મરી જવું પણ ગણેશ ચતુર્થી પર ગણપતિને ભુલથી પણ આ ૪ ચીજો ચડાવવી નહીં, ઘર-પરિવાર થઈ જાય છે બરબાદ

Posted by

હિન્દુ ધર્મમાં ગૌરીપુત્ર ભગવાન શ્રી ગણેશને સુખ-સમૃદ્ધિ, વૈભવ, વિધ્નહર્તા અને મંગલકર્તા નું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર સપ્તાહના સાત દિવસ અલગ અલગ ભગવાન માટે હોય છે. એવી જ રીતે બુધવારનો દિવસ ભગવાન શ્રી ગણેશ નો હોય છે. હિન્દુ ધર્મમાં ગણેશ પુર્જાનું વિશેષ મહત્વ જણાવવામાં આવેલ છે. કોઈપણ શુભ કાર્ય ની શરૂઆત કરતાં પહેલાં ભગવાન ગણેશની પુજા જરૂર કરવી જોઈએ. સામાન્ય રીતે પ્રત્યેક શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશજીનું પુજન કરવું શુભ માનવામાં આવે છે.

તે સિવાય ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પુજા કરવી સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે વિધિપુર્વક ભગવાન ગણેશની પુજા કરવાથી તેઓ પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થાય છે અને તેમના દરેક દુઃખ તુરંત દુર કરે છે. જોકે અમુક ચીજો એવી હોય છે જેને ભગવાન ગણેશની પુજામાં ઉપયોગ કરવો જોઈએ નહીં. કહેવામાં આવે છે કે આ ચીજો નો પુજામાં ઉપયોગ કરવાથી અથવા તો ગણેશજીને ચડાવવાથી ગણપતિ બાપ્પા નારાજ થઈ જાય છે. તો ચાલો જાણીએ કે તે ચીજો કઈ છે.

તુટેલા ચોખા

ગણેશજીની પુજામાં તેમને ચોખા અર્પિત કરવામાં આવે છે. એટલા માટે ચોખા અર્પિત કરતા સમયે તે વાતનો ખાસ ધ્યાન રાખો કે ચોખા તુટેલા ન હોવા જોઈએ. ચોખાને ગણેશજીને અર્પિત કરતા પહેલા થોડા ભીના કરીને ચડાવવા જોઈએ. કારણ કે ભગવાન ગણેશજીનો એક દાંત તુટી ગયેલો છે, એટલા માટે ભીના ચોખા ગ્રહણ કરવા તેમના માટે સહજ બને છે. ગણપતિજીને ચોખા અર્પિત કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દુર થઈ જાય છે. વળી તુટેલા ચોખા ચડાવવાથી પુજા નું અશુભ ફળ પ્રાપ્ત થાય છે.

તુલસી

ભગવાન ગણેશની પુજામાં ભુલથી પણ તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પૌરાણિક કથા અનુસાર ગણેશજીએ તુલસીજી નો વિવાહ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. વિવાહ પ્રસ્તાવનો ઇનકાર કરવા પર તુલસીજીએ નારાજ થઈને ગણેશજીને શ્રાપ આપ્યો હતો કે તેમના એક નહીં પરંતુ બે-બે લગ્ન થશે તેના પર ભગવાન શ્રી ગણેશજીએ પણ તુલસીને શ્રાપ આપ્યો હતો કે તમારા લગ્ન એક રાક્ષસ સાથે થશે. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશ ની પુજામાં તુલસી ચડાવવા વર્જિત માનવામાં આવે છે. ભગવાન ગણેશની પુજામાં તુલસીનો ઉપયોગ કરવા પર ભગવાન નારાજ થઈ જાય છે અને પુજા નું શુભ ફળ પ્રાપ્ત થતું નથી.

કેતકી નાં ફુલ

ગણેશજીને સફેદ ફુલ અથવા કેતકીના ફુલ ભુલથી પણ અર્પિત કરવા જોઈએ નહીં. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવને કેતકીના ફુલ પસંદ નથી. માન્યતા છે કે એજ કારણને લીધે ભગવાન ગણેશજીને પણ કેતકીના ફુલ ચડાવવામાં આવતા નથી.

સુકાયેલા ફુલ

ગણેશજીની પુજામાં સુકાયેલા અને વાસી ફુલ ભુલથી પણ ચડાવવા જોઈએ નહીં. સુકાયેલા ફુલ નો પ્રયોગ કરવો અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી પરિવારમાં દરિદ્રતાનો વાસ થાય છે. એટલા માટે પુજા દરમિયાન હંમેશાં ગણેશજીને તાજા ફુલ અર્પિત કરવા જોઈએ.

સફેદ રંગની ચીજો

ગણેશજીની પુજામાં સફેદ કપડા, સફેદ જનોઈ અને સફેદ ચંદન બિલકુલ પણ ચડાવવું જોઈએ નહીં. પૌરાણિક કથા અનુસાર ચંદ્ર એ ગણેશજીની મજાક કરી હતી એટલા માટે ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો. સફેદ રંગનો સંબંધ ચંદ્ર સાથે હોવાને લીધે સફેદ રંગની કોઈપણ ચીજો ગણેશજીને અર્પિત કરવામાં આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *