ગણપતિ વિસર્જન પછી શ્રીફળ, ફુલ, સોપારી, ચોખા, લાલ કપડું, કળશનાં પાણી વગેરેનું શુ કરવું જોઈએ, મોટાભાગનાં લોકોને તેની સાચી માહિતી જ નથી

Posted by

ભગવાન ગણપતિના વિસર્જન બાદ આપણે શું શું કરવું જોઈએ. ભક્તિ ભાવની સાથે આપણે ભગવાન ગણપતિનું પુજન કરીએ છીએ અને વિસર્જન પણ કરીએ છીએ. વિસર્જન બાદ ઘરમાં જે પુજન સામગ્રી બચે છે જેમ કે કળશ, કળશની અંદરનું પાણી, કળશમાં રાખવામાં આવેલી સોપારી, સિક્કો, નાળિયેર, હળદર ની ગાંઠ, ભગવાન ગણપતિના લાલ કપડા, આસન ઉપર રાખવામાં આવેલા ચોખા, નવગ્રહ માટે રાખવામાં આવેલ ચોખા, નવગ્રહ માટે રાખવામાં આવેલી સોપારી વગેરે વસ્તુઓનું આપણે વિસર્જન બાદ શું કરવું જોઈએ? તેની સાચી જાણકારી ભાગ્ય જ અમુક લોકોને હોય છે.

ગણપતિનું વિસર્જન કરતા સમયે જ્યારે તમે નદી, તળાવ અથવા સમુદ્રના કિનારે જાઓ છો. તો સૌથી પહેલા લોકો સમુદ્ર નદી અને તળાવ જ્યાં પણ તમે ગણપતિજીનું વિસર્જન કરવા માંગી રહ્યા છો ત્યાં તમારે નદી, તળાવ અથવા સમુદ્રની અંદરથી એક મુઠ્ઠી માટી પોતાની સાથે લઈ જવી.

જો તમે ગણપતિજીનું વિસર્જન પોતાના ઘર વગેરે જગ્યાએ કરવા માંગો છો તો ત્યાં પણ ગણેશજીની પ્રતિમા થોડા સમય બાદ ઓગળી જાય છે તો તમારે તેમાંથી થોડી માટી કાઢી લેવી જોઈએ અને તમે ગણપતિ ભગવાનનું જે આસન બનાવ્યું હતું તે આસન ઉપર જઈને તે માટે રાખી દેવી જોઈએ અને ત્યાં દીવો પ્રગટી રહ્યો હોય તો તેને શરૂ રાખવો જોઈએ. તેનો ભાવ એવું કહેવા માંગે છે કે ગણપતિજીનું જે વિશાળ સ્વરૂપ હતું, તેનું સ્થુળ શરીર આજે પણ તમારા ઘરમાં રહેલ છે. તેનાથી તમારા મનમાં એવી ભાવના રહે છે કે આપણે ભગવાન ગણપતિનું વિસર્જન કરી દીધું છે પરંતુ ભગવાન ગણેશનું એક સુક્ષ્મ સ્વરૂપ આપણે ઘરે લઈ આવ્યા છીએ, જે હંમેશા આપણી સાથે રહેશે. તમારે આ સુક્ષ્મ સ્વરૂપની આરતી કરવી જોઈએ.

આરતી કર્યા બાદ બીજા અને ત્રીજા દિવસે આ માટીને પોતાના ઘરના કોઈ કુંડામાં ઉમેરી દો. વિસર્જન કરવામાં આવેલી માટી ક્યારેય પણ તુલસીના છોડમાં ઉમેરવી જોઈએ નહીં તથા કળશ વગેરેનું પાણી પણ તુલસીમાં ઉમેરવું જોઈએ નહીં. તમે ઈચ્છો તો તેને પોતાના ઘરના કોઈપણ કુંડામાં ઉમેરી શકો છો અને બાકીની જે સામગ્રી બચેલી છે, જેમ કે લાલ કપડું, સોપારી, ચોખા વગેરે તેને કોઈ બ્રાહ્મણને દાન કરી દેવી જોઈએ. જો તમે પોતાના ઘરમાં કોઈ પંડિત અથવા બ્રાહ્મણને બોલાવેલ નથી તો તમે તે લાલ કપડા નો પોતાના ઘરના મંદિરમાં ઉપયોગ કરી શકો છો. તે લાલ કપડામાંથી તમે ભગવાનનું આસન પણ બનાવી શકો છો.

કળશ ઉપર રાખવામાં આવેલ નાળિયેરનો પ્રસાદ બનાવી લો અને તે પ્રસાદ મીઠો બનાવવો અને ઘરના લોકો તે પ્રસાદ ખાઈ શકે છે અથવા તો તે પ્રસાદ પોતાની આસપાસના લોકોમાં વહેંચી દો. ત્યારબાદ ભગવાન ગણપતિ નીચે જે ચોખા તમે રાખેલા હતા તે ચોખાની તમારે ખીર બનાવી જોઈએ અને બાકી બચેલા ચોખાને પોતાના ઘરના અન્ય ધાન્યમાં ઉમેરી દેવા જોઈએ. જો તમે તે ચોખાને પોતાના ધાન્યમાં ઉમેરવા માંગતા નથી તો તેને માછલી અને પક્ષીઓને નાખી દેવા જોઈએ. તે સિવાય તમે તે ચોખાના ભાત બનાવીને ગાયને પણ ખવડાવી શકો છો.

પુજામાંથી બચેલી સોપારીને તમે કોઈ કુંડામાં દબાવીને તેની ઉપર કોઈ છોડ ઉગાડી શકો છો. તે સિવાય તમે ઇચ્છો તો ગણપતિ પુજન માં ઉપયોગ કરવામાં આવેલી સોપારીને પ્રવાહિત જળમાં પણ વિસર્જિત કરી શકો છો. ત્યારબાદ કળશ ની અંદર બચેલા સિક્કા ને તમે પોતાના ઘરમાં રહેલા કોઈપણ છોડના કુંડામાં દાટી શકો છો અથવા તો તેનું વિસર્જન પણ કરી શકો છો.

તે સિવાય જો તમે ગણપતિ પુજનમાં ચડાવવામાં આવેલી દક્ષિણા તમે કોઈ બ્રાહ્મણને દાન કરી શકો છો. જો તમને કોઈ સમયસર બ્રાહ્મણ મળતા નથી તો તમે આ પૈસા કોઈ નાની કન્યા ને પણ આપી શકો છો. ત્યારબાદ કળશમાં રહેલા પાણીથી પોતાના સમગ્ર ઘરમાં છંટકાવ કરી શકો છો. ખાસ ધ્યાન રાખવું કે આ પાણીનો છંટકાવ બાથરૂમમાં કરવો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *