ગણેશજીને ચુપચાપ ચડાવી દો આ ૧ વસ્તુ, ૨૪ કલાકની અંદર જે માંગો એ મળશે, રાતોરાત થશે કરોડોનો ફાયદો

Posted by

ભગવાન ગણેશને ચતુર્થી તિથિના અધિષ્ઠાતા માનવામાં આવે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન ગણેશનું અવતરણ થયું હતું. તેના કારણે ચતુર્થી ભગવાન ગણેશને અત્યંત પ્રિય છે. વિનહર્તા ભગવાન ગણેશ બધા જ સંકટ દુર કરે છે. તેમની પુજા અને વ્રત કરવાથી બધા જ કષ્ટ દુર થઈ જાય છે. ભગવાન ગણેશનું સ્થાન બધા દેવી-દેવતાઓમાં સર્વોપરી છે. ભગવાન ગણેશજીને બધા સંકટ દુર કરનાર અને વિધ્નહર્તા માનવામાં આવે છે. જો ભગવાન ગણેશની પુજા અર્ચના નિયમિત રૂપથી કરવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.

વળી ગણેશ ચતુર્થી પર તમે અમુક જ્યોતિષ ઉપાય કરીને ભગવાન ગણેશને પ્રસન્ન કરી શકો છો અને તેનાથી તમારા ધન-દોલત, સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. તો ચાલો જાણીએ કે ક્યા ઉપાય કરવાથી ભગવાન ગણેશને અતિ પ્રસન્ન કરી શકાય છે.

નારદ પુરાણમાં વર્ણિત ગણેશજીનાં ૧૨ નામને સવાર-સાંજ ૧૦૮ વખત જાપ કરવાથી બધા વિઘ્નનો નાશ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીના આ ૧૨ નામનું ધ્યાન કરવાથી ભગવાન ગૌરી નંદન ગણેશ પોતાના ભક્તો ઉપર જલ્દી પ્રસન્ન થાય છે. એટલા માટે જો તમે ગણપતિજીને પ્રસન્ન કરવા માંગો છો તો પોતાના ઘરમાં જ ભગવાન ગણેશની વિધિ વિધાનથી પુજા કરો અને તેમના ૧૨ નામનો ૧૦૮ વખત જાપ કરીને પોતાના મનની ઈચ્છા પ્રકટ કરો. નારદપુરાણ અનુસાર ભગવાન ગણેશના નામ આ પ્રકારે છે. સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિધ્નનાશ, વિનાયક, ધુમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર અને ગજાનંદ.

ગણેશ ચતુર્થી ના દિવસે ગણેશ મંદિરમાં જઈને ભગવાન ગણેશના દર્શન કરો. ત્યારબાદ ગણેશજીને દુર્વા અર્પિત કરો. સાથોસાથ ગણેશ ચતુર્થીના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવો. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને સિંદુર અર્પિત કરવાથી જીવનમાં રહેલી તમામ પરેશાનીઓ નો નાશ થઈ જાય છે અને દરેક મનોકામના અવશ્ય પુર્ણ થાય છે.

ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવાની સૌથી સરળ રીત છે કે આ દિવસે સવારે સ્નાન અને પુજા પાઠ કરીને ગણેશજીને પાંચ દુર્વા ઘાસ અર્પિત કરો. દુર્વા ગણેશજીના માથા ઉપર રાખવી જોઈએ. ચરણોમાં દુર્વા રાખવી નહીં.

શાસ્ત્રો અનુસાર શમીનો છોડ એકમાત્ર એવો છોડ છે જેની પુજાથી ભગવાન ગણેશજી અને શનિદેવ બંને પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામે પણ રાવણ ઉપર વિજય મેળવવા માટે શમી ની પુજા કરી હતી. શમી ગણેશજીને અત્યંત પ્રિય છે. શમી નાં અમુક પાન નિયમિત ગણેશજીને અર્પિત કરશો તો ઘરમાં અઢળક ધનદોલત અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પવિત્ર ચોખા અર્પિત કરો. પવિત્ર ચોખા તેને કહેવામાં આવે છે જે તુટેલા ન હોય. પકાવવામાં આવેલા ચોખાનો ઉપયોગ પુજામાં કરવો જોઈએ નહીં. ભગવાન ગણેશને સુકા ચોખા ચડાવવા જોઈએ.

સિંદુર ભગવાન ગણેશને ખુબ જ પ્રિય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમને લાલ સિંદુરનું તિલક લગાવો. ગણેશજીને તિલક લગાવ્યા બાદ પોતાના માથા ઉપર સિંધુ લગાવો. તેનાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે તથા તેનાથી આર્થિક ક્ષેત્રમાં આવતી પરેશાની અને વિધ્ન સામે ભગવાન ગણેશ રક્ષા કરે છે.

ગણેશજીનો એક દાંત પરશુરામજી સાથે યુદ્ધ કરતા સમયે તુટી ગયો હતો. તેનાથી અન્ય ચીજો ખાવામાં ગણેશજીને તકલીફ થઈ રહી હતી. કારણ કે તેમને ચાવવી પડે છે. મોદક ખુબ જ મુલાયમ હોય છે, જેને ચાવવો પડતો નથી. તે મોઢામાં જતાની સાથે જ ઓગળી જાય છે. એટલા માટે ભગવાન ગણેશને મોદક ખુબ જ પ્રિય છે.

જો ગણેશ ચતુર્થીના દિવસે તમે ઉપર જણાવવામાં આવેલા ઉપાય કરો છો તો તેનાથી ભગવાન ગણેશ અત્યંત પ્રસન્ન થાય છે અને ઘર પરિવારમાં સુખ-શાંતિ તથા અઢળક ધન-દોલત નાં આશીર્વાદ આપે છે. તમે પોતાના જીવનમાં દરેક પ્રકારના દુઃખ દુર કરવા માંગો છો તથા અઢળક ધન સંપત્તિ મેળવવા માંગો છો તો તમારે ગણેશ ચતુર્થી ના દિવસે આ ખાસ ઉપાય જરૂરથી અજમાવવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *