ગળાની તકલીફનો સરળ અને ઘરેલુ ઉપચા.

નજરઅંદાજ કરશો તો વધી શકે પરેશાની
ઋતુ બદલાતા જ ગળામાં ખરાશ આવવી સામાન્ય બાબત છે. ઠંડીમાં શરદી અને વાઇરલ ફીવર જેવી સમસ્યા પણ થવા લાગે છે, પરંતુ ગળાની ખરાશ વાઇરસને કારણે થાય છે. ઘણી વાર લોકો તેને આ સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરે છે, પરંતુ આમ કરવાથી પરેશાની વધી શકે છે. આથી ગળાની ખરાશથી છુટકારો મેળવવા માટે દવા કે સીરપને બદલે આ ઘરેલુ નુસખા અજમાવો…
એન્ટિબેક્ટેરિયલ ગુણથી ભરપૂર આદું
આદુંમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ગળાનાં ઇન્ફેક્શન અને દુખાવામાં આરામ આપે છે. એક કપ પાણીમાં આદું નાખી ઉકાળો. ત્યાર બાદ તે પાણી બેથી ત્રણ વાર પીવો. આમ કરવાથી ગળાના ખરાશમાં ઘણી રાહત મળશે.
લસણથી મળશે આરામ
લસણ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. ગળાની ખરાશ દૂર કરવા મોંમાં બંને તરફ લસણની એક કળી રાખીને ધીમે ધીમે ફેરવો. જેમ જેમ લસણનો રસ ગળામાં જશે તેમ તેમ ખરાશમાં આરામ મળી રહેશે.
મીઠાનું પાણી
જ્યારે ગળું ખરાબ હોય તો શ્લેષમા ઝિલ્લીની કોશિકાઓમાં સોજો આવે છે. મીઠું આ સોજાને ઓછો કરે છે, જેનાથી રાહત મળે છે. આ સિવાય લવિંગ, તુલસી, આદું અને મરીથી બનેલી ચા પણ ફાયદાકારક છે.