બધુ જ કામ છોડીને ગણેશ ચતુર્થી પહેલા કરી લો આ ૭ ઉપાય, એટલા પૈસા આવશે કે સાચવવા માટે ૨-૩ તિજોરી લેવી પડશે

બધુ જ કામ છોડીને ગણેશ ચતુર્થી પહેલા કરી લો આ ૭ ઉપાય, એટલા પૈસા આવશે કે સાચવવા માટે ૨-૩ તિજોરી લેવી પડશે

ભગવાન ગણેશને વિધ્નહર્તા માનવામાં આવે છે. તેની સાથે જ તેઓ પ્રથમ પુજ્ય પણ છે. માનવામાં આવે છે કે કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં શ્રી ગણેશજીનું મનન કરવા માત્રથી જ સફળતા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ જીવનમાં આવનારી દરેક સમસ્યાઓનો નાશ થઈ જાય છે. કહેવામાં આવે છે કે જેટલી જલ્દી ભગવાન શ્રી ગણેશ રિસાઈ જાય છે, તેમને પ્રસન્ન કરવા પણ એટલા જ સરળ છે.

પંચાંગ અનુસાર સપ્તાહનો કોઈને કોઈ દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત હોય છે. આવી જ રીતે બુધવારનો દિવસ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે ગણેશ ચતુર્થી પર જો ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવામાં આવે તો તેમની વિશેષ કૃપા આખી જિંદગી તમારી ઉપર વરસતી રહે છે. ભગવાન ગણેશ પોતાના ભક્તોના જીવનમાં ક્યારેય પણ ધન-દૌલતની કમી થવા દેતા નથી અને તેમના બધા જ સપનાઓ પુરા કરે છે.

ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે. તેવામાં તેમની પુજા માત્રથી જ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સદબુદ્ધિ મળે છે. તેવામાં હાલમાં જ ગણેશ ચતુર્થી નો તહેવાર આવી રહ્યો છે. આજે અમે તમને એવા ૭ સ્થળ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ગણેશ ચતુર્થી પહેલા કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપા આખી જિંદગી તમારી ઉપર વરસતી રહે છે.

ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટેની સૌથી સરળ રીત તે છે કે તેમને દુર્વા અર્પિત કરો. એટલા માટે નિયમિત રૂપથી ધ્યાન રાખો કે ભગવાન ગણેશને દુર્વા જરૂરથી ચડાવો. ભગવાન ગણેશની પુજા માટે દુર્વા ખુબ જ મહત્વપુર્ણ અને શુભ માનવામાં આવે છે. એટલા માટે નિયમિત રૂપથી સ્નાન વગેરે કાર્ય કર્યા બાદ પ, ૧૧ અથવા ૨૧ ગાંઠ દુર્વા ગણપતિજીનાં ચરણોમાં અર્પિત કરો.

ભગવાન શ્રી ગણેશને લાલ સિંદુર અતિપ્રિય છે. એટલા માટે તેમના માથા ઉપર સિંદુર અવશ્ય લગાવવું જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તથા તમારા દરેક સપના પુરા કરવામાં ભગવાન શ્રી ગણેશ મદદ કરે છે.

સતત ૭ બુધવાર સુધી ભગવાન ગણેશના મંદિરે જવું અને ગણપતિને બાપા ના દર્શન કર્યા બાદ તેમને ગોળનો ભોગ લગાવવો. આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ પોતાના ભક્તોની બધી જ મનોકામના પુરી કરે છે અને ભક્તોને અઢળક ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશની પુજા કર્યા બાદ બુધવારના દિવસે ગણેશ ચાલીસાનાં પાઠ અવશ્ય કરવા જોઈએ. ગણેશ ચાલીસાનાં પાઠ કર્યા બાદ જ તમારી પુજા સંપુર્ણ માનવામાં આવે છે.

ગણપતિ બાપા ને બુધવારના દિવસે મગની દાળની પંજરી અથવા હલવાનો ભોગ લગાવો જોઈએ અને ત્યારબાદ પ્રસાદીનો વિતરણ કરવું જોઈએ. ત્યારબાદ સાંજના સમયે આ પ્રસાદ ખાઈને પોતાનું વ્રત ખોલવું જોઈએ.

ભગવાન ગણેશને લાલ રંગના ફુલ ચડાવવા શુભ માનવામાં આવે છે, એટલા માટે ગણપતિજીને જાસુદનું ફુલ અર્પિત કરો અને જ્યારે આ ફુલ સુકાઈ જાય તો તેને પોતાના પર્સમાં રાખી લો. આવું કરવાથી તમારે ક્યારેય પણ પૈસાની તંગી નો સામનો નહીં કરવો પડે અને તમારું પાકીટ હંમેશા છલકાયેલું રહેશે.

બુધવારના દિવસે બુધ ગ્રહને પણ મજબુત કરી શકો છો. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ કમજોર છે, તો બુધવારના દિવસે લીલા રંગના કપડાં પહેરવા અથવા તો લીલા રંગનો રૂમાલ પોતાના ખિસ્સામાં રાખવો. તેની સાથે જ લીલી મગદાળ પણ અર્પિત કરો.

ભગવાન ગણેશને ખુશ કરવા માટે બુધવારના દિવસે ગાયને લીલો ચારો ખવડાવો. આવું કરવું ખુબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. એટલા માટે કોશિશ કરો કે બુધવારના દિવસે ગાયને લીલો ચારો જરૂરથી ખવડાવો. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે બુધવારના દિવસે વ્રત રાખી શકો છો. વ્રત રાખતા સમયે તે વાતનું ધ્યાન રાખો કે સવારે જલ્દી વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ ઘરે અથવા મંદિરમાં જઈને ભગવાન ગણેશની પુજા જરૂરથી કરવી.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *