ગણેશ ચતુર્થીના દિવસે ભુલથી પણ આ કામ ન કરવા ચંદ્ર દર્શન ન કરવા

રિદ્ધિ-સિદ્ધિ આપનાર ભગવાન ગણેશના મહાપર્વ ગણેશ ઉત્સવ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 10 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ગણપતિના આ પવિત્ર તહેવાર પર જ્યારે તમે ‘ગણપતિ બાપ્પા મોર્યા’ ના સ્તોત્ર સાથે મૂર્તિની પૂજા કરો છો તો તમારે આ દિવસે એક દોષને પણ ટાળવો પડશે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીની રાત્રે કોઈએ ચંદ્ર ન જોવો જોઈએ કારણ કે આ રાત્રે ચંદ્ર જોવાથી વ્યક્તિ દોષી બની જાય છે.
શા માટે ન કરવા જોઈએ ચંદ્ર દર્શન ?
ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવાથી લાગતા દોષ સાથે એક વાર્તા જોડાયેલી છે. આ વાર્તા મુજબ જ્યારે ગણપતિ પર હાથીનું માથું બેસાડવામાં આવ્યું હતું અને ત્યાર પછી તેઓ પૃથ્વીની પરિક્રમા કરી પરત ફર્યા ત્યારે તમામ દેવો અને દેવીઓએ તેમની પૂજા કરી પરંતુ ચંદ્રદેવે આમ ન કર્યું. તેઓ ગણપતિજીને જોઈને હસતા હતા કારણ કે તેમને તેમના દેખાવ પર ગર્વ હતો. જ્યારે ગણપતિએ ચંદ્રદેવનું આ અભિમાન જોયું ત્યારે તે ગુસ્સે થયા અને ચંદ્રને શ્રાપ આપ્યો કે આજથી તમે કાળા થઈ જશો. ત્યારપછી ચંદ્રદેવને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ભગવાન ગણેશની માફી માંગી. ગણપતિજીએ ચંદ્રદેવ પર દયા કરી અને કહ્યું કે તે ફરીથી તેનું રુપ પામશે પરંતુ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જે જોશે તે પાપનો ભાગીદાર બનશે.
કેવી રીતે દૂર કરવો ચંદ્ર દર્શનનો દોષ
જો તમે અથવા તમારા ઘરની કોઈ વ્યક્તિ અજાણતા ગણેશ ચતુર્થી પર ચંદ્રને જોઈ લે તો ગભરાશો નહીં, પરંતુ તેને દૂર કરવા માટે નીચે આપેલા મંત્રનો સંપૂર્ણ ભક્તિ અને વિશ્વાસ સાથે જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી તમારા પર ચંદ્ર દોષની અસર નહીં પડે.
મંત્ર
સિંહ: પ્રસેન મણ્વધીત્સિંહો જામ્બવતા હત :
સુકુમાર મા રોદીસ્વત હ્યોષ: સ્યમન્તક: