે-ધીરે ગાજવીજ અને પવન સાથે વરસવા શરુ થશે. મહેસાણાથી લઈને બનાસકાંઠા અને મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા ઉપરાંત લખતર, સુરેન્દ્રનગરના ભાગો, લીંબડી, ચોટીલામાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. વરસાદ 25થી 27 જૂનમાં આ ભાગોમાં સક્રિય રહેશે. બનાસકાંઠાથી ચોટીલાના ભાગો સુધી વરસાદ સક્રિય થશે.

આહવા, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે. ભરૂચના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે. જેમાં ભારે વરસાદ રહેશે. મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. અરબી સમુદ્રનું વહન અને બંગાળના ઉપસાગરનું વહન ગુજરાતમાં બેડો પાર કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *