થોડા સમયમાં જ ગણેશ ચતુર્થી નો તહેવાર ઉજવવામાં આવશે. આપણી સંસ્કૃતિમાં ગણેશજીને પ્રથમ પુજનીય દેવતાનો દરજ્જો આપવામાં આવેલ છે. કોઈપણ દેવી-દેવતા ની પુજા કરતા પહેલા ભગવાન શ્રી ગણેશની પુજા કરવાનું વિધાન છે અને થોડા દિવસોમાં જ ગણેશ ચતુર્થી આવી રહેલ છે. સાથોસાથ તેમને બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતાના રૂપમાં પણ પુજવામાં આવે છે. ગણેશજીની ઉપાસના ખુબ જ જલ્દી ફળદાયક માનવામાં આવે છે અને ગણેશ ચતુર્થીના દિવસે જે વ્યક્તિ વ્રત કરે છે તેની બધી જ ઈચ્છાઓ પુરી થાય છે. સાથો સાથ તેને દરેક પ્રકારના સંકટમાંથી પણ છુટકારો મળે છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ધન સંપત્તિમાં પણ વધારો થાય છે. તેવામાં આજે અમે તમને જણાવીશું કે જો તમે એક ચપટી સિંદુરનો ઉપાય કરો છો તો ગણેશજી તમારા બધા જ દુઃખ પળભરમાં દુર કરી દેશે.
ગણેશજીને બુદ્ધિ, સુખ અને સમૃદ્ધિના દાતા પણ કહેવામાં આવે છે. ૩૧ ઓગસ્ટના રોજ ૧૦ દિવસીય પર્વ ગણેશ ચતુર્થી ની શરૂઆત થઈ રહી છે. આ દિવસે લોકો ધામધુમથી ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આજના દિવસે સુખ સમૃદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશ નો જન્મ થયો હતો. એવું કહેવામાં આવે છે કે જ્યાં ગણેશજી વાસ કરે છે, ત્યાં રિદ્ધિ-સિદ્ધિ તથા શુભ-લાભ પણ નિવાસ કરે છે.
ભગવાન ગણેશની વિધિપુર્વક પુજા કરવાથી તેઓ પ્રસન્ન થઈને ભક્તો ઉપર પોતાની કૃપા વરસાવે છે અને તેમના બધા જ કષ્ટ દુર કરે છે તથા તેમના દરેક કાર્ય કોઈપણ અડચણ વગર પુરા થાય છે. બાપાને પ્રસન્ન કરવા માટે ગણેશ ચતુર્થી પર ભક્તો તેમને પ્રિય ચીજો અર્પિત કરે છે, સાથોસાથ ભગવાન શ્રી ગણેશને લાલ સિંદુર પણ ખુબ જ પ્રિય છે. ગણેશ ચતુર્થીનાં અવસર પર લાલ સિંદુરના અમુક ઉપાય કરવાથી તમારા તમામ દુઃખ દુર થાય છે, અઢળક ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે તથા તમે જે ઈચ્છા મનમાં વિચારો છો એ પણ તુરંત પુરી થઈ જાય છે.
શા માટે ગણેશજીને પ્રિય છે સિંદુર
પૌરાણિક કથાઓ અનુસાર ગણેશજીએ બાળપણમાં એક સિંદુર નામના રાક્ષસ નો અંત કર્યો હતો. તે સમયે તેનું લોહી પોતાના શરીર ઉપર લગાવી લીધું હતું. કહેવામાં આવે છે કે ત્યારથી ગણેશજીને લાલ સિંદુર ખુબ જ પ્રિય છે. માનવામાં આવે છે કે ગણેશજીને સ્નાન કરાવ્યા બાદ તેમને લાલ સિંદુર અર્પિત કરવાથી ગણેશજીના આશીર્વાદ મળે છે. ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.
સિંદુર ચડાવવાના ફાયદા
કહેવામાં આવે છે કે જો ગણેશજીને લાલ સિંદુર અર્પિત કરવામાં આવે તો વ્યક્તિને શાંતિ અને સમૃદ્ધિ મળે છે. વળી સિંદુર અર્પિત કરવાથી વ્યક્તિના લગ્ન પણ ખુબ જ જલ્દી થાય છે તથા સંતાન પ્રાપ્તિ થાય છે. સાથોસાથ બુદ્ધિમાન અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ માટે પણ ગણપતિજીને સિંદુર અર્પિત કરવામાં આવે છે. માન્યતા છે કે ઘરેથી નીકળતા સમયે જો ગણેશજીને સિંદુર અર્પિત કરવામાં આવે તો શુભ સમાચાર પ્રાપ્ત થાય છે. જ્યોતિષ અને ધર્મ શાસ્ત્રો અનુસાર નોકરી અથવા ઇન્ટરવ્યુમાં જતા સમયે પણ ગણેશજીને સિંદુર અર્પિત કરીને જવું જોઈએ.
આવી રીતે ગણેશજીને સિંદુર અર્પિત કરો
સૌથી પહેલા સ્નાન વગેરે કર્યા બાદ ચોખ્ખા વસ્ત્ર પહેરી લો. ત્યારબાદ ગણેશજીની પુજા કરો ઉત્તર અથવા ઈશાન ખુણા તરફ મુખ રાખીને બેસી જવું. ગણેશજીની મુર્તિ ઉપર જળનો છંટકાવ કરો અને ગાયના ઘીનો દીવો પ્રગટાવો. લાલ રંગના ફુલ અને દુર્વા ઘાસ અર્પિત કરો. ત્યારબાદ મંત્રનો જાપ કરીને ગણેશજીના માથા ઉપર લાલ રંગનો સિંદુર લગાવો. ત્યારબાદ ભગવાન ગણેશને પ્રિય મોદક અને તેમની પ્રિય ચીજોનો ભોગ લગાવો. આવી રીતે ગણેશજીની પુજા સંપન્ન થાય છે.
ગણેશજી નો મંત્ર – સિંદુર શોભનં રક્ત સૌભાગ્ય સુખવર્ધનમ, શુભદં કામદં ચૈવ સિંદુરં પ્રતિગૃહ્યતામ્.
જો તમે પોતાના ઘરમાં ધન ધાન્ય અને પૈસાની આવકમાં વધારો કરવા માંગો છો તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પુજા કરતા સમયે તેમને લાલ સિંદુરનું તિલક લગાવો અને ગોળનો ભોગ લગાવો. આવું કરવાથી તમારા ઘરમાં ધન ધન્ય અને અઢળક ધન સંપત્તિ નું આગમન થાય છે.
જો તમે પોતાના ઘરે પરિવારમાં સુખ સમૃદ્ધિમાં વધારો કરવા માંગો છો, તો સવારે સ્નાન વગેરે કાર્ય પુર્ણ કર્યા બાદ ભગવાન ગણેશની વિધિપુર્વક પુજા કરો અને તેમની સામે નાગરવેલના પાન ઉપર બે સોપારી રાખીને ચડાવો. આવું કરવાથી તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. જો તમે પોતાના જ્ઞાનમાં વધારો કરવા માંગો છો તો ગણેશ ચતુર્થીના દિવસે એક માટીનો ઘડો લઈ આવો અને તેમાં પાણી ભરો. ત્યારબાદ તે ઘડાનાં મુખ ઉપર કાચું નાળિયેર રાખીને તેને નાડાછડીની મદદથી બાંધી લો. હવે તે ઘણાને કોઈ મંદિર અથવા ધાર્મિક સ્થળ ઉપર દાન કરો. આવું કરવાથી તમારા જ્ઞાનમાં વધારો થાય છે.
જો તમે ઈચ્છો છો કે તમારું કોઇપણ કાર્ય અડચણ વગર પુર્ણ થાય અને તમારા જીવનમાં ક્યારેય પણ સંકટ આવે નહીં તો ગણેશ ચતુર્થીના દિવસે સવારે સ્નાન વગેરે કાર્ય કર્યા બાદ ગણેશજીને દુર્વા ની ૭ ગાંઠ અર્પિત કરો. સાથોસાથ ભગવાન ગણેશને મોદક અથવા બુંદીના લાડુનો ભોગ લગાવો. આવું કરવાથી તમારા દરેક કાર્ય કોઈપણ અડચણ વગર પુર્ણ થશે અને તમારા જીવનમાં ક્યારેય પણ સંકટ આવશે નહીં.