ગંગુ તૈલી થી રાજા ભોજ સુધી નો સફર, ચોર બજાર માંથી ચમચી ખરીદી વ્યક્તિ રાતોરાત લાખોપતિ બની ગયો

ગંગુ તૈલી થી રાજા ભોજ સુધી નો સફર, ચોર બજાર માંથી ચમચી ખરીદી વ્યક્તિ રાતોરાત લાખોપતિ બની ગયો

સોસીયલ મીડિયા પર ઘણીવાર ગણા લોકો પોતાના નસીબ ને અજમાવે છે, અને અવારનવાર કિસ્મત સારી હોય તો વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી જાય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, ગંગૂ તૈલીથી રાજા ભોજ સુધીનો પ્રવાસ ક્યાં ખેડાઇ જાય તેની જાણ થતી નથી. હાલમાં એક વ્યક્તિનું નસીબ એવું ચમક્યું કે તૂટેલી ચમચીના 2 લાખ રૂપિયા મળ્યાં હતા.

તેણે ખાલી 90 પૈસામાં ખરીદી હતી ચમચી:

એક રિપોર્ટ પ્રમાણે શખ્સને ચમચીને જોઈ અનુભવ થયો હતો કે, આ ચમચીમાં કંઇક તો ખાસ છે કે, જેથી તેણે ફક્ત 90 પૈસામાં આ ચમચીની ખરીદી કરી હતી. ત્યારબાદ આ ચમચીની તપાસ કરતા જાણવા મળ્યું કે, 13મી શતાબ્દીની રોમન યુરોપિયન સ્ટાઇલની છે. આ શખ્સને વિશ્વાસ આવી ગયો હતો કે, તેના હાથમાં જેકપોટ લાગ્યો છે.

આ ચમચી નિલામીમાં 2 લાખમાં વેચાઇ હતી:

તેણે જ્યારે ચમચીની હાલની કિંમત જાણી તો તેની આંખો પહોળી થઈ ગઇ હતી. 52,000 રૂપિયા એની કિંમત હતી ત્યારબાદ તેણે ઓનલાઇન ઓક્શન પ્લેટફોર્મ પર મૂકી હતી. આ ચમચીની ખરીદી કરવા માટે લોકો બોલી લગાવી રહ્યાં હતા. આ ચમચી છેલ્લે 1,97,000 રૂપિયા અને એક્સ્ટ્રા ચાર્જ જોડ્યા ત્યારે 2 લાખમાં વેચાઈ હતી.

શખ્સને વિશ્વાસ થઇ ગયો હતો કે તેના હાથમાં જેકપોટ લાગઈ ગયો છે. આ શખ્સે પોતાની ઓળખાણ છૂપાવી છે પણ તેની ચમચીને નીલામ કરનારી કંપની દ્વારા તસવીર શૅર કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે, આ શખ્સ બૂટ માર્કેટ જતો રહે છે તેમજ ત્યાં તેણે એક સેલર પાસેથી આ ચમચીની ખરીદી કરી હતી.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *